Karnataka Election : કર્ણાટકમાં મતદાન પુર્ણ, જાણો કેટલા ટકા મતદાન થયુ?
કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે મતદાન પુર્ણ થઈ ગયુ છે. મતદાન પુરુ થતા જ ઉમેદવારોના ભાવી મતપેટીમાં સીલ થઈ ગયા છે. રાજ્યમાં મતદારોનો સારો ઉત્સાહ જોવા મળ્યો છે. હવે 13 મેંના રોજ પરિણામ જાહેર કરાશે.
રાજ્યમાં એક જ તબક્કામાં મતદાન શાંતિપુર્ણ રીતે પુર્ણ થઈ ગયુ છે. સવારથી જ મતદાન મથકો પર લોકોની ભીડ જોવા મળી હતી. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, સાંજે 5 વાગ્યા સુધી 65.69 ટકા મતદાન નોંધાયું છે. ટૂંક સમયમાં સત્તાવાર આંકડા જાહેર કરવામાં આવશે. હજુ પણ ઘણી જગ્યાઓએ લાઈનમાં ઉભેલા મતદારોને મત આપવા દેવામાં આવી રહ્યા છે.

અગાઉ બપોરે 3 વાગ્યા સુધી 52.03 ટકા અને બપોરે 1 વાગ્યા સુધી 37.25 ટકા મતદાન નોંધાયું હતું. ગઈ વિધાનસભા ચૂંટણીમાં 72 ટકા મતદાન થયું હતું. આ સ્થિતિમાં આ સમયે બદલાયેલી મતદાનની સ્થિતી ઘણા સમીકરણો બદલી શકે છે.
આ ચૂંટણીમાં કર્ણાટકમાં બીજેપી, કોંગ્રેસ અને જેડીએસ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી છે. બીજેપી સત્તા જાળવવા મેદાનમાં હતી તો કોંગ્રેસ સત્તા મેળવવા સંઘર્ષ કરી રહી છે. બીજી તરફ જેડીએસ કિંગ મેકર બની શકે છે.
અહીં એક વાત એ પણ જાણવી જરૂરી છે કે, 1985 પછી કોઈપણ પક્ષ ફરીથી સત્તામાં આવ્યો નથી. હવે આ ચૂંટણી શું સમીકરણો રચે છે તે પરિણામ આવે પછી જ ખબર પડશે.












Click it and Unblock the Notifications
