Karnataka Election : પુત્ર વિજયન્દ્રની ઉમેદવારી નોંધાવવા 49 વર્ષ જૂની એમ્બેસેડરમાં પહોંચ્યા યેદિયુરપ્પા, જાણો

જેમ જેમ કર્ણાટકમાં મતદાનની તારીખ નજીક આવી રહી છે તેમ તેમ પાર્ટીઓ વચ્ચે જંગ જામી રહ્યો છે. હાલ તમામ પાર્ટીઓએ જીતવ માટે પ્રચારમાં પુરૂ ધ્યાન લગાવી દીધુ છે. આ વખતે કર્ણાટકમાં યેદિયુરપ્પા માટે પ્રતિષ્ઠાનો જંગ છે. તેમની જગ્યાએ તેમના પુત્રને ઉમેદવાર બનાવાયા છે ત્યારે વિજયેન્દ્ર એક ખાસ કારમાં ઉમેદવારી નોંધાવવા માટે યેદિયુરપ્પા સાથે પહોંચ્યા હતા.

ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી યેદિયુરપ્પા આ વખતે કર્ણાટક વિધાનસભા ચૂંટણી તો નથી લડી રહ્યા પરંતુ આ ચૂંટણી તેમના માટે વધુ મહત્વની છે. આ તેમના પુત્રની પ્રથમ ચૂંટણી છે અને યેદિયુરપ્પા પોતાના પુત્રને પોતાની સીટ પરથી ચૂંટણી લડાવીને પોતાનો રાજકીય વારસો સોંપવા માંગે છે.

Karnataka Election

બુધવારે યેદિયુરપ્પા તેમના પુત્રની ઉમેદવારી નોંધાવવા પહોંચ્યા ત્યારે તે જૂની એમ્બેસેડર કારમાં જોવા મળ્યા હતા. આ તેની ફેવરિટ અને લકી કાર છે.

યેદિયુરપ્પાની આ કાર તેમના શરૂઆતના દિવસોની સાથી છે. યેદિયુરપ્પાની આ એમ્બેસેડર તેમના સંઘર્ષની સાક્ષી છે. આ કારણથી યેદિયુરપ્પા ખાસ ઈવેન્ટમાં આ કારમાં જ પહોંચે છે.

યેદિયુરપ્પા આ જ એમ્બેસેડર કારમાં તેમના પુત્ર બીવાય વિજયેન્દ્રના નોમિનેશન માટે ગયા હતા. આના માટે 20 કિમી દૂર આવેલા તેના ફાર્મહાઉસથી આ કારની સવારી કરી હતી.

CKR- 45 નંબરવાળી સફેદ કાર યેદિયુરપ્પાની સફળતાનું પ્રતીક છે. 1974માં તેણે તેને શિવમોગાના એક બિઝનેસમેન પાસેથી ખરીદી હતી. તેમને આ કાર તેના નંબર CKR- 45 ને કારણે ખરીદી હતી. 45 નો ટોટલ 8 થાય છે, જેને યેદિયુરપ્પા ખાસ માને છે. યેદિયુરપ્પાએ પુત્રના નોમિનેશન માટે પણ 19 તારીખ પસંદ કરી હતી. કેમ કે તેમાં 9 નોં આંકડો આવે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X