અમિત શાહની જીભ લપસી, યેદુરપ્પા ને ગણાવ્યા નંબર 1 ભ્રષ્ટ

Posted By:
Subscribe to Oneindia News

બે દિવસ માટે કર્ણાટક આવેલા ભાજપ અધ્યક્ષ અમિત શાહ મંગળવારે પ્રેસ કોન્ફરન્સમાં કંઈક એવું કહી ગયા જેનાથી ત્યાં હાજર બધા જ લોકો ચોંકી ઉઠ્યા હતા. આ પ્રેસ કોન્ફરન્સમાં અમિત શાહની જીપ લપસી ગયી અને તેમને પોતાના જ સીએમ ઉમેદવાર યેદુરપ્પા ને નંબર 1 ભ્રષ્ટ ગણાવી દીધા. આ દરમિયાન બીએસ યેદુરપ્પા પણ તેમની સાથે જ બેઠા હતા.

karnataka elections 2018

અમિત શાહે જણાવ્યું કે જો ભ્રષ્ટાચાર માટે મુકાબલો થાય તો યેદુરપ્પા સરકારને નંબર 1 ભ્રષ્ટાચારી માટે એવોર્ડ મળે. અમિત શાહ જેવું આમ બોલ્યા તેની સાથે જ તેમની પાસે રહેલા નેતાએ તેમને ટોક્યા. આ વીડિયો સામે આવ્યા પછી ભાજપા અધ્યક્ષ અમિત શાહ સોશ્યિલ મીડિયા પર ટ્રોલ થઇ રહ્યા છે. આપણે જણાવી દઈએ કે યેદુરપ્પા પર ભ્રષ્ટાચાર માટે ઘણા મામલા ચાલી રહ્યા છે જેના માટે તેઓ જેલ પણ જઈ ચુક્યા છે.

ખરેખર પ્રેસ કોન્ફરન્સ દરમિયાન અમિત શાહ સિદ્દારમૈયા સરકારના ભ્રષ્ટાચાર ગણાવી રહ્યા હતા. આ દરમિયાન અમિત શાહે જણાવ્યું કે ભ્રષ્ટાચાર મુદ્દે તેઓ ડીટેલમાં જવા નથી માંગતા પરંતુ હાલમાં જ એક જજ ઘ્વારા કરવામાં આવેલી ટિપ્પણી વિશે જણાવીશ. અમિત શાહ આગળ બોલ્યા કે હાલમાં જ એક સુપ્રીમ કોર્ટ રિટાયર્ડ જજ ઘ્વારા કહેવામાં આવ્યું હતું કે જો ભ્રષ્ટાચાર માટે મુકાબલો થાય તો યેદુરપ્પા સરકારને નંબર 1 ભ્રષ્ટાચારી માટે એવોર્ડ મળે.

અમિત શાહે જયારે યેદુરપ્પા સરકારને નંબર 1 ભ્રષ્ટાચારી ગણાવી ત્યારે તેમની બાજુમાં બેઠેલા નેતાએ તેમના કાનમાં તેમની ભૂલ વિશે જણાવ્યું. ત્યારપછી અમિત શાહને પોતાની ભૂલ વિશે અંદાઝો આવ્યો અને તેમને પોતાની ભૂલ સુધારતા જણાવ્યું કે સિદ્દારમૈયા સરકારને નંબર 1 ભ્રષ્ટાચારી માટે એવોર્ડ મળે.

English summary
Karnataka elections 2018 amit shah about corruption bs yeddyurappa

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.