Karnataka Elections 2023: ઉમેદવારોની પસંદગી માટે ભાજપે અપનાવી પોતાની માઈક્રો રણનીતિ

કર્ણાટક વિધાનસભા ચૂંટણી 2023માં જીત મેળવવા માટે ભાજપ પ્રચાર હોય કે ઉમેદવારોની પસંદગી દરેક કામમાં તનતોડ મહેનત કરી રહી છે. ભાજપ કોઈ પણ નાનકડી ભૂલ પણ કરવાથી બચવા માટે સૌથી યોગ્ય અને જીત અપાવી શકે તેવા ઉમેદવારની ઓળખ કરવા માટે એક મહત્વનો પ્રયોગ કરી રહી છે.

કર્ણાટકમાં ભાજપે 10 ​​મેની ચૂંટણી માટે સૌથી વધુ વિજેતા ઉમેદવારોની ઓળખ કરવા અને ઉમેદવારોની અંતિમ યાદી તૈયાર કરવા માટે રાજ્યભરમાં મિની-ચૂંટણી શરૂ કરી છે. આ યાદી ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં મૂકવામાં આવશે, જે 8 એપ્રિલે યોજાનારી પ્રથમ ચૂંટણી અંગે નિર્ણય લેશે. કેન્દ્રીય ચૂંટણી સમિતિ દ્વારા મંજૂર કરાયેલા ઉમેદવારોને જ ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવશે.

bjp

નોમિનેશન પ્રક્રિયા નજીક આવતા જ પાર્ટી તેના ઉમેદવારોની જાહેરાત કરે તેવી શક્યતા છે. સૂત્રો મુજબ જો ટિકિટવાંચ્છુઓ ના ચૂંટાયા તો અસંતુષ્ટ નેતાઓને પક્ષ બદલવાની તક પણ નહીં મળે કારણ કે ત્યાં સુધીમાં વિપક્ષી પાર્ટીઓમાં ટિકિટ વહેંચાઈ ગઈ હશે. ભાજપ તેની 'થોભો અને જુઓ' રણનીતિના ભાગરૂપે કોંગ્રેસ અને જનતા દળ (સેક્યુલર)ના ઉમેદવારોની યાદી પર નજર રાખી રહ્યુ છે.

કર્ણાટકની આ ચૂંટણી ભાજપ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે પાર્ટી વર્તમાન સરકાર માટે મતદાનના વલણને તોડવાનો પ્રયાસ કરી રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ ભાજપે ઉમેદવારોના નામો માટે માઇક્રો પોલિંગ શરૂ કરી દીધુ છે. જેમાં દરેક મતવિસ્તારમાં આંતરિક સર્વે અને ચૂંટણીનો સમાવેશ થાય છે. આવુ જ મોડલ છેલ્લે હિમાચલ પ્રદેશમાં ઉપયોગમાં લેવાયુ હતુ.

માઈક્રો ચૂંટણીની કવાયત બે અઠવાડિયા પહેલા શરૂ થઈ હતી. જેમાં દરેક વિધાનસભા મતવિસ્તારમાં સ્થાનિક નેતાઓને ત્રણ શ્રેષ્ઠ ઉમેદવારોને મત આપવા જણાવ્યુ હતુ. તેમને વોટિંગ સ્લિપ આપવામાં આવી હતી અને તેમની પસંદગીઓ ચિહ્નિત કરવા માટે કહેવામાં આવ્યુ હતુ.

બેલેટ બૉક્સ બેંગલુરુ લાવવામાં આવ્યા હતા અને પરિણામોના આધારે, દરેક મતવિસ્તારમાં ત્રણ ટોચના નામ હતા. આ નામો ભાજપ દ્વારા કરવામાં આવેલા આંતરિક સર્વે અને ઓપિનિયન પોલ સાથે મેળ ખાય છે. રાજ્યમાં બીજેપીના કોર ગ્રૂપે ગયા અઠવાડિયે જિલ્લાવાર નામોની ચર્ચા કરવા માટે બેઠક યોજી હતી. નામો કેન્દ્રીય ચૂંટણી સમિતિને મોકલવામાં આવશે.

કર્ણાટકમાં 10 મેના રોજ એક જ તબક્કામાં મતદાન થશે અને ત્રણ દિવસ પછી પરિણામ જાહેર કરવામાં આવશે. સૂત્રોનુ કહેવુ છે કે ઉમેદવારોની ઈમેજ, જીતની ક્ષમતા અને તેમના સ્વચ્છ ભૂતકાળના આધારે નિર્ણય કરવામાં આવે છે. કર્ણાટકમાં તેની વર્તમાન સરકાર સામે ભ્રષ્ટાચારના આરોપોથી ઘેરાયેલા ભાજપે સ્પષ્ટ કર્યુ છે કે તે સ્વચ્છ છબી ધરાવતા ઉમેદવારોને જ તક આપશે જેમના પર ભ્રષ્ટાચારના કેસ નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X