પોલ: કર્ણાટકમાં ભાજપને મળશે 115 સીટો, કોંગ્રેસ 70 પર અટકશે

ટીવી-5 કન્નડ અને ફ્લેશ ટીમના એક ઓપિનિયન પોલ અનુસાર ભારતીય જનતા પાર્ટી આવનારા કર્ણાટક ઈલેક્શનમાં મોટી જીત મેળવશે.

ટીવી-5 કન્નડ અને ફ્લેશ ટીમના એક ઓપિનિયન પોલ અનુસાર ભારતીય જનતા પાર્ટી આવનારા કર્ણાટક ઈલેક્શનમાં મોટી જીત મેળવશે. આ ઈલેક્શનમાં ભાજપને 115 સીટો, કોંગ્રેસને 70, જેડીએસ 40 અને અન્યને 4 સીટો મળવાની વાત કહેવામાં આવી છે. સર્વે મુજબ 38.11 ટકા લોકો યુદુરપ્પા ને સીએમ તરીકે જોવા માંગે છે, કોંગ્રેસના સિદ્ધારમૈયા સીએમ તરીકે 37 ટકા લોકોની પસંદ છે. જયારે 18.33 ટકા લોકો એચડી કુમારસ્વામીને પસંદ કરી રહ્યા છે.

karnataka election

50.73 ટકા લોકો કર્ણાટકમાં સીએમ સિદ્ધારમૈયાના કામથી ખુશ છે. જયારે 49.37 ટકા લોકો તેમના કામ થી ખુશ નથી. સર્વે મુજબ ભાજપને 36-38 ટકા, કોંગ્રેસને 33-35 ટકા અને જેડીએસ 20-22 ટકા વોટ મેળવશે. કોંગ્રેસના લિંગાયતને અલગ ધર્મનો દરજ્જો આપવાથી 61 ટકા લોકો ખુશ નથી. જયારે 38 ટકા લોકો ખુશ છે.
કર્ણાટકમાં હાલમાં કોંગ્રેસની સરકાર છે અને સીએમ તરીકે સિદ્ધારમૈયા છે.

કર્ણાટકની 224 વિધાનસભા સીટો પર બહુમત માટે 113 સીટો જરૂરી છે. વર્ષ 2013 દરમિયાન થયેલા ઈલેક્શનમાં કોંગ્રેસે 122 સીટો પર જીત મેળવી હતી. કોંગ્રેસ ઘ્વારા જ્યાં ફરી એકવાર સિદ્ધારમૈયા સીએમ ઉમેદવાર તરીકે ઉતાર્યા છે, તો બીજેપી તરફ થી સીએમ પદ માટે યેદુરપ્પાને પસંદ કરવામાં આવ્યા છે. આ ઈલેક્શનમાં જેડીએસ કિંગ મેકર પણ સાબિત થઇ શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X