શું યેદિયુરપ્પા બહુમત સાબિત કરી શકશે? શું કહે છે તેમની કુંડળી
કર્ણાટકમાં સરકાર બનાવવાનું નાટક નિત નવા વળાંક લઈ રહ્યુ છે. સત્તાના ઝઘડાએ ન્યાય કરવાનો પૂરેપૂરો મૂડ બનાવી લીધો છે. આજે સાંજે 4 વાગે યેદિયુરપ્પાએ પોતાનો બહુમત સિદ્દ કરવાનો છે.
કર્ણાટકમાં સરકાર બનાવવાનું નાટક નિત નવા વળાંક લઈ રહ્યુ છે. સત્તાના ઝઘડાએ ન્યાય કરવાનો પૂરેપૂરો મૂડ બનાવી લીધો છે. આજે સાંજે 4 વાગે યેદિયુરપ્પાએ પોતાનો બહુમત સિદ્દ કરવાનો છે. આવો જાણીએ કાલે સિતારાની ચાલ યેદિયુરપ્પા માટે કેવી રહેશે.

વર્તમાનમાં યેદિયુરપ્પાની કુંડળીમાં ચંદ્રમાની મહાદશા ચાલી રહી છે. ચંદ્રમાં અષ્ટમેશ થઈને દ્વાદશ ભાવમાં નીચમાં બેઠો છે. શનિ તૃતીયેશ થઈને છઠ્ઠા ભાવમાં બેઠો છે. છઠ્ઠા ભાવમાં બેઠલો શનિ જાતકને શત્રુહર્તા બનાવે છે એટલે કે શત્રુઓનો નાશ કરનાર. આવા જાતકો પોતાના શત્રુઓનો નાશ કરે છે. મંગળનું પ્રત્યંતર ચાલી રહ્યુ છે. મંગળ પંચમેશ અને દ્વાદશેશ થઈને લગ્નમાં બેઠો છે. જે અત્યારે ઉચ્ચ થઈને ગોચરમાં ભ્રમણ કરી રહ્યો છે. શનિ અને મંગળ એકબીજાના ઘોર વિરોધી છે. માટે યેદિયુરપ્પાનો અત્યારે ભયંકર વિરોધ કરવામાં આવી રહ્યો છે. જેથી તે કોઈ પણ પ્રકારે સત્તા ન મેળવી શકે. પરંતુ લગ્નેશ ગુરુની શુભ દ્રષ્ટિ વિરોધીઓના મનસૂબા પર પાણી ફેરવવાનું કામ કરશે.
આજે શનિવારનો દિવસ છે અને શનિ તેમની જન્મકુંડળીમાં છઠ્ઠા ભાવમાં બેઠો છે તથા શનિની અંતર્દશા ચાલી રહી છે. છઠ્ઠા ભાવમાં શનિ વિરોધીઓને પરાસ્ત કરે છે. ચંદ્રમા 6 વાગે 58 મિનિટ સુધી મિથુન રાશિમાં ગોચર કરશે. મિથુનનો ચંદ્રમાં યેદિયુરપ્પાની કુંડળીમાં સપ્તમ ભાવમાં ગોચર કરશે. સપ્તમ ભાવનો ચંદ્રમાં કાર્યોમાં સફળતા અપાવે છે. યેદિયુરપ્પા માટે આ સમય સંકટ ભરેલો રહેશે પરંતુ જો 7 વાગ્યા પહેલા બહુમત સિદ્ધ કરવાની પ્રક્રિયા પૂરી કરી લેવામાં આવે તો યેદિયુરપ્પાને નિશ્ચિત રીતે સફળતા મળશે પરંતુ જો 7 વાગ્યા પછી બહુમત સિદ્ધ કરવાનો અવસર મળ્યો તો નિરાશા પણ મળી શકે છે. કુલ મળીને નિષ્કર્ષ એ નીકળે છે કે ભાજપની સરકાર બની જશે પરંતુ યેદિયુરપ્પા પોતાનો કાર્યકાળ પૂરો નહિ કરી શકે, એ પહેલા જ સરકાર ધરાશાયી થઈ શકે છે.












Click it and Unblock the Notifications
