For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કર્ણાટક સરકાર દેશની સૌથી ભ્રષ્ટ સરકાર, વેચાઇ રહ્યું છે CMનું પદ : રાહુલ ગાંધી

કોંગ્રેસ નેતા અને સાંસદ રાહુલ ગાંધી કર્ણાટકમાં ભારત જોડો યાત્રા દરમિયાન ભારતીય જનતા પાર્ટી(ભાજપ) પર આકરા પ્રહારો કર્યા હતા.

|
Google Oneindia Gujarati News

કોંગ્રેસ નેતા અને સાંસદ રાહુલ ગાંધી કર્ણાટકમાં ભારત જોડો યાત્રા દરમિયાન ભારતીય જનતા પાર્ટી(ભાજપ) પર આકરા પ્રહારો કર્યા હતા. રાહુલ ગાંધીએ સોમવારના રોજ કર્ણાટકમાં જણાવ્યું હતું કે, કર્ણાટકની સરકાર દેશની સૌથી ભ્રષ્ટ સરકાર છે.

52 વર્ષીય કોંગી નેતા રાહુલ ગાંધીએ સાઉથના રાજ્યમાં ભાજપ સરકાર પર આરોપ લગાવતા જણાવ્યું હતું કે, ભાજપ સરકાર અનુસૂચિત જાતિ/અનુસૂચિત જનજાતિ સમાજ વિરોધી છે. તેમણે દાવો કર્યો હતો કે, નાગામોહન દાસ આયોદની રિપોર્ટની ભલામણોને લાગુ કરવામાં આવી રહી નથી.

કરોડોમાં વેચાય છે CMનું પદ

કરોડોમાં વેચાય છે CMનું પદ

રાહુલ ગાંધીએ વધુમાં જણાવ્યું હતું કે, કર્ણાટકની સરકાર દેશની સૌથી ભ્રષ્ટ સરકાર છે. તેઓ દરેક ટ્રાન્ઝેક્શન પર 40 ટકા કમિશન લે છે. 13 હજાર ખાનગી શાળાઓએ 40 ટકા કમિશન આપ્યું છે. ખુદ ભાજપના એક ધારાસભ્યએ જણાવ્યું છે કે, મુખ્યમંત્રી પદ 2,500 કરોડમાં ખરીદવામાં આવ્યું હતું.

રાહુલ ગાંધી - કર્ણાટકમાં વેચાઈ રહી છે નોકરીઓ

રાહુલ ગાંધી - કર્ણાટકમાં વેચાઈ રહી છે નોકરીઓ

રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, કર્ણાટકમાં નોકરીઓ વેચાઈ રહી છે. પોલીસ, સબ ઈન્સ્પેક્ટરની પોસ્ટ 80 લાખમાં વેચાઈ રહી છે. આસિસ્ટન્ટપ્રોફેસરોની જગ્યાઓ વેચાઈ ગઈ છે. તેઓ જે કંઈ કરી શકે તે વેચે છે. ભારત જોડો યાત્રા નફરત, ગુસ્સો, બેરોજગારી, મોંઘવારી, ચીજવસ્તુઓના ભાવમાં ઘટાડો સામે લડવાની છે.

અમે ભારત સાથે કંઈપણ ખોટું સહન નહીં કરીએ

અમે ભારત સાથે કંઈપણ ખોટું સહન નહીં કરીએ

રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, અમે ભારત સાથે ખોટું, અન્યાય સહન નહીં કરીએ. આપણે એવા દેશને સહન કરી શકતા નથી, જ્યાં આપણા લાખો યુવાનોને નોકરી ન મળે. જ્યાં લાખો અને કરોડો લોકો વધતી મોંઘવારી અને મોંઘવારીના બોજ હેઠળ દટાયેલા છે.

ખેડૂતો પૂછે છે કે, તેમને ખાતર માટે GST શા માટે ચૂકવવો પડે છે. ભાવ વધારાથી ગૃહિણીઓ ચિંતિત છે, આવા ભારતને આપણે કેવી રીતે સહન કરીએ.

ભાજપ માટે આ સંદેશ છે કે, ભારત વભાજીત નહીં થાય

ભાજપ માટે આ સંદેશ છે કે, ભારત વભાજીત નહીં થાય

કર્ણાટકના ચિત્રદુર્ગ નજીકના હિરીયુર ગામમાં જાહેર સભાને સંબોધતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, તેમની પાર્ટીની ભારત જોડો યાત્રા આ દેશમાં ભાજપ અને આરએસએસ દ્વારા ફેલાવવામાં આવતી નફરત, હિંસા વિરુદ્ધ છે.

રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, ભાજપ માટે આ સંદેશ છે કે, ભારતનું વિભાજન નહીં થાય, ભારત અખંડ રહેશે અને આ સંદેશ આ યાત્રામાં સ્પષ્ટ દેખાય છે, કારણ કે આ યાત્રામાં કોઈ હિંસા નથી, નફરત નથી, કોઈ ગુસ્સો નથી.

English summary
Karnataka Government Most Corrupt Government in Country, also Selling of CM's Post : Rahul Gandhi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X