કર્ણાટકઃ ગવર્નરે CMને આજે બપોર સુધી ફ્લોર ટેસ્ટ માટે કહ્યુ, ધરણા પર ભાજપ MLA
રાજકીય ડ્રામાં વચ્ચે ગુરુવારે મોડી રાતે કર્ણાટકના ગવર્નરે મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીને પત્ર લખીને શુક્રવારે સંસદમાં બહુમત સાબિત કરવા કહ્યુ છે.
કર્ણાટકમાં ચાલી રહેલ રાજકીય ઘમાસાણ ચાલુ છે. ગુરુવારે વિધાનસભામાં આખો દિવસ ચાલેલ ડ્રામા બાદ વિશ્વાસ મત પર વોટિંગ ન થઈ શક્યુ. આના વિરોધમાં ભાજપ ધારાસભ્યોએ વિશ્વાસ પ્રસ્તાવ પર વોટિંગ કરાવવાની માંગ વિશે વિધાનસભામાં ધરણા પર બેસવાનું એલાન કરી દીધુ. આ આખા રાજકીય ડ્રામાં વચ્ચે ગુરુવારે મોડી રાતે કર્ણાટકના ગવર્નરે મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીને પત્ર લખીને શુક્રવારે સંસદમાં બહુમત સાબિત કરવા કહ્યુ છે. આના માટે ગવર્નરે એક સમય સીમા નિર્ધારિત કરી દીધી છે.

શુક્રવારે બપોરે દોઢ વાગે સંસદમાં બહુમત સાબિત કરો
ગુરુવારે મોડી રાતે કર્ણાટકના ગવર્નર વજુભાઈ વાળાએ મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીને પત્ર લખીને કહ્યુ કે તે શુક્રવારે બપોરે દોઢ વાગે સંસદમાં બહુમત સાબિત કરે. વળી, ગુરુવારે વિશ્વાસમત પરીક્ષણ કર્યા વિના સ્પીકર રમેશ કુમારે વિધાનસભાની કાર્યવાહી સ્થગિત કરી દીધી. આના વિરોધમાં ભાજપ ધારાસભ્યોએ વિશ્વાસ પ્રસ્તાવ પર વોટિંગ કરાવવાન માંગ વિશે વિધાનસભામાં ધરણા પર બેસવાનુ એલાન કરી દીધુ. કર્ણાટક સરકારના મંત્રી એમબી પાટિલ અને ડીકે શિવકુમારે ધારાસભ્યો સાથે મુલાકાત કરીને ધરણા ખતમ કરાવવાની કોશિશ કરી હતી.

ગાદલા-તકિયા લઈને વિધાનસભા પહોંચ્યા ભાજપ ધારાસભ્ય
ભાજપ ધારાસભ્યોએ વિધાનસભામાં જ અડ્ડો જમાવી દીધો. આખી રાત ધરણાના એલાન બાદ ગુરુવારે મોડી રાતે ભાજપ ધારાસભ્ય પ્રભુ ચવ્હાણ ગાદલા અને તકિયા લઈને સંસદમાં પહોંચી ગયા. વિધાનસભાની અંદરના ઘણા ફોટા સામે આવ્યા છે. વિધાનસભાની અંદર ઘણા ધારાસભ્યો જ્યાં જમીન અને સોફા પર સૂતા દેખાયા ત્યાં ઘણા ધારાસભ્ય ગુરુવારે સાંજે સંસદની અંદર એક સાથે બેસીને જમતા દેખાયા. ધારાસભ્યો સાથે કર્ણાટકના ભાજપ પ્રમુખ બીએસ યેદિયુરપ્પા પણ હાજર હતા. યેદિયુરપ્પાએકહ્યુ કે જે ધારાસભ્ય વિધાનસભામાં રોકાશે તેમના માટે તકિયા, ભોજન અને ગાદલાની વ્યવસ્થા કરવામાં આવી છે. પુરુષ ધારાસભ્યો રાતે કર્ણાટક વિધાનસભામાં જ રોકાયા અને મહિલા ધારાસભ્યો રાતે 9 વાગે ત્યાંથી નીકળી ગયા.

ડીકે શિવકુમારે ભાજપ પર લગાવ્યો સુપ્રીમ કોર્ટના અપમાનનો આરોપ
વળી, ભાજપ પર હુમલો કરતા ડીકે શિવકુમારે કહ્યુ કે આજે ફ્લોર ટેસ્ટ સમયે ધારાસબ્ય મધુ સ્વામી (ભાજપ) એ કહ્યુ કે જે સુપ્રીમ કોર્ટે તમને અહીં બેસવાની અનુમતિ આપી તે જ અમારી મદદ કરી રહ્યા છે. આનો અર્થ એ કે જે પણ ચુકાદો આવ્યો છે તે લોકો આનો ખોટો ઉપયોગ કરી રહ્યા છે. અમે સુપ્રીમ કોર્ટનું સમ્માન કરીએ છીએ. તે કોઈની મદદ નહિ કરી રહ્યા.
|
સુપ્રીમ કોર્ટ જશે ભાજપ અને કોંગ્રેસ
વળી, બીજી તરફ કર્ણાટક મામલે ભાજપ અને કોંગ્રેસ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરશે. ભાજપ પોતાની અરજીમાં કોર્ટમાંથી સ્પીકરને ફ્લોર ટેસ્ટ કરાવવાની માંગ કરશે. વળી, કોંગ્રેસ આ સ્પષ્ટીકરણ માંગશે કે શું પાર્ટી દ્વારા જાહેર કરાયેલ વ્હિપ 15 ધારાસભ્ય માનવા માટે બાધ્ય છે કે નહિ. વાસ્તવમાં કોર્ટે પોતાના આદેશમાં કહ્યુ છે કે 15 ધારાસભ્યોને બાધ્ય ન કરી શકાય કે તે વિધાનસભા સત્રમાં ભાગ લે. કોંગ્રેસ પૂછશે કે શું 15 ધારાસભ્યો વ્હિપ માનવા માટે બાધ્ય છે કે નહિ? કારણકે વ્હિપ પાર્ટીનુ છે નહિ કે સ્પીકરનુ.












Click it and Unblock the Notifications
