Karnataka Next CM: ડીકે શિવકુમારનુ સીએમ બનવાનુ સપનુ અધુરુ રહી શકે, આ છે કારણ
Karnataka Next CM: કર્ણાટકમાં 135 સીટો પર જંગી જીત મેળવ્યા બાદ પણ કોંગ્રેસે હજુ સુધી રાજ્યના મુખ્યમંત્રીના નામની જાહેરાત કરી નથી. છેલ્લા ત્રણ દિવસથી પક્ષમાં મુખ્યમંત્રીના નામની ચર્ચા ચાલી રહી છે પરંતુ હજુ સુધી નિર્ણય લેવાયો નથી.
સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમારના નામ મુખ્યમંત્રી પદ માટે ચર્ચામાં છે. છેલ્લા ઘણા મહિનાઓમાં શિવકુમારે સ્પષ્ટ સંકેત આપ્યા હતા કે તેઓ રાજ્યના મુખ્યમંત્રી બનવા માંગે છે. જો કે, પાર્ટીના હાઈકમાન્ડે હજુ સુધી આ અંગે કોઈ નિર્ણય લીધો નથી.

સૂત્રો મુજબ ડીકે શિવકુમાર સામે ફોજદારી કેસ છે, તેથી તેમની આશાઓ પર પાણી ફરી શકે છે. ડીકે શિવકુમાર સામે કુલ 19 કેસ નોંધાયેલા છે, જેમાંથી કેટલાકની સીબીઆઈ, ઈડી અને ઈન્કમટેક્સ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
નોંધનીય છે કે આવકવેરા વિભાગે 2017માં ડીકે શિવકુમારને ત્યાં દરોડા પાડ્યા હતા. તપાસ એજન્સીએ કહ્યુ હતુ કે તેમની પાસેથી 8.5 કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે. ડીકે શિવકુમાર સાથે સીધો સંપર્ક ધરાવતા દિલ્હીમાં ચાર સ્થળોએ દરોડા દરમિયાન આ પૈસા મળી આવ્યા હતા.
આવકવેરા વિભાગને નવી દિલ્હીના સફદરજંગમાં ડીકે શિવકુમાર દ્વારા કથિત રીતે ત્રણ ફ્લેટ ખરીદવાની માહિતી પણ મળી હતી. આવકવેરા વિભાગે દાવો કર્યો હતો કે તેમને 429 કરોડ રૂપિયાની માહિતી મળી છે જેનું ઓડિટ થયું નથી. આવકવેરા વિભાગે શિવકુમાર વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે. આ કેસમાં હનુમંતૈયા સામે ચાર્જશીટ પણ દાખલ કરવામાં આવી છે.
વળી, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ડીકે શિવકુમાર વિરુદ્ધ મની લૉંડરિંગનો કેસ નોંધ્યો છે. ઈડીનો દાવો છે કે તેમની પાસે 200 કરોડ રૂપિયાની સંપત્તિ છે જે બિનહિસાબી છે. તેમનુ કહેવુ છે કે ડીકે શિવકુમાર પાસે 20 બેંકોમાં 317 ખાતાઓની માહિતી જેમાં 200 કરોડ રૂપિયા છે.












Click it and Unblock the Notifications
