Karnataka Result 2023 : બજરંગ બલીની ગદા બીજેપીના માથા પર પડી-સંજય રાઉત

કર્ણાટકમાં કોંગ્રેસના વાવાઝોડામાં બીજેપીના સુપડા સાફ થયા છે. 150 સીટો જીતવાના દાવા કરનારી બીજેપી માટે કર્ણાટકમાં સ્થિતી કફોડી બની છે. રાજ્યમાં ખરાબ રીતે હાર્યા બાદ હવે તમામ વિપક્ષી નેતાઓ બીજેપી પર આકરા પ્રહારો કરી રહ્યા છે.

હાલના પરિણામો અનુસાર, રાજ્યમાં કોંગ્રેસ ધમાકેદાર જીત મેળવી રહી છે તો બીજેપીએ અહીં સત્તામાં ગુમાવી છે. બીજી તરફ જેડીએસને પણ ઠીકઠાક સીટો મળી રહી છે ત્યારે હવે શિવસેના નેતા સંજય રાઉતે બજરંગ બલીને લઈને બીજેપીને ટોણો માર્યો છે.

Karnataka

શિવસેના નેતા અને રાજ્યસભા સાંસદ સંજય રાઉતે મોટું નિવેદન આપતાં કહ્યું કે, બીજેપીના માથા પર બજરંગબલીની ગદા પડી રહી છે, કર્ણાટકમાં કોંગ્રેસ જીતી રહી છે તે મોદી અને અમિત શાહની હાર છે. જે રીતે પ્રતિષ્ઠા ખોવાઈ રહી હતી અને ચૂંટણીમાં હાર દેખાઈ તો બજરંગબલીને આગળ કર્યા. આ ચૂંટણી 2024 માટેનું વિઝન છે.

કર્ણાટક વિધાનસભાની ચૂંટણી માટે મતગણતરી ચાલી રહી છે. ગણતરીમાં કોંગ્રેસ ઘણી આગળ છે. કર્ણાટકમાં 224 વિધાનસભા સીટો માટે 10 મેના રોજ ચૂંટણી યોજાઈ હતી અને રેકોર્ડ 72.67 ટકા મતદાન નોંધાયું હતું. વિધાનસભા ચૂંટણી દરમિયાન ત્રિકોણીય મુકાબલો જોવા મળ્યો હતો જ્યાં ભાજપ-કોંગ્રેસ અને જેડીએસ વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X