For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Shivamogga Explosion: કર્ણાટકના શિમોગામાં મોડી રાતે થયો ડાયનામાઈટ બ્લાસ્ટ, 8ના મોત

કર્ણાટકમાં બેંગલુરુથી લગભગ 350 કિલોમીટર દૂર શિમોગા વિસ્તારના લોકોએ એક મોટો અવાજ સાંભળ્યો અને ઝટકા અનુભવ્યા.

|
Google Oneindia Gujarati News

Karnataka Shivamogga/Shimoga Explosion latest news: કર્ણાટકમાં બેંગલુરુથી લગભગ 350 કિલોમીટર દૂર શિમોગા વિસ્તારના લોકોએ એક મોટો અવાજ સાંભળ્યો અને ઝટકા અનુભવ્યા. ધમાકો એટલે મોટો હતો કે ઘણા ઘરોના કાચ પણ તૂટી ગયા. આ ઘટના 21 જાન્યુઆરીની રાત લગભગ 10.20 વાગ્યાની છે. શિમોગા જિલ્લા કલેક્ટર નંદ શિવકુમારે કહ્યુ કે હુનાસોડુ ગામમાં એક રેલવે ક્રેશર સાઈટ પર એક ડાયનામાઈટ વિસ્ફોટના કારણે આટલો મોટો ધમાકો થયો. જેમાં કમસે કમ આઠ લોકોના મોત થયા છે. માનવામાં આવી રહ્યુ છે કે વિસ્ફોટક ખનનના ઉદ્દેશથી લાવવામાં આવી રહ્યા હતા. ધમાકાના ઝટકા માત્ર શિવમોગામાં જ નહિ પરંતુ ચિક્કમંગલુરુ અને દાવણગેરે જિલ્લામાં પણ અનુભવાયા.

bomb

પ્રત્યક્ષદર્શીઓનો દાવો છે કે રાતે સાડા દસ વાગે લગભગ ધમાકો થયો હતો. તેમણે કહ્યુ કે વિસ્ફોટ એટલો તેજ હતો કે ઘરોની બારીઓના કાચ પણ તૂટી ગયા. વળી, રસ્તા પર પણ તિરાડો પડી ગઈ છે. ઘણા લોકોને ધમારાથી એવુ લાગ્યુ કે જાણે ભૂકંપના ઝટકા આવ્યા હોય. જો કે ભૂગર્ભ વૈજ્ઞાનિકોએ ભૂકંપ આવવાની વાતનો ઈનકાર કર્યો છે.

જો કે શિવમોગાના જિલ્લાધિકારી શિવકુમારે કહ્યુ છે કે આ હુનાસોડુ ગામમાં એક રેલવે ક્રશર સાઈટ પર ડાયનામાઈટનો ધમાકો થયો હતો. જો કે આમાં કેટલા ઘાયલ થયા છે, તેની પુષ્ટિ થઈ નથી. આ ધમાકો શિવમોગા શહેરથી લગભગ 5-6 કિલોમીટરના અંતરે થયો હતો. હાલમાં ઘટના સ્થળે પોલિસદળ હાજર છે. વિસ્તારની ઘેરાબંધી કરી છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ શિવમોગામાં થયેલ ડાયનામાઈટ ધમાકાના કારણે 8 લોકોના મોત પર દુઃખ વ્યક્ત કર્યુ છે. પીએમ મોદીએ કહ્યુ કે શિવમોગામાં જાનહાનીથી પીડિત છુ. શોક સંતપ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદના. પ્રાર્થના છે કે ઘાયલો જલ્દી સાજા થઈ જાય. રાજ્ય સરકાર પ્રભાવિતોને દરેક સંભવ મદદ આપી રહી છે.

પ્રદર્શકારી ખેડૂતો અને સરકાર વચ્ચે આજે 11માં દોરની વાતચીતપ્રદર્શકારી ખેડૂતો અને સરકાર વચ્ચે આજે 11માં દોરની વાતચીત

English summary
Karnataka Shivamogga Explosion update: 8 people have died in a dynamite blast.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X