For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કર્ણાટકમાં સરકાર બનાવવાની કવાયત તેજ, અમિત શાહને મળવા મોટા નેતા પહોંચ્યા દિલ્લી

ભાજપ નેતા જગદીશ શેટ્ટાર, બાસવારાજ બોમ્મઈ, અરવિંદ લિંબાવલી સહિત ઘણી નેતા આજે દિલ્લી પહોંચ્યા છે.

|
Google Oneindia Gujarati News

કર્ણાટકમાં કોંગ્રેસ અને જેડીએસ ગઠબંધનને ફ્લોર ટેસ્ટમાં હારનો સામનો કરવો પડ્યો છે. ત્યારબાદ ભારતીય જનતા પાર્ટી પ્રદેશમાં સરકાર બનાવવાની કવાયતમાં જોડાઈ ગઈ છે. ભાજપ નેતા જગદીશ શેટ્ટાર, બાસવારાજ બોમ્મઈ, અરવિંદ લિંબાવલી સહિત ઘણી નેતા આજે દિલ્લી પહોંચ્યા છે. આ બધા નેતા આજે ગૃહમંત્રી અમિત શાહ અને પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ જે પી નડ્ડા સાથે મુલાકાત કરશે. માનવામાં આવી રહ્યુ છે કે મુલાકાત દરમિયાન સરકાર બનાવવાની સંભાવનાઓ પર વાત હશે.

bjp

તમને જણાવી દઈએ કે આ પહેલા બુધવારે ભારતીય જનતા પાર્ટીના નેતા બીએસ યેદિયુરપ્પા બેંગલુરુના ચંપરાજેટ સ્થિત આરએસએસના કાર્યાલય પહોંચ્યા હતા. આ દરમિયાન યેદિયુરપ્પાએ કહ્યુ કે હું અહીં સંઘ પરિવારના વરિષ્ઠ નેતાઓના આશીર્વાદ લેવા માટે આવ્યો છુ. હું દિલ્લીથી નિર્દેશની રાહ જોઈ રહ્યો છુ. કોઈ પણ સમયે અમે પાર્ટીની વિધાનમંડળની બેઠક બોલાવીશુ અને રાજભવન જઈ શકે છે.

તમને જણાવી દઈએ કે મંગળવારે એચડી કુમારસ્વામી ફ્લોર ટેસ્ટમાં ફેલ થઈ ગઈ અને તેના પક્ષમાં માત્ર 99 ધારાસભ્યોએ જ વિશ્વાસ પ્રસ્તાવ દરમિયાન મત આપ્યો. જ્યારે ભારતીય જનતા પાર્ટીના પક્ષમાં કુલ 105 ધારાસભ્યોએ મત આપ્યા. સરકાર પડી ગયા બાદ સતત જેડીએસ, કોંગ્રેસ અને વિપક્ષી દળના નેતા ભાજપ પર હુમલા કરી રહ્યા છે. તમામ નેતા આરોપ લગાવી રહ્યા છે કે ભાજપે ધનબળના દમ પર કર્ણાટકની સરકાર પાડી છે. વળી, કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કહ્યુ કે આ લાલચની જીત છે, લોકતંત્રની હાર.

ઉલ્લેખનીય છે કે સરકાર પડી ગયા બાદ ભાજપે સરકાર બનાવવાની કોશિશો ગતિમાન કરી દીધી છે. સૂત્રોની માનીએ તો રાજ્ય ભાજપ પ્રમુખ બીએસ યેદિયુરપ્પા જલ્દી સરકાર બનાવવાનો દાવો રજૂ કરી શકે છે. એવામાં ભાજપ જો રાજ્યની સત્તામાં ફરીથી પાછી આવે તો કર્ણાટકના મુખ્યમંત્રી તરીકે આ તેમનો ચોથો કાર્યકાળ હશે. યેદિયુરપ્પાએ કહ્યુ છે કે તે સૌથી પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ સાથે મુલાકાત કરશે. ત્યારબાદ જ ગવર્નર સાથે મુલાકાત કરવા માટે જશે.

આ પણ વાંચોઃ લોકસભામાં આજે રજૂ થશે ટ્રિપલ તલાક બિલ, ભાજપે જાહેર કરી વ્હિપઆ પણ વાંચોઃ લોકસભામાં આજે રજૂ થશે ટ્રિપલ તલાક બિલ, ભાજપે જાહેર કરી વ્હિપ

English summary
Karnataka: Top BJP leaders reaches to Delhi to meet Amit Shah and others to talk to form new gov.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X