Karnataka : કોંગ્રેસ તરફથી શપથ ગ્રહણ સમારોહનું સૌથી પહેલુ આમંત્રણ કોને મોકલાયુ? નામ જાણીને તમે પણ ચૌકી જશો
લાંબા વિચાર વિમર્શ બાદ આખરે કોંગ્રેસે કર્ણાટકમાં સરકારનું ચિત્ર સાફ કર્યુ છે. મુખ્યમંત્રી પદ માટેની ખેંચતાણનો અંત કરતા કોંગ્રેસે સિદ્ધારમૈયાને મુખ્યમંત્રી અને ડીકે શિવકુમારને નાયબ મુખ્યમંત્રી બનાવવાનો નિર્ણય કર્યો છે. હવે કોંગ્રેસે શપથ ગ્રહણ માટે તૈયારી શરૂ કરી છે.
મુખ્યમંત્રી તરીકે સિદ્ધારમૈયા અને નાયબ મુખ્યમંત્રી તરીકે ડીકે શિવકુમારના નામ ફાઇનલ થતાં શપથ ગ્રહણ સમારોહની તૈયારીઓ તેજ કરાઈ છે. શપથ ગ્રહણ સમારોહ 20 મેના રોજ બેંગલુરુના શ્રી કાંતીરવા સ્ટેડિયમમાં યોજાશે.

બીજી તરફ આ મુદ્દે વાત કરતા કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, તે શપથ ગ્રહણ સમારોહ માટે તમામ વિપક્ષી નેતાઓને આમંત્રણ મોકલશે. હવે સમાચાર આવી રહ્યા છે કે, ખડગે અને ભાવિ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ સૌપ્રથમ તમિલનાડુના સીએમ એમકે સ્ટાલિનને ફોન કરીને કર્ણાટક સરકારના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા આમંત્રણ આપ્યું છે.
સામે આવી રહેલા સમાચારો અનુસાર, એમકે સ્ટાલિન ઉપરાંત બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવને પણ આમંત્રણ મોકલવામાં આવ્યું છે અને બંને નેતાઓએ સમારોહમાં હાજરી આપવા માટે સંમતિ આપી દીધી છે.
અહીં તમને જણાવી દઈએ કે, કોંગ્રેસ નેતા કેસી વેણુગોપાલે ગુરુવારે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, 20 મેના રોજ બપોરે 12:30 વાગ્યે શપથ ગ્રહણ સમારોહ યોજાશે. અહીં સિદ્ધારમૈયા, ડીકે શિવકુમાર અને કેટલાક અન્ય ધારાસભ્યો પદ અને ગોપનીયતાના શપથ ગ્રહણ કરશે.
એક પ્રેસ કોન્ફરન્સમાં કર્ણાટક પ્રભારી રણદીપ સિંહ સુરજેવાલાએ કહ્યું કે, સિદ્ધારમૈયા સરકારમાં એક જ ડેપ્યુટી સીએમ હશે અને ડીકે શિવકુમાર ડેપ્યુટી સીએમ હોવા સાથે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષનું પદ સંભાળશે.












Click it and Unblock the Notifications
