For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Kartarpur Sahib: શ્રદ્ધાળુઓની એન્ટ્રી ફીથી પાકિસ્તાન કમાશે 21 કરોડ

Kartarpur Sahib: શ્રદ્ધાળુઓની એન્ટ્રી ફીથી પાકિસ્તાન કમાશે 21 કરોડ

|
Google Oneindia Gujarati News

લાહોરઃ નવેમ્બર મહિનામાં સિધના ધર્મગુરુ ગુરુનાનક દેવજીની 550મી જયંતિ છે અને આની સાથે જ વર્ષોથી અધૂરા પડેલ કરતારપુર કૉરિડોરનું પણ ઓપનિંગ થશે. સિખ સમુદાય આ અવસર પર જશ્નની તૈયારી કરી રહ્યો છે જ્યારે પાકિસ્તાને આને આર્થિક સંકટથી નિપટવાના વિકલ્પ તરીકે સમજી લીધો છે. પાકિસ્તાને સિખ શ્રદ્ધાળુઓ પાસેથી એન્ટ્રી ફી અને પ્રસાદના નામે તગડી રકમ લૂટવાની યોજના બનાવી લીધી છે. ગુરુનાનક દેવ સિખ ધર્મના સંસ્થાપક હતા અને તેમણે લાહોરમાં આવતા ગુરુદ્વારા દરબાર સાહિબમાં અંતિમ શ્વાસ લીધા હતા. કરતારપુર કૉરિડોર આ દરબાર સાહિબને પંજાબના ગુરુદાસપુરમાં સ્થિત ડેરા બાબા નાનક સાથે જોડશે.

ફી ઓછી કરવા પાકિસ્તાનનો ઈનકાર

ફી ઓછી કરવા પાકિસ્તાનનો ઈનકાર

એક અહેવાલ મુજબ કરતારપુર સાહિબમાં શ્રદ્ધાળુઓની એન્ટ્રી ફી તરીકે પાકિસ્તાન 20 ડૉલર એટલે કે 1428 રૂપિયા વસૂલશે. ભારત સરકાર તરફથી કેટલીય વખત પાકિસ્તાન ઑથૉરિટીઝને અનુરોધ કર્યો હતો કે તેઓ આટલી તગડી ફી ના વસૂલે પરંતુ દર વખતે આ રિક્વેસ્ટને માનવાથી ઑથૉરિટીએ સાફ ઈનકાર કરી દીધો. 20 ડોલરની એન્ટ્રી ફી સિવાય પાકિસ્તાને કરતારપુર સાહિબમાં આવતા શ્રદ્ધાળુઓ માટે પ્રસાદની કિંમત પણ નક્કી કરી દીધી છે. દરેક શ્રદ્ધાળુઓએ 100 ગ્રામ પ્રસાદ માટે 151 રૂપિયા ચૂકવવા પડશે. પ્રસાદ આમ તો ફ્રી છે પરંતુ પાકિસ્તાનની ગુરુદ્વારા મેનેજમેન્ટ કમિટી તરફથી દરેક શ્રદ્ધાળુઓ માટે પ્રસાદની કિંમત નક્કી કરવામાં આવી છે.

ચોખ્ખી લૂંટ ચલાવવા માંગે છે પાકિસ્તાન

ચોખ્ખી લૂંટ ચલાવવા માંગે છે પાકિસ્તાન

જો હિસાબ લગાવવામાં આવે તો 100 ગ્રામ પ્રસાદની કિંમત 100 રૂપિયાથી વધુ હિ હોય. એવામાં પાકિસ્તાન તરફથી જે કિંમત નક્કી કરવામાં આવી છે તે બિલકુલ તર્કસંગત નથી. સામાન્ય રીતે દરેક ગુરુદ્વારામાં સૂજી અને ઘીથી હલવો બને છે અને તેને કડા પ્રસાદ કહેવાય છે. શ્રદ્ધાળુઓને આ પ્રસાદ આપવામાં આવે છે. વધુ દિવસ સુધી આ હલવો ન રાખી શકાય માટે દરેક શ્રદ્ધાળુઓને હલવાની જગ્યાએ પ્રસાદમાં પિન્ની આપવામાં આવશે. જે એક પારંપરિક મિઠાઈ છે જેને ઘઉં અને મેવામાંથી બનાવવામાં આવે છે. 100 ગ્રામ પિન્નીનું પેકેટ દરેક શ્રદ્ધાળુને આપવામાં આવશે.

ઓપનિંગમાં ખાલિસ્તાન પણ આવશે

ઓપનિંગમાં ખાલિસ્તાન પણ આવશે

કરતારપુર કૉરિડોર સમજૂતી અંતર્ગત દરરોજ 5000 શ્રદ્ધાળુઓને પાકિસ્તાન દર્શન માટે મંજૂરી આપશે. દરેક શ્રદ્ધાળુ પાસેથી 1400 એન્ટ્રી ફી એટલે કે પાકિસ્તાન માત્ર એન્ટ્રી ફીથી જ દરરોજ 71 લાખ રૂપિયાની કમાણી કરશે. પ્રતિવર્ષ આ આંકડો 21 કરોડે પહોંચી જશે એટલે કે લોનના બોજ અને આર્થિક સંકટમાં ડૂબેલ પાકિસ્તાનને આટલી રકમથી રાહતની ઉમ્મીદ છે. આઠ નવેમ્બરે કરતારપુર કૉરિડોરનું ઓપનિંગ થશે. આ કાર્યક્રમ પહેલા જ પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશિદ ખાલિસ્તાનિઓનું સ્વાગત કરવા માટે તૈયાર થઈ ચૂક્યા છે. રાશિદ તરફથી આમને સમારોહમાં આવવા માટે આમંત્રણ મોકલવામાં આવી ચૂક્યું છે. રાશિદે આ ખાલિસ્તાનીઓને માત્ર ઈનવાઈટ જ નથી કર્યા બલકે સ્થાનિક લોકોને તેમનું જોરદાર સ્વાગત કરવા પણ કહ્યું છે.

<strong>કેન્દ્ર સરકારને સુપ્રીમ કોર્ટની ફટકાર, કહ્યું- અમને હળવામાં ના લો, કાશ્મીર પ્રતિબંધો પર તમારો જવાબ ક</strong>કેન્દ્ર સરકારને સુપ્રીમ કોર્ટની ફટકાર, કહ્યું- અમને હળવામાં ના લો, કાશ્મીર પ્રતિબંધો પર તમારો જવાબ ક

English summary
Kartarpur Sahib: pakistan will generate revenue of 21 crore from entry fee
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X