કાશી વિશ્વનાથ કોરિડોરનુ આજે પીએમ મોદી કરશે ભવ્ય ઉદઘાટન, જાણો આખો કાર્યક્રમ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કાશી વિશ્વનાથ કોરિડોરનુ એક ભવ્ય કાર્યક્રમ દરમિયાન ઉદઘાટન કરશે.

વારાણસીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કાશી વિશ્વનાથ કોરિડોરનુ એક ભવ્ય કાર્યક્રમ દરમિયાન ઉદઘાટન કરશે. આ ભવ્ય કોરિડોરના બન્યા બાદ માનવામાં આવી રહ્યુ છે કે કાશીમાં પર્યટનને ઘણુ પ્રોત્સાહન મળશે. આજે આ કોરિડોરને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સામાન્ય જનતાને સોંપી દેશે. કોરિડોરને કાશી વિશ્વનાથ મંદિરની આસપાસ બનાવવામાં આવ્યોછે જેમાં પારંપરિક શિલ્પ કૌશલનો ઉપયોગ કરીને તેને ભવ્ય રીતે તૈયાર કરવામાં આવ્યુ છે. કોરિડોર બનવાથી સ્થાનિક લોકોમાં ઘણી ખુશી છે. પ્રધાનમંત્રીના આજના કાર્યક્રમને જોતા વારાણસીમાં સુરક્ષા વ્યવસ્થા ઘણી વધારી દેવામાં આવી છે. કાશી વિશ્વનાથ મંદિર ટ્રસ્ટ અનુસાર આખો કાર્યક્રમ સારી રીતે થઈ શકે તેના માટે પોલિસકર્મીઓની ટૂકડી મંદિર પરિસર અને આસપાસ પેટ્રોલિંગ કરી રહી છે. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગણમાન્ય લોકો ભાગ લઈ શકે છે.

kashi

51000 જગ્યાઓએ લાઈવ પ્રસારણ

તમને જણાવી દઈએ કે કાશી વિશ્વનાથ કોરિડોરને 339 કરોડ રૂપિયાની કિંમતે તૈયાર કરવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી કાર્યાયલ તરફથી કહેવામાં આવ્યુ છે કે પ્રધાનમંત્રી મોદી આજે બપોરે લગભગ એક વાગે અહીં પહોંચશે અને વિશ્વનાર ધામના પહેલા તબક્કાનુ ઉદઘાટન કરશે. આ કાર્યક્રમમાં ભાજપ શાસિત રાજ્યોના બધા મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રી પણ ભાગ લેશે. દેશભરના 51 હજાર સ્થળોએ આ કાર્યક્રમનુ સીધુ પ્રસારણ કરવામાં આવશે. આના માટે બધા મુખ્ય શિવ મંદિરોમાં એલઈડી લગાવવામાં આવી છે. નોંધનીય વાત એ છે કે માર્ચ 2019માં વિશ્વનાથ ગલિયારાની આધારશિલા રાખવામાં આવી હતી.

જબરદસ્ત તૈયારી

આજે યોજાનારા આ ભવ્ય કાર્યક્રમની જબરદસ્ત તૈયારીઓ કરવામાં આવી છે. વારાણસીના જિલ્લા અધિકારી કૌશલ રાજ શર્માએ જણાવ્યુ કે પ્રધાનમંત્રીએ કાશીની ભવ્યતાને મુખ્યમંત્રીઓને બતાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. પીએમ મોદી સોમવારે સવારે વારાણસી એરપોર્ટ પર પહોંચશે, અહીંથી તેઓ હેલિકૉપ્ટરના માધ્યમથી સંપૂર્ણાનંદ સંસ્કૃત વિશ્વાવિદ્યાલય જશે. અહીં એક અસ્થાયી હેલીપેડ બનાવવામાં આવ્યુ છે. પ્રધાનમંત્રી ત્યારબાદ ભૈરવ મંદિર અને પછી કોરિડોર થઈને ઘાટ સુધી જશે.

ભવ્ય આતશબાજી અને લેઝર શો

તમને જણાવી દઈએ કે પ્રધાનમંત્રી મોદીએ 8 માર્ચ 2019ના રોજ આ કોરિડોરની આધારશિલા રાખી હતી. આ કોરિડોર મુખ્ય મંદિરને લલિતા ઘાટ સાથે જોડે છે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સાધુ-સંતો પણ ભાગ લેશે. જિલ્લાધિકારીએ કહ્યુ કે પ્રધાનમંત્રી સોમવારની સાંજે ક્રૂઝ પર મુખ્યમંત્રીઓ અને ઉપમુખ્યમંત્રીઓ સાથે અનૌપચારિક બેઠક કરશે અને ક્રૂઝથી જ પ્રધાનમંત્રી ગંગાજીની આરતીને જોશે. ત્યારબાદ અહીં આતશબાજી અને લેઝર શોનુ આયોજન કરવામાં આવશે. પીએમ મોદી આ કાર્યક્રમને ક્રૂઝ પરથી જ જોશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X