• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

હવે સાચા અર્થમાં આઝાદીનો આનંદ મનાવશે કાશ્મીર

|

જમ્મુ કાશ્મીર જશ્ન એ આઝાદીના રંગમાં રંગાયેલું છે. પોતાના મૂળભૂત અધિકાર મળ્યા બાદ 15 ઓગ્સેટ બાકીના દેશવાસીઓની જેમ જ જમ્મુ કાસ્મીરના લોકો પણ હાથમાં તિરંગો પકડીને શાનથી જણ ગણ મન ગાતા દેખાશે. છેલ્લા 70 વર્ષમાં જમ્મુ કાશ્મીર ભારતનું અભિન્ન અંગ હોવા છતાંય અહીંના લોકોને આઝાદીની ઉજવણી કરવાની વાત તો દૂર મૂળભૂત અધિકારોથી પણ વંચિત હતા. તેઓ આર્ટિકલ 370ની જોગવાઈઓના વધારાના નિયમોમાં જકડાયેલા હતા, જેનાથી મુક્ત થઈને કાશ્મીરની જનતા સાચા અર્થમાં આઝાદ થઈ છે. ભારતનું બંધારણ લાગુ થતાં જ હવે જમ્મુ કાશ્મીરના લોકો પણ શિક્ષણનો અધિકાર, માહિતી સહિતના મૂળભૂત અધિકારો મેળવીને ખુશ છે.

જમ્મુ કાશ્મીરની મહિલાઓને સૌથી મોટી આઝાદી મળી છે. આ આઝાદી એેમની વ્યક્તિગત આઝાદી સાથે જોડાયેલી છે. હવે અહીંની દિકરીઓ દેશની અન્ય દિકરીઓની જેમ બીજા રાજ્યના યુવકો સાથે લગ્ન કરવા માટે સ્વતંત્ર છે. જો તે બીજા રાજ્યના પુરુષ સાથે લગ્ન કરશે તો તેમની નાગરિક્તા સમાપ્ત નહીં થઈ જાય. હવે અહીંની મહિલાઓ પર પર્સનલ કાયદો લાગુ નહીં પડે.

જમ્મુ કાશ્મીરનું અલગ બંધારણ પણ ઈતિહાસ બની ચૂક્યુ છે

જમ્મુ કાશ્મીરનું અલગ બંધારણ પણ ઈતિહાસ બની ચૂક્યુ છે

અહીંના લોકો ખુશ છે કારણ કે હવે શિક્ષણનો અધિકાર, માહિતીનો અધિકાર જેવા ભારતના દરેક કાયદાનો તેમને લાભ મળશે. આર્ટિકલ 370 સમાપ્ત થવાની સાથે જ જમ્મુ કાશ્મીરનું અલગ બંધારણ પણ ઈતિહાસ બની ચૂક્યુ છે. ભારતનું બંધારણ લાગુ થયા બાદ કાશ્મીરનો અલગ ધ્વજ નહીં હોય, ત્યાં પણ ફક્ત તિરંગો જ લહેરાશે.

જમમુ કાશ્મીરની વિધાનસભા હશે. એટલે કે જમ્મુ કાશ્મીરમાં રાજ્ય સરકાર બનશે. અહીંના લોકો અન્ય રાજ્યોની જેમ જ સરકાર પસંદ કરી શક્શે. અન્ય રાજ્યોમાંતી જમ્મુ કાશ્મીર જઈને રહેનારા લોકોને પણ મતદાનનો અધિકાર મળશે. સાથે જ અન્ય રાજ્યોના લોકો પણ અહીં ચૂંટણી લડી શક્શે.

કેન્દ્ર સરકારની કેગ જેવી સંસ્થા હવે જમ્મુ કાશ્મીરમાં પણ ભ્રષ્ટાચાર પર નિયંત્રણ માટે ઓડિટ કરી શક્શે. જેથી અહીં ભ્રષ્ટાચાર પર લગાવ લાગશે. હવે જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં પણ સુપ્રીમ કોર્ટનો ચુકાદો લાગુ પડશે. પહેલા જનહિતમાં અપાયેલા સુપ્રીમ કોર્ટના ચુકાદા અહીં લાગુ નહોતા થતા. અહીંની કાયદા વ્યવસ્થાની જવાબદારી મુખ્યમંત્રીની હતી.

હવે દિલ્હીની જેમ જમ્મુ કાશ્મીર અને લદ્દાખનો કાયદો અને વ્યવસ્થા પણ સીધા જ કેન્દ્ર સરકારના હાથમાં હશે. ગૃહમંત્રી, નાયબ રાજ્યપાલ દ્વારા તેને સંભાળશે. તં્તરના કામ માટે જમ્મુ કાશ્મીરની સરકારે કેન્દ્ર સરકારના પ્રતિનિધિ એવા ઉપરાજ્યપાલની મંજૂરી લેવી પડશે.

તમને જણાવી દઈએ કે 15 ઓગસ્ટના દિવસે સ્વતંત્રતા દિવસ ઉજવવા કાશ્મીરમાં ધૂમધામથી તૈયારી થઈ રહી છે. શ્રીનગરનું શેર એ કાશ્મીર સ્ટેડિયમ દેશભક્તિના રંગે રંગાયું છે. અહીં મોટા આયોજનની તૈયારી થઈ રહી છે.

જમ્મુ કાશ્મીર અંગે માહિતી

જમ્મુ કાશ્મીર અંગે માહિતી

ઈતિહાસમાં ડોકિયું કરીએ તો જાણ થશે કે કાશ્મીર પર હુમલાની યોજના પાકિસ્તાની સૈન્યએ બનાવી હતી, જેનું નેતૃત્તવ પાકિસ્તાનના વરિષ્ઠ સૈન્ય અધિકારી અકબર ખાને કર્યું હતું. પાકિસ્તાનના કબાયલિયોને કાશ્મીર પર હુમલા માટે ઉક્સાવ્યા હતા. જેને કારણએ લગભગ 5 હજાર જેટલા કબાયલિયો ઓક્ટોબર 1947માં ઘૂષણખોરી કરી હુમલો કર્યો. પાકિસ્તાની ઘૂષણખોરોનો સામનો મુઝફ્ફરાબાદમાં ડોગરા રેજિમેન્ટ સામે થયો. તેમણે મુઝફ્ફરાબાદ અને ડોમેલ વચ્ચેના પુલ પર કબજો કર્યો. બાકીના બે દિવસોમાં ગઢી અને ચિનારી પર કબજો કર્યો. હુમલાખોરો બાદમાં ઉરી તરફ આગળ વધ્યા.

જમ્મુ કાશ્મીરના મહારાજા હરિ સિંહના આગ્રહને કારણે ભારતે ત્યારે શ્રીનગરમાં સૈન્ય મોકલવાનો નિર્ણય કર્યો. 24 ઓક્ટોબરે મહારાજા હરિ સિંહે ભારત સરકારને તાત્કાલિક હસ્તક્ષેપ કરવા અપીલ કરી. 25 ઓક્ટોબરે વી. પી. મેનન શ્રીનગર પહોંચ્યા. 26 ઓક્ટોબરે કેબિનેટની સંરક્ષણ કમિટીની બેઠક યોજાઈ. બાદમાં સૈનિકોની બે ટુકડી મોકલવાનો નિર્ણય લેવાયો. 27 ઓક્ટોબરે પ્રશાસકીય પ્રમુખ અને રાજ્ય વિભાગના સચિવ વી. પી. મેનન વિલયની સંધિ લઈને દિલ્હી પહોંચ્યા.

જમ્મુ કાશ્મીરનો ભારતમાં વિલય કરવો વધુ મહ્તવનો હતો. એટલે તે સમયે જમ્મુ કાશ્મીરને કલમ 370 અંતર્ગત વધારાના અધિકાર અપાયા હતા. 35 એને 1954માં રાષ્ટ્રપતિના આદેશથી બંધારણમાં મૂકવામાં આવ્યું હતું. આર્ટિકલ 35 એ જમ્મુ કાશ્મીર વિધાનસભાને રાજ્યના કાયમી નાગરિકોની વ્યાખ્યા કરવાનો અધિકાર આપે છે. જે અંતર્ગત જમ્મુ કાશ્મીરના નાગરિકોને ખાસ અધિકાર અપાયા હતા.

5 ઓગસ્ટે થયો ઐતિહાસિક નિર્ણય

5 ઓગસ્ટે થયો ઐતિહાસિક નિર્ણય

5 ઓગસ્ટ 2019ના રોજ દેશના ગૃહપ્રધાને સંસદમાં આર્ટિકલ 370ની જોગવાઈઓ સમાપ્ત કરવાનો પ્રસ્તાવ મૂક્યો અને તેને મંજૂરી મળી ગઈ. સાથે જ જમ્મુ કાશ્મીરના પુનર્નિર્માણ પ્રસ્તાવને પણ મંજૂરી મળી. જમ્મુ કાશ્મીરમાં હવે બે કેન્દ્ર શાસિત પ્રદેશ છે. એક જમ્મુ કાશ્મીર અને બીજુ લદ્દાખ. આ સાથે જ જમ્મુ કાશ્મીર દેશનો સૌથી મોટો કેન્દ્ર શાસિત પ્રદેશ છે. હવે જમ્મુ કાશ્મીર વિધાનસભાની સમય મર્યાદા 6ના બદલે 5 વર્ષની હશે.

નવા સીમાંકન બાદ હવે જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા બેઠકો 107થી વધારી 114 કરવાનો પણ પ્રસ્તાવ છે. આ ઉપરાંત જમ્મુ કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશના ઉપરાજ્યપાલને લાગે કે વિધાનસભામાં મહિલાઓનું યોગ્ય પ્રતિનિધિત્વ નથી તો તે બે સભ્યોને નોમિનેટ કરી શક્શે. જમ્મુ કાશ્મીર પુનર્નગઠન વિધેયક 2019માં જમ્મુ કાશ્મીરમાં 5 લોકસભા બેઠકો અને લદ્દાખમાં 1 લોકસભા બેઠકનો પ્રસ્તાવ છે.

ભારતમાં અત્યાર સુધી 7 કેન્દ્રશાસિત પ્રદેશ હતા. જેમાં અંદમાન નિકોબાર ટાપુઓ, દાદરા અને નગર હવેલી, દક્ષદ્વીપ, પંડુચેરી, ચંદીગઢ, દમણ અને દીવ સહિત દિલ્હીનો સમાવેશ થાય છે. જમ્મુ કાશ્મીર પુનર્ગઠન બાદ હવે જમ્મુ કાશ્મીર અને લદ્દાખ ઉમેરાતા તેની સંખ્યા 9 થઈ જશે. સાથે જ રાજ્યોની સંખ્યા ઘટીને 28 થઈ ગઈ છે.

English summary
Kashmir will now enjoy true freedom
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more