કઠુઆ રેપ-મર્ડર કેસઃ સાંજી રામ સહિત તમામ 6 આરોપીઓને આજીવન કેદ

કઠુઆ રેપ-મર્ડર કેસઃ સાંજી રામ સહિત તમામ 6 આરોપીઓને આજીવન કેદ

નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીરના બહુચર્ચિત કઠુઆ રેપ-મર્ડર કેસમાં આજે ફેસલો આવી ગયો છે, 8 વર્ષની માસૂમ બાળકી સાથે રેપ કરનાર તમામ સાતમાંથી 6 આરોપીઓને દોષી ઠેરવવામાં આવ્યા છે, પઠાણકોટની અદાલતે મુખ્ય આરોપી સાંજી રામ સહિત અન્ય 6 આરોપીઓને દોષી ઠેરવ દીધા છે. જણાવી દઈએ કે રૂવાંટા ઉભા કરી દેા આ મામલામાં બંધ રૂમમાં ત્રણ જૂને સુનાવણી પૂરી થઈ હતી.

આ 6 આરોપીઓને દોષી ઠેરવવામા આવ્યા

kathua rape case
1. ગ્રામ પ્રધાન સાંજી રામ (મુખ્ય આરોપી), 2. સ્પેશિયલ પોલીસ ઑફિસર દીપક ખજુરિયા, 3. રસાના ગામ પરવેશ, 4. આસિસ્ટન્ટ સબ ઈન્સપેક્ટર તિલક રાજ, 5. આસિસ્ટન્ટ સબ ઈન્સપેક્ટર આનંદ દત્તા, 6. પોલીસ ઑફિસર સુરેન્દ્ર કુમાર.

બાળકીનું અપહરણ કરી રેપ અને હત્યા કરી

બાળકીનું અપહરણ કરી રેપ અને હત્યા કરી

15 પાનાના આરોપપત્રમાં પાછલા વર્ષે 10 જાન્યુઆરીએ અપહૃત આઠ વર્ષની બાળકીને કઠુઆ જિલ્લાના એક ગામના મંદિરમાં બંધક બનાવી તેની સાથે દુષ્કર્મ કરવામાં આવ્યો હતો, તેના ચાર દિવસ સુધી બેહોશ બાળકીને રૂમમાં ગોંધી રાખવામાં આવી અને બાદમાં તેની હત્યા કરી દેવામાં આવી હતી.

54 સાક્ષીઓ કોર્ટમાં રજૂ થઈ ચૂક્યા છે

કઠુઆ ગેંગ રેપ મામલાને લઈ એક વકીલે જણાવ્યું કે પીડિતાના પોસ્ટમોર્ટમ કરનાર ડૉક્ટરે કોર્ટને જણાવ્યું કે બાળકનું યૌન શોષણ થયું હતું અને તેનું મૃત્યુ શ્વાસ રૂંધાતાં થયું હતું. 8 વર્ષની બાળકી પર ગેંગરેપ કરવા અને બાદમાં તેની હત્યા કરવાના મામલે સુનાવણીમાં 54 સાક્ષીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવી ચૂક્યા છે. પોસ્ટમોર્ટમ કરનાર ડૉક્ટરની પણ જૂબાની લેવામાં આવી છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પઠાનકોર્ટમાં આ મામલાને ટ્રાન્સફર કરી દેવામાં આવ્યો છે.

સાત આરોપીઓ વિરુદ્ધ બળાત્કાર અને હત્યાના ચાર્જ

સાત આરોપીઓ વિરુદ્ધ બળાત્કાર અને હત્યાના ચાર્જ

જિલ્લા અને સત્ર અદાલતે આ કેસના સાત આરોપીઓ વિરુદ્ધ બળાત્કાર અને હત્યાના ચાર્જ લગાવ્યા છે. ક્રાઈમ બ્રાંચે મંદિરના સંરક્ષક સંજી રામ, તેનો દીકરો વિશાલ અને ભત્રીજા વિરુદ્ધ આરોપ લગાવ્યા છે કે આ ઘૃણિત કામ મંદિરમાં થયું હતું.

કિશોર આરોપી વિરુદ્ધ સુનાવણી હજુ શરૂ નથી થઈ

કિશોર આરોપી વિરુદ્ધ સુનાવણી હજુ શરૂ નથી થઈ

આ મામલે બે સ્પેશિયલ પોલિસ અધિકારી દીપક ખજુરિયા અને સુરેન્દ્ર વર્માની પણ ધરપકડ કરવામાં આવી હતી. કિશોર આરોપી વિરુદ્ધ મુકદમો હજુ શરૂ નથી થયો અને તેની ઉંમર સંબંધિ અરજી પર જમ્મુ અને કાશ્મીર હાઈકોર્ટ સુનાવણી કરશે. જો આોપીને દોષિત જાહેર કરવામાં આવે છે તો તેમને ઓછામાં ઓછી ઉંમરકેદ અને વધુમાં વધુ મોતની સજા સંભળાવવામાં આવી શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X