કઠુઆ રેપ કેસ: આરોપી સાંજી રામે કહ્યું ઉપરવાળો બધું જોઈ રહ્યો છે

Posted By:
Subscribe to Oneindia News

જમ્મુ અને કાશ્મીર સ્થિત કઠુઆમાં થયેલા રેપ અને હત્યા મામલે આજે સુનાવણી સીજેએમ કોર્ટમાં શરૂ થઇ ચુકી છે. આ દરમિયાન બધા જ આરોપી અદાલતમાં લાવવામાં આવ્યા. આપણે જણાવી દઈએ કે કઠુઆમાં ફક્ત 8 વર્ષ ની બાળકી સાથે મંદિરમાં બળાત્કાર કરવામાં આવ્યો હતો. અદાલતમાં સુનાવણી દરમિયાન પહોંચેલા સાંજી રામે જણાવ્યું કે ઉપરવાળો બધું જોઈ રહ્યો છે. તેને કહ્યું કે જો નાર્કો ટેસ્ટ કરવામાં આવે તો બધું જ સ્પષ્ટ થઇ જાય.

આરોપીઓના વકીલ અંકુર શર્મા ઘ્વારા જણાવવામાં આવ્યું કે કોર્ટ ઘ્વારા નિર્દેશ આપવામાં આવ્યો છે કે ચાર્જશીટની કોપી બધા જ આરોપીઓને આપવામાં આવે. અમે નાર્કો ટેસ્ટ માટે તૈયાર છીએ. હવે આ મામલે આગળની સુનાવણી 28 એપ્રિલે થશે. જ્યાં બીજી તરફ કઠુઆ પીડિતાના પરિવાર પણ સુપ્રીમ કોર્ટ પહોંચી ગયા છે. તેમને અપીલ કરી છે કે આખા મામલાની સુનાવણી રાજ્યની બહાર કરવામાં આવે.

20 માર્ચે ક્રાઇમ બ્રાન્ચ સામે સમર્પણ

20 માર્ચે ક્રાઇમ બ્રાન્ચ સામે સમર્પણ

સાંજી રામે 20 માર્ચે ક્રાઇમ બ્રાન્ચ સામે સમર્પણ કર્યું હતું. એટલું જ નહીં પરંતુ તેના દીકરા વિશાલને ઉત્તરપ્રદેશથી પકડવામાં આવ્યો હતો. પોલીસે વિશેષ પોલીસ અધિકારી દિપક ખજુરિયા, હેડ કોન્સ્ટેબલ તિલક રાજ, સુરિન્દર કુમાર અને સહાયક પોલીસ ઇન્સ્પેકટર પ્રવેશ કુમારની પુરાવા નષ્ટ કરવાના આરોપમાં ધરપકડ કરી છે. ચાર્જશીટ અનુસાર પીડિતાના પિતા ઘ્વારા 12 જાન્યુઆરી દરમિયાન હીરાનગર ચોકીમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેમાં જણાવવામાં આવ્યું હતું કે દીકરી 10 જાન્યુઆરી દરમિયાન જાનવરો માટે જંગલમાં ઘાસ લેવા માટે ગયી હતી, ત્યારપછી પાછી ફરી નથી.

ચાર્જશીટ માં જણાવવામાં આવ્યું કે..

ચાર્જશીટ માં જણાવવામાં આવ્યું કે..

ચાર્જશીટમાં જણાવવામાં આવ્યું કે જયારે સાંજી રામે કહ્યું કે હવે છોકરીની હત્યા કરીને તેને ઠેકાણે લગાવવી પડશે. ત્યારે વિશેષ પોલીસ અધિકારી દિપક ખજુરિયા ઘ્વારા જણાવવામાં આવ્યું કે રાહ જોવો, હજુ મારે પણ બળાત્કાર કરવો છે. બધાએ 8 વર્ષની બાળકીનો બળાત્કાર કર્યો. ત્યારપછી તેની હત્યા કરી. આરોપીઓ ઘ્વારા પીડિતાના માથા પર હુમલો કરીને તેની હત્યા કરી ત્યારપછી તેની લાશ જંગલમાં ફેંકી દીધી.

સાંજી રામે કહ્યું

સાંજી રામે કહ્યું

સાંજી રામે કહ્યું કે તેઓ આ મામલે દોષી હોય તો તેમને જાહેરમાં ફાંસી આપવામાં આવે. સાંજી રામ પરિવાર ઘ્વારા મીડિયાની આલોચના કરતા જણાવ્યું કે પત્રકાર કોઈ પણ જાંચ વિના નિર્ણય આપી રહ્યા છે. આરોપી સાંજી રામના પરિવાર સદસ્ય કઠુઆ જિલ્લામાં એક ઝાડ નીચે ભેગા થઈને આ મામલે એક નિષ્પક્ષ એજેન્સી પાસે જાંચ કરવાની માંગ કરી રહ્યા છે.

English summary
Kathua rape case jammu and kashmir court hearing supreme court.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.