For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઑડિયો ટેપ પર ઘમાસાણઃ કોંગ્રેસનો આરોપ- ધારાસભ્યોને ખરીદવા માગે છે યેદુરપ્પા

કોંગ્રેસનો આરોપ- ધારાસભ્યોને ખરીદવા માગે છે યેદુરપ્પા

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ કર્ણાટકમાં કથિત ઑડિયો ક્લીપ જાહેર થયા બાદ રાજકારણ ગરમાયું છે. શનિવારે સવારે કોંગ્રેસે પ્રેસ કૉન્ફ્રેન્સ કરી ભાજપ અને પીએમ મોદી પર કેટલાય આરોપો લગાવ્યા. વરિષ્ઠ કોંગ્રેસ નેતા કેસી વેણુગોપાલે આોપ લગાવતા કહ્યું કે કોંગ્રેસના ધારાસભ્યોને તોડવાની કોશિશ થઈ રહી છે. ઑડિયો ટેપનો હવાલો આપતા તેમણે કહ્યું કે બીએસ યેદુરપ્પા અમારા ધારાસભ્યોને 10 કરોડ રૂપિયાની ઑફર કરી રહ્યા છે, ધારાસભ્યોના ચૂંટણી ખર્ચની વાત થઈ રહી છે.

ભાજપ પર લગાવ્યો હોર્સ ટ્રેડિંગનો આરોપ

ભાજપ પર લગાવ્યો હોર્સ ટ્રેડિંગનો આરોપ

ભાજપ પર સરકાર પાડવા માટે હોર્સ ટ્રેડિંગનો આરોપ લગાવતા તેમણે કહ્યું કે ખુલ્લેઆમ સંવિધાનની ધજ્જિયાં ઉડાવવામાં આવી રહી છે. કેસી વેણુગોપાલે આરોપ લગાવ્યો કે યેદુરપ્પા ધારાસભ્યોના રાજીનામા બાદ ચૂંટણી ખર્ચ આપવાની વાત પણ કરી રહ્યા છે. તેમણે સ્પીકરના ધારાસભ્યોની સભ્યતા રદ્દ કરવા માટે 50 કરોડ ઑફર કર્યા હતા. તેમણે કહ્યું કે પીએમ મોદી અને અમિત શાહ કર્ણાટકની સરકારને અસ્થિર કરવાની કોશિશ કરી રહ્યા છે.

કર્ણાટકના આ ખેલમાં પીએમ મોદી-શાહ પણ સામેલઃ કોંગ્રેસ

કર્ણાટક સીએમ એચડી કુમારસ્વામી અને કોંગ્રેસ નેતા સિદ્ધારમૈયા સતત આરોપ લગાવતા રહ્યા છે કે ભાજપ તેમના ધારાસભ્યોને લાલચ આપી અને ડરાવીને સરકારને પાડવાની કોશિશ કરી રહી છે. કેસી વેણુગોપાલે કહ્યું કે કર્ણાટકમાં સરકાર પાડવાને લઈ ચાલી રહેલ આ ખેલમાં હવે પીએમ મોદી અને અમિત શાહના સામેલ હોવાની શંકા નથી, પૂરો વિશ્વાસ થઈ ગયો છે. જ્યારે રણદીપ સુરજેવાલાએ પણ ભાજપ પર આરોપ લગાવ્યા અને કહ્યું કે પીએમ મોદી જણાવે કે 200 કરોડની ઑફર ક્યાંથી આપવામા આવી રહી હતી?

ઑડિયો ટેપ પર રાજકારણ ગરમાયું

ઑડિયો ટેપ પર રાજકારણ ગરમાયું

શુક્રવારે એક પ્રેસ કૉન્ફ્રેન્સ કરતા કુમારસ્વામીએ કહ્યું કે ભાજપ કહી રહી છે કે વિધાનસભાના અધ્યક્ષ કેઆર રમેશ કુમારને 50 કરોડ રૂપિયા આપશે. કુમારસ્વામીએ એક ઑડિયો પણ જાહેર કર્યો જેમાં કથિત રીતે યેદિયુરપ્પા એક ધારાસભ્યને રૂપિયા અને મંત્રીપદ આપવાની વાત કહી રહ્યા છે. ઑડિયો ટેપ જાહેર થયા બાદ હવે કર્ણાટકમાં ઘમાસાણ મચ્યું છે.

રાજસ્થાનમાં ગુર્જરોનું અનામત આંદોલન ફરીથી શરૂ, ઘણી ટ્રેનોના રૂટ બદલાયા, 4 ટ્રેનો રદ રાજસ્થાનમાં ગુર્જરોનું અનામત આંદોલન ફરીથી શરૂ, ઘણી ટ્રેનોના રૂટ બદલાયા, 4 ટ્રેનો રદ

English summary
KC Venugopal on karnataka ruckus, alleged bjp for offering money to congress mla
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X