મોદીના 'સ્વચ્છ ભારત અભિયાન'ને મળ્યું કેજરીવાલનું સમર્થન

નવી દિલ્હી: આમ આદમી પાર્ટીએ (આપ) વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'સ્વચ્છ ભારત અભિયાન' સાથે જોડાવવાની જાહેરાત કરી છે, પરંતુ સાથે જ અત્યારે કેન્દ્રિય મંત્રીઓ દ્વારા કેમેરા સામે ઝાડું લગાવવાને લઇને સવાલ ઉદભવી રહ્યાં છે. અરવિંદ કેજરીવાલે વેંકૈયા નાયડૂને લખેલા પત્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જણાવ્યું હતું કે ભારતને સ્વચ્છ કરવા માટે શું પગલાં ભરી શકાય.

કેન્દ્ર સરકારે બધા પક્ષોને અપીલ કરી છે કે તે 2 ઓક્ટોબરના રોજ દેશવ્યાપી અભિયાનમાં સામેલ છે. શહેરી વિકાસ મંત્રી એમ વેંકૈયા નાયડૂની તરફથી આવેલા પત્રનો જવાબ આપતાં અરવિંદ કેજરીવાલે લખ્યું હતું કે ''તમે સ્વચ્છતા અભિયાન માટે અમારો સહયોગ માંગ્યો છે. દરેક વ્યક્તિ ઇચ્છે છે કે ચારેય તરફ સફાઇ હોય. પરંતુ કેટલાક દિવસોથી સ્વચ્છ ભારત અભિયાન વિશે કેટલાક સમાચાર વાંચ્યા, તેનાથી મનમાં કેટલાક પ્રશ્નો ઉદભવે છે. ગત કેટલાક દિવસોથી સમાચારોપત્રોમાં સમાચાર છપાઇ રહેલા છે કેટલાક મંત્રી સમાચાર પત્રોમાં ફોટા પડાવવા માટે ઝાડુ લગાવી રહ્યાં છે.'

અરવિંદ કેજરીવાલ આગળ લખે છે કે 'તમે પણ માનશો કે આવી રીતે તો ભારત સ્વચ્છ થશે નહી. સાંભળવા મળ્યું છે કે 2 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન જી દિલ્હીના વાલ્મિકી સદનમાં ઝાડું લગાવશે આ સારી વાત છે, પરંતુ આ તો પ્રતિકાત્મક જ છે. આવા પ્રતિકાત્મક કામથી લોકોને પ્રેરણા તો મળે છે, પરંતુ ફક્ત આટલું જ કર્વાથી દેશ સાફ થશે નહી.'

કેજરીવાલે પોતાના પત્રમાં કેટલાક મુદ્દાઓ ઉઠાવ્યા છે. તેમણે લખ્યું છે કે સફાઇ અભિયાન ફક્ત 2 ઓક્ટોબરના રોજ ઝાડુ લગાવવા સુધી સીમિત ન રહી જાય. ત્યારબાદ પણ આખા દેશમાં સફાઇ અભિયાન ચાલુ રહેવું જોઇએ. તેમણે પત્રમાં લખ્યું છે કે એમસીડીમાં પર્યાપ્ત સફાઇ કર્મીઓને રાખવામાં આવે અને તેમનું સન્માન યથાવત રાખવામાં આવે. તેમણે આગળ લખ્યું કે સફાઇ અમાનવીય નહી, પરંતુ આધુનિક રીતે કરવામાં આવે.

તેમણે લખ્યું છે કે 'જો આપણે ખરેખર સ્વચ્છ ભારત ઇચ્છીએ છીએ તો સૌથી પહેલાં આપણે સફાઇ કર્મચારીઓને સન્માન આપવું પડશે. તેમની સમસ્યાઓનું સમાધાન કરવું પડશે. 21મી સદીમાં પણ ગટરની સફાઇ અમાનવીય રીતે કરવામાં આવી છે. કેટલાક સફાઇ કર્મચારીઓની તો ગટરના ગેસથી મોત પણ નિપજ્યાં છે. તેમની સારવાર માટે સરકાર દ્વારા કોઇ વિશેષ સુવિધા નથી. જો આપણે ભારતને ખરેખર સ્વચ્છ કરવું છે તો તે અમાનવીય રીતોને બંધ કરીને આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરવો પડશે. તેમને સફાઇ કરવા માટે આધુનિક ઉપકરણ આપવા પડશે.

રાજકારણ રમવાનું ટાળે કેજરીવાલ

રાજકારણ રમવાનું ટાળે કેજરીવાલ

વરિષ્ઠ લેખક રાજીવ સક્સેના કહે છે કે દેશ સાફ-સુથરો હોય અને વિકાસ કરે, તેમાં કોઇને શું સમસ્યા હોય શકે છે. એટલા માટે અરવિંદ કેજરીવાલે સફાઇ જેવા મુદ્દાઓ પર રાજકારણ કરવાથી બચવું જોઇએ.

આખા દેશમાં સફાઇ અભિયાન ચાલુ રહેવું જોઇએ

કેજરીવાલે પોતાના પત્રમાં કેટલાક મુદ્દાઓ ઉઠાવ્યા છે. તેમણે લખ્યું છે કે સફાઇ અભિયાન ફક્ત 2 ઓક્ટોબરના રોજ ઝાડુ લગાવવા સુધી સીમિત ન રહી જાય. ત્યારબાદ પણ આખા દેશમાં સફાઇ અભિયાન ચાલુ રહેવું જોઇએ.

કેજરીવાલે લખેલો પત્ર

અરવિંદ કેજરીવાલે લખેલો પત્ર

રવિશંકર પ્રસાદ અને સ્મૃતિ ઇરાનીએ લગાવ્યું ઝાડું

રવિશંકર પ્રસાદ અને સ્મૃતિ ઇરાનીએ લગાવ્યું ઝાડું

રવિશંકર પ્રસાદ અને સ્મૃતિ ઇરાનીએ લગાવ્યું ઝાડું

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X