
કેજરીવાલ સરકારની મોટી જાહેરાત, દિલ્હીના લોકોને ફ્રીમાં મળશે કોરોના વેક્સિન
પાટનગર દિલ્હીના નાગરિકો આમ આદમી પાર્ટીની સરકાર કોરોના રસી વિના મૂલ્યે આપશે. આ માટે દિલ્હી સરકારે 50 કરોડનું બજેટ નક્કી કર્યું છે. દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાન અને નાણાં પ્રધાન મનીષ સિસોદીયાએ મંગળવારે વિધાનસભામાં નાણાકીય વર્ષ 2021-22 માટેનું બજેટ રજૂ કરતી વખતે આ જાહેરાત કરી.
દિલ્હીનું બજેટ બહાર પાડતી વખતે મનીષ સિસોદિયાએ જણાવ્યું હતું કે સરકારી હોસ્પિટલોમાં કોરોના વાયરસની રસી દિલ્હીના લોકોને મફત આપવામાં આવશે. સિસોદિયાએ એમ પણ કહ્યું હતું કે, આજદિન સુધી 45 હજાર લોકો દરરોજ રસી અપાય છે, જે ટૂંક સમયમાં વધારવામાં આવશે અને રોજ 60 હજાર લોકોને રસી આપવામાં આવશે.
મનીષ સિસોદિયાએ કહ્યું કે, "રસીની ઉપલબ્ધતા સાથે કોરોના રોગચાળો અટકાવવાની આશા છે." હાલમાં દિલ્હીમાં રોજ 45 હજાર રસી લગાડવાની ક્ષમતા છે, જે વધારીને 60 હજાર કરવામાં આવશે. હાલમાં રાજ્યમાં રસી 250 રૂપિયામાં મળે છે, પરંતુ હવે અમારી સરકારે નિર્ણય કર્યો છે કે, દિલ્હીની તમામ સરકારી હોસ્પિટલોમાં નિશુલ્ક રસી ઉપલબ્ધ કરવામાં આવશે.
સિસોદિયાએ કહ્યું કે આપ સરકાર દિલ્હીના લોકોને આરોગ્ય કાર્ડ પ્રદાન કરશે, જેમાં તે વ્યક્તિના સ્વાસ્થ્ય અને માંદગીની સંપૂર્ણ વિગતો હશે જેથી જો તે ડોક્ટર પાસે જાય, તો તેની માહિતી કાર્ડમાંથી મળી શકશે. આ સાથે, દિલ્હી સરકાર આગામી વર્ષથી મહિલાઓ માટે વિશેષ મહિલા મહોલ્લા ક્લિનિક પણ શરૂ કરશે.
મનીષ સિસોદિયાએ બજેટ ભાષણમાં કહ્યું હતું કે, હું 2021-22 માટે 69,000 કરોડ રૂપિયાના બજેટની દરખાસ્ત કરું છું. 2014-15માં આ બજેટની રકમ 30,940 કરોડની બમણી કરતા વધારે છે. આમાં, હું દિલ્હીના આરોગ્ય ક્ષેત્ર માટે 9,934 કરોડનું બજેટ પ્રદાન કરું છું, જે કુલ બજેટના 14 ટકા છે. સિસોદિયાએ કહ્યું કે, અમે 6 વર્ષમાં આરોગ્ય સેવાઓ મજબૂત બનાવી છે. વર્ષ 1951 ના ડેટા મુજબ, દિલ્હીમાં 12 સરકારી હોસ્પિટલો હતી પરંતુ આજે 38 મલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલો છે.
આ પણ વાંચો: Delhi Budget 2021-22: મનિષ સિસોદીયાએ રજુ કર્યું દિલ્હીનું બજેટ, જાણો મુખ્ય વાતો