દિલ્લી સરકારે 12 ખાનગી સ્કૂલોને આપી નોટિસ, પુસ્તકો-યુનિફૉર્મ પર વસૂલતા હતા બેફામ કિંમત
Delhi Government on Private Schools: દિલ્લીની અરવિંદ કેજરીવાલ સરકારે ખાનગી શાળાઓની મનમાની સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. આ દરમિયાન, બુધવારે દિલ્લીની આમ આદમી પાર્ટી સરકાર દ્વારા ડઝનેક ખાનગી શાળાઓને કારણ બતાવો નોટિસ મોકલવામાં આવી છે.
શિક્ષણ મંત્રી આતિશીએ કહ્યુ કે માતા-પિતાને મોંઘા પુસ્તકો અને ગણવેશ ખરીદવા દબાણ કરવા બદલ છ સામે તપાસનો આદેશ આપવામાં આવ્યો છે. વાલીઓની ફરિયાદો બાદ, 12 ખાનગી શાળાઓને પુસ્તકો અને ગણવેશ માટે ખૂબ ઊંચા ભાવ વસૂલવા બદલ શો-કોઝ નોટિસ મોકલવામાં આવી છે.

આતિશીએ કહ્યું કે પુસ્તકો અને ગણવેશ અંગે શિક્ષણ વિભાગની માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરતી શાળાઓ સામે દિલ્લી શાળા શિક્ષણ અધિનિયમ 1973 હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે. ખાનગી શાળાઓના અસંતોષકારક પ્રતિસાદને કારણે, તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે એમ તેમણે જણાવ્યુ હતુ.
શિક્ષણ મંત્રી આતિશીએ કહ્યુ કે ઘણી શાળાઓ સામે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. બાકીની શાળાઓ સામે નોટિસ ફટકારવામાં આવી છે. આ શાળાઓ ગણવેશ અને પુસ્તકોની અતિશય કિંમતો વસૂલે છે. આ શાળાઓ વાલીઓને મોંઘા પુસ્તકો અને ગણવેશ ખરીદવા દબાણ કરી રહી છે.
વાલીઓની ફરિયાદના આધારે 12 ખાનગી શાળાઓ સામે નોટિસ ફટકારવામાં આવી છે. તમામ પાસેથી કારણ બતાવો જવાબ માંગવામાં આવ્યો છે. આ સાથે અનેક શાળાઓ સામે તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
બીજી તરફ દિલ્લી સરકાર શિક્ષણ વ્યવસ્થામાં સતત નવા પ્રયોગો કરી રહી છે. નવા પ્રયોગોથી રાજ્યના શિક્ષણમાં અનેક ફેરફારો જોવા મળ્યા છે. માત્ર શિક્ષણ પ્રણાલી જ નહીં પણ હવે ભણાવવાની રીત પણ બદલાઈ ગઈ છે. દિલ્લી સરકાર મિશન બુનિયાદ હેઠળ શિક્ષણની દિશામાં નવા આયામો સર્જી રહી છે.












Click it and Unblock the Notifications
