For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'કેઝરીવાલ અણ્ણા હઝારે પાસે 2 કરોડનો ચેક લઇને ગયા હતા'

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

anna hazare speech
નવી દિલ્હી, 23 સપ્ટેમ્બર: ઇંડિયા અગેન્ટ કરપ્શનના આંદોલનમાં અણ્ણાના સહયોગી રહી ચૂકેલા કેઝરીવાલે તેમનાથી અલગ થયાના બે મહિના પહેલાં અણ્ણાને મળ્યા પહેલાં 2 કરોડ રૂપિયાનો ચેક લઇને ગયા હતા.

આ અંગેનો ખુલાસો એક સમાચારપત્રએ પોતાના સમાચાર કર્યો હતો. આ સમાચાર ઇંડિયા અગેન્ટ કરપ્શનના એક સભ્યના હવાલાથી લખવામાં આવ્યા છે. આ પૈસા ઇંડિયા અગેન્ટ કરપ્શનના હતા, જે કેઝરીવાલના એનજીઓ પીસીઆરએફના ખાતામાં જમા હતા. આ પૈસા આપવા માટે કેઝરીવાલ દિલ્હીથી રાલેગણ સિદ્ધિ સુધી ગયા હતા.

કેઝરીવાલે અણ્ણાને વિનંતી કરી હતી કે તે 2 કરોડનો ચેક સ્વિકાર કરી લે, પરંતુ અણ્ણાએ સ્પષ્ટ મનાઇ કરી દિધી હતી. સમિતિના પૂર્વ સભ્ય દિનેશ વાધેલાએ આ વાતની પુષ્ટિ કરી છે. ઇંડિયા અગેન્ટ કરપ્શનના વધેલા પૈસાનો મુદ્દો 20 સપ્ટેમ્બરે દિલ્હીના મહારાષ્ટ્ર સદનમાં યોજાયેલી એક બેઠકમાં ઉઠાવવામાં આવ્યો હતો.

અગત્યની વાત એ છે કે પીસીઆરએફના ખાતામાં જમા ઇંડિયા અગેન્ટ કરપ્શનના ધનનો હિસાબ કરવો ઘણો કઠિન છે, કારણ કે 2011 એપ્રિલમાં જંતર-મંતર પર યોજાયેલા પ્રદર્શન પછી ઇંડિયા અગેન્ટ કરપ્શનના ખાતામાં લોકોએ ખૂબ દાન કર્યું હતું. 1 એપ્રિલથી 30 સપ્ટેમ્બર 2011 સુધી આ ધન લગભગ 2.94 કરોડ થઇ ગયું છે. ઇંડિયા અગેન્ટ કરપ્શનના જણાવ્યા મુજબ તેમણે 6 મહિનામાં લગભગ 1.57 કરોડ ખર્ચ કર્યા હતા. ત્યારબાદ ઇંડિયા અગેન્ટ કરપ્શને પોતાનો ખર્ચ સાર્વજનિક કર્યો નથી.

જો કેઝરીવાલે આ પૈસા અણ્ણાને આપવાનો પ્રયત્ન કર્યો છે તો તે એક ઇમાનદાર કાર્યકર્તા હોવાના નાતે તેમને બિલકુલ સારૂ કર્યું નથી. ટીમ અણ્ણામાં ફાટ પડી ગઇ છે અને પૈસા કેઝરીવાલાના એનજીઓના ખાતામાં જ જમા છે, હાલમાં પ્રશ્ન એ છે કે આ ધન કોના ખાતામાં જમા થવું જોઇએ.

English summary
India Against Corruption member Arvind Kejriwal had offered social activist Anna Hazare unspent funds of IAC lying with his NGO, a report said on Sunday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X