ગોવામાં કેજરીવાલની ચુનાવી ચાલ, વધુ એક રાજ્યમાં મફત વીજળી આપવાનો વાયદો
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગોવા પહોંચ્યા છે. આજે એક પ્રેસ કોન્ફરન્સ યોજી કેજરીવાલે આમ આદમી પાર્ટીના ચૂંટણી અભિયાન વિશે વાત કરી હતી. કેજરીવાલે કહ્યું કે અમે ગોવામાં 300 યુનિટ મફત વીજળી આપીશું.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગોવા પહોંચ્યા છે. આજે એક પ્રેસ કોન્ફરન્સ યોજી કેજરીવાલે આમ આદમી પાર્ટીના ચૂંટણી અભિયાન વિશે વાત કરી હતી. કેજરીવાલે કહ્યું કે અમે ગોવામાં 300 યુનિટ મફત વીજળી આપીશું. તેમણે કહ્યું કે અમારી યોજના મુજબ ગોવામા 87% લોકોનું વીજળીનુ0 બિલ શૂન્ય થઈ જશે.

વીજળી અંગે વચન આપતા કેજરીવાલે કહ્યું હતું કે અમારી સરકારમાં રાજ્યમાં જૂના બિલ પણ માફ કરવામાં આવશે અને 24 કલાક વીજળી આપવામાં આવશે. દિલ્હીના મુખ્ય પ્રધાને કહ્યું, "હું બાંહેધરી આપું છું કે અરવિંદ કેજરીવાલ જે કહે છે તે કરે છે." આ પહેલા પંજાબ અને ઉત્તરાખંડમાં કેજરીવાલે 300 યુનિટ મફત વીજળી વચન આપ્યું હતું.
આજે ગોવામાં તેમણે કહ્યું, "હું અહીં વીજળીની પહેલી બાંયધરી આપવા આવ્યો છું. અમે ગોવામાં 300 યુનિટ મફત વીજળી આપીશું. આ યોજનાના અમલીકરણ સાથે ગોવાના 87 ટકા લોકોને શૂન્ય વીજળી બીલ મળવાનું શરૂ થઈ જશે. જુના બિલ માફ કરવામાં આવશે. અમારા પર વિશ્વાસ કરો, અમે ચોવીસ કલાક વીજળી આપીશું.
આપના રાષ્ટ્રીય સંયોજક કેજરીવાલે ગોવામાં ભાજપ કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, આપણે અહીંથી ભ્રષ્ટાચાર અને બદનામીની ખરાબ રાજનીતિનો અંત લાવવો પડશે. તેમણે કહ્યું કે હવે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કોઈ ફરક નથી. લોકોને પરિવર્તન જોઈએ છે. આ સાથે, કેજરીવાલે ચાર બાંયધરી આપી હતી. કહ્યું કે, અમે સુશાસન આપીશું.
આવતા વર્ષે એટલે કે, 2022 માં ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ અને ગોવા સહિત ઘણા રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. કેજરીવાલના નેતૃત્વમાં આમ આદમી પાર્ટી આ ચૂંટણીઓ માટે તૈયારી કરી રહી છે. તેઓ ઇચ્છે છે કે દિલ્હી સિવાય આ રાજ્યોમાં પણ આપની સરકાર હોવી જોઈએ. જેના માટે કેજરીવાલે ત્રણ રાજ્યોમાં 300 યુનિટ મફત વીજળી આપવાનું વચન આપ્યું છે.












Click it and Unblock the Notifications
