દિલ્હીમાં સુપ્રીમ કોર્ટનો આદેશ ઉલટાવવા લવાયેલા અધ્યાદેશને લઈને કેજરીવાલે પીએમ મોદીને ટોણો માર્યો
કેન્દ્ર સરકાર અને દિલ્હી સરકાર વચ્ચેની જૂની લડાઈમાં હાલમાં જ સુપ્રીમ કોર્ટે કેન્દ્રને તમાચો મારતી હોય તેમ દિલ્હી સરકારના પક્ષમાં ચુકાદો આપ્યો હતો. હવે આ આદેશને પલટાવવા માટે કેન્દ્ર સરકાર અધ્યાદેશ લાવી રહી છે. જેનો લઈને કેજરીવાલે પીએમ મોદીને ટોણો માર્યો છે.
સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને અધિકાર આપ્યા બાદ હવે અધિકારીઓના ટ્રાન્સફર-પોસ્ટિંગને લઈને કેજરીવાલ સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે ખેંચતાણ વધી છે. બીજી તરફ કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટના નિર્ણયને પલટાવવા માટે કેન્દ્ર દ્વારા અધ્યાદેશ લવાતા કેજરીવાલ આક્રમક પ્રહારો કરી રહ્યા છે.

કેન્દ્ર સરકારની દાદાગીરી સામે કેજરીવાલ સતત પ્રહારો કરી રહ્યા છે ત્યારે હવે આજે ફરી એકવાર અરવિંદ કેજરીવાલે પીએમ મોદીના 10 વર્ષ જૂના ટ્વિટને લઈને પીએમ મોદી પર આકરા પ્રહારો કર્યા હતા. અહીં કેજરીવાલે પુછ્યુ કે, સાહેબ તમે વટહુકમ કેમ લાવ્યા?
કેજરીવાલે પીએમ મોદીનું 10 વર્ષ જુનુ ટ્વિટ રીટ્વિટ કરીને પ્રહારો કર્યા. આ ટ્વિટમાં પીએમ મોદીએ લખ્યુ હતું કે, સંસદની બેઠક થઈ રહી છે. કેન્દ્ર સંસદને વિશ્વાસમાં લઈને સારું બિલ કેમ ન આપી શક્યું? વટહુકમ શા માટે? હવે પીએમને આ 10 વર્ષ જૂના ટ્વીટની યાદ અપાવતા કેજરીવાલે પૂછ્યું છે કે સાહેબ વટહુકમ કેમ લાવ્યા?
આ પહેલા પણ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ કરીને વડાપ્રધાન મોદી અને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, કેજરીવાલ નાની વસ્તુ છે, જનતા મોટી છે. હું દિલ્હીના દરેક ઘરે જઈશ, લોકોને કહીશ કે કેવી રીતે તેમણે લોકોના હક છીનવી લીધા. દેશમાં આ રીતે સરમુખત્યારશાહી આવશે તો જનતા કેવી રીતે ટકી શકશે?
Why ordinance Sir? https://t.co/C9otuhtY4X
— Arvind Kejriwal (@ArvindKejriwal) May 21, 2023
કેજરીવાલે આગળ કહ્યું હતું કે, લાગે છે કે આ લડાઈ કેન્દ્ર વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ બની ગઈ છે. જો સુપ્રીમ કોર્ટ કેન્દ્ર સરકાર વિરુદ્ધ કોઈ આદેશ આપે તો આ લોકો વટહુકમ લાવીને તેને ઉલટાવી દેશે. દેશની જનતા ક્યાં જશે?
અહીં તમને જણાવી દઈએ કે, કેન્દ્ર સરકારે અધ્યાદેશમાં લખ્યુ છે કે, દિલ્હીમાં તમામ સંવિધાનિક સંસ્થાઓ છે. તેને ધ્યાનમાં રાખીને આ આદેશ લાવવામાં આવ્યો છે.












Click it and Unblock the Notifications
