For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતની મુલાકાતે આવેલા કેજરીવાલ લક્ષ્મી-ગણેશના ફોટો મુદ્દે ફરી ગરજ્યા, જાણો શું કહ્યું?

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા અરવિંદ કેજરીવાલ સતત દિલ્હીથી ગુજરાતના આંટા ફેરા કરી રહ્યા છે. હવે ફરી એક વખત કેજરીવાલ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સાથે ગુજરાત પહોંચ્યા હતા અને સત્તાધારી બીજેપી પર પ્રહારો કર્યા હતા.

By Desk
|
Google Oneindia Gujarati News

પંચમહાલ : ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા અરવિંદ કેજરીવાલ સતત દિલ્હીથી ગુજરાતના આંટા ફેરા કરી રહ્યા છે. હવે ફરી એક વખત કેજરીવાલ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સાથે ગુજરાત પહોંચ્યા હતા અને સત્તાધારી બીજેપી પર પ્રહારો કર્યા હતા.

arvind kejriwal

કેજરીવાલે ફરી એક વખત ચલણી નોટોપર ગણેશ અને લક્ષ્મીના ફોટો છાપવાની વાત દોહરાવી હતી અને કહ્યું કે, મારી આ માંગ પર ભાજપના લોકો મારી સાથે દુર્વ્યવહાર કરી રહ્યા છે. તેમણે લોકોને પૂછ્યું અને કહ્યું કે નોટો પર ફોટો હોવો જોઈએ કે નહીં.

અરવિંદ કેજરીવાલે કહ્યું કે, દેશની પ્રગતિ માટે મહેનતની સાથે ભગવાનના આશીર્વાદ પણ જરૂરી છે. મેં આ મુદ્દે વડાપ્રધાનને પત્ર લખ્યો છે. કેજરીવાલે બીજેપીના ડબલ એન્જિનના નારા પર કટાક્ષ કરતા કહ્યું કે, એક એન્જિન ફેલ થઈ ગયું છે. ડબલ એન્જિનની જરૂર નથી. હવે નવું એન્જિન આવી ગયું છે. તમારી પાસે સારી માઈલેજ સાથેનું નવું એન્જિન પણ છે.

કેજરીવાલે લોકોને આઈ લવ યુ કહીને સંબોધન કર્યુ હતું. કેજરીવાલે ભાજપ પર તીખો હુમલો કરતા કહ્યું કે, ભાજપ સરકારે ગુજરાતને લૂંટ્યું છે. IBના રિપોર્ટનો ઉલ્લેખ કરતા કેજરીવાલે કહ્યું કે, ગુજરાતમાં AAPની સરકાર બની રહી છે. ગુજરાતમાં માત્ર નેતાઓનો વિકાસ થયો છે. કેજરીવાલે કહ્યું કે જો અમે સત્તામાં આવીશું તો ભ્રષ્ટાચાર બંધ કરીશું.

English summary
Kejriwal, who visited Gujarat, reiterated his demand for Lakshmi-Ganesha photo on currency notes.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X