• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download
LIVE

Kerala CM pinrayi Vijayan swearing in Ceremony live: પિનરાયી વિજયન લેશે કેરળના સીએમ પદના શપથ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ પાંચ રાજ્યોની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે અને 2 મેએ પરિણામો પણ જાહેર કરવામાં આવ્યા. પાંચ રાજ્યોમાં અલગ અલગ પાર્ટીઓને બહુમત મળવાના કારણે શપથગ્રહણનો સિલસિલો ચાલુ છે. બુધવારે મમતા બેનર્જીએ ત્રીજી વાર પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા જ્યારે તમિલનાડુમાં એમ કે સ્ટાલિને સીએમ તરીકે શપથ લીધા. વળી, પુડુચેરીમાં એમ રંગાસ્વામીએ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. મમતા બેનર્જી કેબિનેટના 43 મંત્રીઓ આજે શપથ લેશે. શપથ વિધિના લાઈવ અપડેટ મેળવવા માટે બન્યા રહો વનઈન્ડિયા ગુજરાતી સાથે.

Pinarayi Vijayan

Newest First Oldest First
4:30 PM, 20 May
કેરળ કેબિનેટના 20 મંત્રીઓ, એનસીપીના એકે સસીન્દ્રન, ઈન્ડિયન નેશનલ લીગ(INL)ના અહેમદ દેવરકોવિલ, આર બિંદુ અને પીએ મોહમ્મદે રિયાસે પણ સીએમ પિનારાઈ વિજયન સાથે શપથ લીધા.
4:27 PM, 20 May
જે ચિંચુરાનીએ કાયદા મેટ્રોલૉજી વિજ્ઞાન, ડેરી વિકાસ અને પશુપાલન મંત્રાલયનો હવાલો સંભાળ્યો.
4:25 PM, 20 May
કેએમ બાલાગોપાલે નાણામંત્રી, ડૉ. આર બિંધુએ હાયર એજ્યુકેશન મંત્રી તરીકે શપથ લીધા.
4:12 PM, 20 May
કે રાજને મહેસૂલ મંત્રી તરીકે શપથ લીધા. રોશી ઓગસ્ટીને જળ પરિવહન વિભાગના મંત્રી તરીકે શપથ લીધા. કે ક્રિશ્નામૂર્તિએ ઉર્જા મંત્રી તરીકે શપથ લીધા. એકે શશીન્દ્રને વન મંત્રી તરીકે શપથ લીધા. અહેમદ દેવરકોવિલે બંદરગાહના મંત્રીપદનો હવાલો સંભાળ્યો.
3:44 PM, 20 May
રાજ્યપાલ ખાને પિનારાઈ વિજયનને શપથ લેવડાવ્યા.
3:44 PM, 20 May
પિનારાઈ વિજયને સીએમ પદના શપથ ગ્રહણ કર્યા.
3:38 PM, 20 May
સીએમ પદના ઉમેદવાર પિનારાઈ વિજયન સેન્ટ્રલ સ્ટેડિયમ પહોંચ્યા. તેમણે તેમની કેબિનેટના સભ્યોનુ અભિવાદન ઝીલ્યુ.
3:27 PM, 20 May
થોડી વારમાં શપથ લેશે પિનારાઈ વિજયન.
3:25 PM, 20 May
કેરળના મુખ્યમંત્રી આજે બીજી વાર લેશે શપથ, આ તેમનો બીજો કાર્યકાળ છે.
1:10 PM, 20 May
આજે શપથ ગ્રહણ બાદ મુખ્યમંત્રી સોમવારે મંત્રીઓના વિભાગની ફાળવણી કરશે.
1:09 PM, 20 May
કેરળ
વિજયનની સાથે 21 કેબિનેટ સભ્યો પણ મંત્રીપદના શપથ લેશે.
1:08 PM, 20 May
કેરળ
વિજયનના મંત્રીમંડળમાં કોઈ જૂનો ચહેરો રહેશે નહીં. બધા મંત્રીઓ નવા રહેશે, ભારતીય રાજકારણમાં આ એક અનોખો પ્રયોગ છે.
1:51 PM, 10 May
આસામ
હિમંત બિસ્વા બાદ ભાજપના 10, એજીપીના 2 અને યુપીપીએલના 1 ધારાસભ્યને શપથ અપાવવામાં આવ્યા.
1:49 PM, 10 May
આસામ
પીએમ નરેન્દ્ર મોદીએ બિસ્વાના સીએમ બનવા પર તેમને ટ્વિટર પર અભિનંદન આપ્યા અને કહ્યુ કે, હિંમંત બિસ્વા સરમા અને તેમની આખી ટીમને અભિનંદન આપુ છુ અને આશા રાખુ છુ કે આ ટીમ રાજ્યના વિકાસ માટે કામ કરતી રહેશે.
1:48 PM, 10 May
આસામ
શપથ સમારંભમાં સીએમ પદના ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા અને ગણમાન્ય લોકો હાજર રહ્યા.
1:47 PM, 10 May
આસામ
હિમંત બિસ્વા સરમાએ આસામના મુખ્યમંત્રી તરીકે સીએમ પદના શપથ લઈ લીધા. બિસ્વાને રાજ્યપાલ જગદીશ મુખી દ્વારા શપથ અપાવ્યા.
11:34 AM, 10 May
પશ્ચિમ બંગાળ
આજે પશ્ચિમ બંગાળમાં સોમવારે બંગાળ સરકારના મંત્રીમંડળે શપથ લીધા. તેમાં કુલ 43 મંત્રી શામેલ છે. ડૉ. અમિત મિત્ર અને બ્રાત્ય બસુએ વર્ચ્યુઅલી શપથ લીધા. મમતા બેનર્જી પણ હાજર રહ્યા.
11:03 AM, 10 May
આસામ
મુખ્યમંત્રી મંત્રી તરીકે શપથ લેનાર હિમંત બિસ્વા સરમાએ શપથ ગ્રહણમાં જતા પહેલા દાઉલ ગોબિંદા મંદિર અને કામાખ્યા મંદિરે દર્શન કર્યા.
11:01 AM, 10 May
આસામ
આજે હિમંત બિસ્વા સરમા પણ આસામના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરશે. તેમને રવિવારે સરમાને સર્વસંમતિથી ધારાસભ્ય દળના નેતા ચૂંટવામાં આવ્યા હતા.
10:56 AM, 10 May
પશ્ચિમ બંગાળ
શપથ ગ્રહણ સમારંભમાં મમતા બેનર્જી પણ હાજર.
10:55 AM, 10 May
પશ્ચિમ બંગાળ
મમતા બેનર્જી કેબિનેટના 43 મંત્રીઓએ શપથ લીધી.
10:40 AM, 10 May
પશ્ચિમ બંગાળ
પશ્ચિમ બંગાળમાં કેબિનેટ મંત્રીઓનુ શપથ ગ્રહણ થોડી વારમાં શરૂ થશે.
10:23 AM, 10 May
પશ્ચિમ બંગાળ
સુબ્રત મુખર્જી, પાર્થ ચેટર્જી, ડૉ.માનસ ભુઈયા, સોમેન મહાપાત્ર, અમિત મિત્રા, સપન દેબનાથ, સિદ્દિકુલ્લા ચૌધરી, રથીન ઘોષ, શશિ પાંજા, અરુપ વિશ્વાસ, મલય ઘટક, બ્રાત્ય બસુ, ગુલામ રબ્બાની, સાધન પાંડે, ઉજ્વલ વિશ્વાસ, ચંદ્રનાથ સિંહ, પુલક રાય, જાવેદ ખાન, બંકિમ ચંદ્ર હાજરા, શોભનદેવ ચટ્ટોપાધ્યાય, જ્યોતિપ્રિય મલ્લિક, અરુપ રાય, વિપ્લવ મિત્ર, ફિરહાદ હકીમ કેબિનેટ મંત્રી બનશે.
9:52 AM, 10 May
પશ્ચિમ બંગાળ
અમિત મિત્રા સહિત બે મંત્રી સોમવારે (10મે)ના રોજ વર્ચ્યુઅલ શપથ લેશે. અમિત મિત્રાની તબિયત સારી નથી અને બ્રત્યા બોસ કોરોના સંક્રમિત હતા.
9:20 AM, 10 May
પશ્ચિમ બંગાળ
શપથ ગ્રહણ સવારે 10 વાગીને 45 મિનિટે રાજભવનમાં થશે.
9:19 AM, 10 May
પશ્ચિમ બંગાળ
43 મંત્રીઓમાં 25 જૂના ચહેરા છે અને 18 નવા લોકોને શામેલ કરવામાં આવશે. આ 43માંથી 24 કેબિનેટ મંત્રી હશે, 10 સ્વતંત્ર પ્રભાર(રાજ્યમંત્રી) હશે અને 9 રાજ્યમંત્રીના શપથ લેશે.
9:18 AM, 10 May
પશ્ચિમ બંગાળ
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના મંત્રીમંડળનો આજે શપથ ગ્રહણ સમારંભ છે. મમતા બેનર્જીના મંત્રીમંડળમાં આજે 43 મંત્રી શામેલ થઈ રહ્યા છે.
2:20 PM, 7 May
પુડુચેરી
રંગસામી એકલાએ મુખ્યમંત્રી પદના શપથ લીધા છે.
2:20 PM, 7 May
પુડુચેરી
એન.રંગાસામીએ ચોથી વખત પુડ્ડુચેરીના મુખ્યમંત્રી પદના શપથ લીધા છે. આ પહેલા તેઓ 3 વખત પુડુચેરીના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. કોવિડને કારણે શપથ ગ્રહણ ખૂબ સાદો રાખવામાં આવ્યો હતો.
1:50 PM, 7 May
પુડુચેરી
એન. રંગાસામીએ પુડુચેરીના સીએમ તરીકે શપથ લીધા હતા
READ MORE

English summary
Assembly Election Results 2021 for West Bengal, Assam, Tamil Nadu, Kerala, Puducherry Live Updates in Gujarati
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X