કેન્દ્રીય તપાસ એજન્સીઓના રડાર પર છે કેરળના CMની પુત્રી
કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયનની પુત્રી ટી વીણા પણ કેન્દ્રીય તપાસ એજન્સીઓના રડારમાં આવી ગઈ છે. તેમની આઈટી કંપની સામે કેન્દ્ર સરકાર દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
લોકસભા ચૂંટણીની તૈયારી કરી રહેલી કેરળની સત્તાધારી માર્ક્સવાદી કોમ્યુનિસ્ટ પાર્ટી (CPI-M)ની ચિંતા વધી ગઈ છે. કોર્પોરેટ બાબતોના મંત્રાલયે ખાનગી ખાણકામ કંપની અને વીણાની IT કંપની વચ્ચે નાણાકીય વ્યવહારની ફરિયાદોની તપાસનો આદેશ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં દક્ષિણ રાજ્યમાં એક મોટો રાજકીય વિવાદ ઉભો કર્યો હતો.

અધિકારીઓએ પુષ્ટિ કરી કે, કોર્પોરેટ બાબતોના મંત્રાલયના મહાનિર્દેશકની ઓફિસમાં સંયુક્ત નિર્દેશક દ્વારા તપાસનો આદેશ આપવામાં આવ્યો છે. આ ઓફિસ કોર્પોરેટ બાબતોના મંત્રાલય હેઠળ આવે છે.
સંયુક્ત નિર્દેશક મોહમ્મદ શકીલે મોકલેલા સંદેશાઓ અથવા ફોન કોલ્સનો જવાબ આપ્યો ન હતો. આ દરમિયાન વિપક્ષ કોંગ્રેસે આ મુદ્દે સીપીઆઈ(એમ) રાજ્ય નેતૃત્વ પાસેથી સ્પષ્ટતા માંગી છે. જોકે, સીપીઆઈ(એમ) રાજ્ય સચિવાલય, જેણે થોડા મહિના પહેલા ખનિજ કંપની અને વીણાની આઈટી કંપની વચ્ચેના નાણાકીય વ્યવહારોનો બચાવ કરતા એક અખબારી નિવેદન બહાર પાડ્યું હતું, તે કેન્દ્રીય તપાસનો જવાબ આપવાનું બાકી છે.












Click it and Unblock the Notifications
