For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કીચડમાં સૂઈને આ કપલે કરાવ્યુ પોસ્ટ વેડિંગ ફોટોશૂટ, જુઓ વાયરલ Pics

અલગ અલગ કપડામાં સુંદર જગ્યાઓએ ક્રિએટિવિટી સાથે ફોટો પડાવવો હવે દરેક કપલની ઈચ્છા હોય છે પરંતુ કેરળના એક કપલે હાલમાં જ પોસ્ટ વેડિંગ ફોટોશૂટ કરાવ્યુ છે જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયુ છે.

|
Google Oneindia Gujarati News

આજકાલ પ્રી-વેડિંગ અને પોસ્ટ વેડિંગ ફોટોશૂટ કરાવવાનો ક્રેઝ ખૂબ જ વધી રહ્યો છે. લગ્ન દરમિયાન યાદોને તાજી રાખવા માટે વરરાજા-વરવધુ અનોખા અંદાજમાં ફોટો શૂટ કરાવે છે. એટલુ જ નહિ તે સારા લોકેશન માટે ટ્રાવેલ પણ કરે છે. અલગ અલગ કપડામાં સુંદર જગ્યાઓએ ક્રિએટિવિટી સાથે ફોટો પડાવવો હવે દરેક કપલની ઈચ્છા હોય છે પરંતુ કેરળના એક કપલે હાલમાં જ પોસ્ટ વેડિંગ ફોટોશૂટ કરાવ્યુ છે જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયુ છે. હા, કપલે કીચડમાં આળોટીને પોસ્ટ વેડિંગ શૂટ કરાવ્યુ છે.

કપલ હંમેશા કંઈક અલગ ઈચ્છે છે એટલા માટે કંઈક અલગ કર્યુ

કપલ હંમેશા કંઈક અલગ ઈચ્છે છે એટલા માટે કંઈક અલગ કર્યુ

કપલના આ મડ થીમ ફોટોશૂટને બીનુ સીન્સ વેડિંગ કંપનીએ કર્યુ. ફોટોગ્રાફરનુ કહેવુ છે કે કપલ હંમેશા ફોટોશૂટની માંગ કરે છે એટલે અમે કંઈક અલગ કરવાનુ વિચાર્યુ. અંગ્રેજી વર્તમાનપત્ર હિંદુસ્તાન ટાઈમ્સ સાથે વાતચીતમાં કંપનીના માલિક બીનુ સીન્સે કહ્યુ, ‘મે આ થીમ (મડ લવ)ને એટલા માટે પસંદ કરી કારણકે હું ચિત્રોની વિવિધ શૈલીને કેપ્ચર કરુ છુ. મોટાભાગે અમારા ગ્રાહક રોમેન્ટીક ફોટાની અપેક્ષા રાખે છે જે લાંબા સમય સુધી તેમની દિમાગ રહે છે. વેડિંગ ફોટોગ્રાફી ઈન્ડસ્ટ્રીમાં ક્યારેય મડ લવ થીમનો ઉપયોગ થયો નહોતો, અમે પહેલી વાર આનો પ્રયત્ન કર્યો. ફોટોને કેરળની સુંદરતામાં કેદ કરવામાં આવ્યા છે.'

વરરાજા નેતા તો વરવધુ વ્યવસાયે નર્સ

વરરાજા નેતા તો વરવધુ વ્યવસાયે નર્સ

કપલનુ નામ જોસ અને અનીશા છે. તેમના સુંદર ફોટા સોશિયલ મીડિયા પર છવાયેલા છે. બીનુ સીન્સે ફેસબુક પર આ ફોટાને શેર કર્યા છે. જોસ એક નેતા છે અને અલીશા યુકેમાં નર્સ છે. ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર ફોટા શેર કરવામાં આવી રહ્યા છે. આ પોસ્ટ પર અત્યાર સુધી 200થી વધુ શેર્સ અને 800થી વધુ લાઈક્સ આવી ચૂકી છે.

આ પણ વાંચોઃ મલાઈકાએ સુપર હૉટ યોગા સાથે Video પોસ્ટ કરી કહ્યુ, ‘પોતાની સીમાથી આગળ'આ પણ વાંચોઃ મલાઈકાએ સુપર હૉટ યોગા સાથે Video પોસ્ટ કરી કહ્યુ, ‘પોતાની સીમાથી આગળ'

આ રીતના આવી રહ્યા છે રિએક્શન

આ રીતના આવી રહ્યા છે રિએક્શન

ઘણા લોકોએ આ ફોટો પર પોતાના રિએક્શન આપ્યા છે. એક યુઝરે લખ્યુ, ‘મને તમારા પર ગર્વ છે બીનુ, શાનદાર ફોટોગ્રાફી કરી.' વળી, એક અન્ય યુઝરે લખ્યુ, ‘અલગ કૉન્સેપ્ટ અને શાનદાર ક્લિક્સ. જોઈને મઝા આવી ગઈ.'

English summary
Kerala Couple's post Wedding Photoshoot in Mud Leaves social media in Splits.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X