For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેરળ વિમાન દૂર્ઘટનાઃ મૃતકોના પરિવારને 10-10 લાખની મદદ કરશે વિજયન સરકાર

કેરળ સરકારે દૂર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને 10-10 લાખની આર્થિક મદદનુ એલાન કર્યુ છે.

|
Google Oneindia Gujarati News

કેરળના કોઝિકોડમાં શુક્રવારે સાંજે થયેલ વિમાન દૂર્ઘટનામાં અત્યાર સુધી 18 મુસાફરોના મોત થઈ ચૂક્યા છે. કેરળ સરકારે દૂર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને 10-10 લાખની આર્થિક મદદનુ એલાન કર્યુ છે. કેરળના સીએમ પિનારાઈ વિજયને શનિવારે આની માહિતી આપી છે. સીએમ ઑફિસ તરફથી કહેવામાં આવ્યુ છે કે આ દૂર્ભાગ્યપૂર્ણ વિમાન દૂર્ઘટનામાં ઘાયલ બધા લોકોનો ઈલાજનો ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવશે. ભલે તે સરકારી હોસ્પિટલ હોય કે ખાનગી. સીએમ ઑફિસ તરફથી એ પણ જણાવવામાં આવ્યુ કે આ ફ્લાઈટમાં જે પણ લોકો સવાર હતા તેમનો કોરોના ટેસ્ટ થશે. મૃતકોનો પણ કોરોના ટેસ્ટ થશે. અત્યાર સુધી જેટલા ટેસ્ટ થયા છે તેમાંથી એક રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે.

keral

કેરળના મુખ્યમંત્રી પિનારાઈ વિજયને આજે હોસ્પિટલની મુલાકાત લીધી જ્યાં ઘાયલોનો ઈલાજ ચાલી રહ્યો છે. સીએમ બધા ઘાયલોને મળ્યા અને તેમના ખબર પૂછી, સાથે જ તેમણે ઘાયલો અને મૃતકોના પરિવારજનોને દરેક સંભવ મદદનુ વચન આપ્યુ. તેમણે કહ્યુ કે આ દૂર્ઘટના ગંભીર રીતે હચમચાવી દેનારી છે. રાજ્ય સરકાર આ દુઃખની ઘડીમાં દરેક પીડિતો સાથે ઉભી છે અને કોઈની પણ મદદથી પીછેહટ નહિ કરે.

ઉલ્લેખનીય છે કે આ પહેલા કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી હરદીપ સિંહ પૂરીએ પણ કેરળ પહોંચીને ઘટના સ્થળની મુલાકાત લીધી. રાહત અને બચાવ કાર્યની નિરીક્ષણ કર્યુ. તેમણે દૂર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને સંવેદના પ્રગટ કરીને કહ્યુ કે તે દૂર્ઘટનામાં માર્યા ગયેલા 18 લોકોના પરિવારને શોક સંવેદના પ્રગટ કરે છે. વળી, તેમણે મૃતકોના પરિવારજનોને 10 લાખ રૂપિયા, ગંભીર રીતે ઘાયલોન 2 લાખ રૂપિયા અને સામાન્ય ઈજા ધરાવનારને 50 હજારનુ વળતર આપવાનુ એલાન કર્યુ.

Video: ગુજરાતની કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ, દૂર સુધી ફેલાયા ધૂમાડાVideo: ગુજરાતની કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ, દૂર સુધી ફેલાયા ધૂમાડા

English summary
kerala plane crash CM announced 10 lakh compensation to the family of dead person.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X