એક્ઝિટ પોલ જોઇ ફોઇ યાદ આવ્યા, પરિણામ જોઇ નાની યાદ આવશે"
ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના પરિણામો અંગે ટિપ્પણી કરતાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ કેશવ પ્રસાદ મૌર્યએ ટ્વીટ કર્યું છે, એક્ઝિટ પોલ જોઇ કેટલાક લોકોને ફોઇ યાદ આવ્યા, પરિણામ જોઇને નાની યાદ આવશે.
યુપીમાં ભાજપ ના અધ્યક્ષ તથા ફૂલપુરના સાંસદ કેશવ પ્રસાદ મૌર્યએ વિધાનસભા ચૂંટણી પરિણામો અંગે ટિપ્પણી કરી છે. કેશવે એક્ઝિટ પોલ આવ્યા બાદ મોડી રાતે સોશિયલ મીડિયા થકી રાજકારણીય પક્ષો પર નિશાન સાધ્યું હતું. કેશવ મૌર્યએ સપા, કોંગ્રેસ અને બસપા પર નિશાન સાધતાં ઘણા ટ્વીટ કર્યાં હતા. કેશવે લખ્યું હતું કે, 'એક્ઝિટ પોલ જોઇને લોકોને ફોઇ યાદ આવી રહી છે, પરિણામો જોઇને ઘણાને નાની યાદ આવી જશે.'

'યુપી મોદીજી અને ભાજપમય થઇ ગયું છે, કમળ ખીલશે.' તેમણે આગળ કહ્યું કે, 'મને પ્રદેશના મતદારો અને ભાજપના કાર્યકર્તાઓ પર સંપૂર્ણ વિશ્વાસ છે કે તેઓ ભાજપ સરકાર બનાવશે. જનતાએ સપા, બસપા અને કોંગ્રેસની તિકડીને સુશાસન અને વિકાસના મુદ્દે નકારી કાઢી છે.'
અનેક વાર થયું રિ-ટ્વીટ
એક તરફ કેશવ પ્રસાદ મૌર્ય એક પછી એક ટ્વીટ કરી રહ્યાં હતા અને બીજી બાજુ તેમના સમર્થકો સતત આ ટ્વીટ રિ-ટ્વીટ કરી રહ્યાં હતા. જેનાથી ઉત્સાહિત થઇ કેશવ પોતાના નિવેદનોમાં વધુ ને વધુ કટાક્ષ ઉમેરતા ગયા. આખી રાત તેમના ટ્વીટ ચર્ચાનું કેન્દ્ર બની રહ્યાં અને સવાર સુધીમાં થેયલા અનેક રિ-ટ્વીટને કારણે યુપીનું રાજકારણીય વાતાવરણ વધુ ગરમાયું.
સપા પરાજિત, ભાજપનો વિજય
કેશવ મૌર્યએ અન્ય એક ટ્વીટમાં લખ્યું, બસપા સાથે ગઠબંધનનો સંકેત આપીને મુખ્યમંત્રી અખિલેશ યાદવે પહેલા જ સપાના પરાજય અને ભાજપના વિજયનો સ્વીકાર કરી લીધો છે. સપા પરાજિત થઇ ચૂકી છે અને ભાજપનો વિજય થયો છે.












Click it and Unblock the Notifications
