For Quick Alerts
For Daily Alerts
આત્મહત્યા કેસ: વિજય માલ્યાની સામે થઇ શકે છે કેસ
નવી દિલ્હી, 8 ઓક્ટોબર: કિંગફિશર એરલાઇંસના કર્મચારીની પત્નીની આત્મહત્યા કેસમાં રાષ્ટ્રિય માનવ અધિકાર પંચે સોમવારે એરલાઇંસના માલિક વિજય માલ્યા સામેની અરજી મંજૂર કરી લીધી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે કિંગફિશર એરલાઇંસના એક કર્મચારીની પત્નીએ આર્થિક સંકળામણના કારણે ગુરૂવારે આત્મહત્યા કરી હતી. કિંગફિશરના એરલાઇંસના કર્મચારીયોને છેલ્લા 6 મહિનાથી પગાર મળ્યો નથી. મહિલાએ સુઇસાઇડ નોટમાં ઘણા વખતથી પગાર નહીં થવાને આત્મહત્યાનું કારણ બતાવ્યું હતુ.
આર્થિક સંકળામણમાંથી પસાર થઇ રહેલી વિમાન કંપની કિંગફિશરના એક કર્મચારીની પત્નીએ ગુરૂવારે પંખાથી લટકીને પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું. આ મહિલા પોતાના પતિને ઘણા વખતથી પગાર નહીં મળવાના કારણે ઘણી ડિપ્રેશનમાં આવી ગઇ હતી.
જોકે સમગ્ર ઘટના અંગે માનવ અધિકાર પંચે અરજી મંજૂર કરીને એરલાઇંસના માલિક વિજય માલ્યા સામે કેસ દાખલ કરવાની કવાયત શરૂ કરી દીધી છે.