For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જુઠ્ઠા, ભષ્ટ્રાચારી અને ચાલબાઝ છે ખુર્શીદ: આઇએસી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

salman-khurshid
નવી દિલ્હી, 15 ઑક્ટોબર: આજતક ચેનલના ખુલાસા અને કેજરીવાલના ધરણાં બાદ નાટકીયરૂપમાં સામે આવેલા સલમાન ખુર્શીદે પ્રેસ કોન્ફરન્સ દ્રારા યોજી પોતાની સફાઇ રજૂ કરી હતી. સલમાન ખુર્શીદે પોતાના અંગે કશું કહેતાં પહેલાં કહ્યું હતું કે ભષ્ટ્રાચારના આરોપો તેમના પર લાગ્યાં છે તેમની પાર્ટી પર નહીં માટે જે પણ કહેવું હોય તે તેમને કહેવામાં આવે યૂપીએ સરકાર અંગે કોઇ ટીકા-ટિપ્પણી કરવામાં આવે નહી.

યૂપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી માટે મોતને પણ વહાલું કરનાર સલમાન ખુર્શીદે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું હતું કે તેમના અંગેનો નિર્ણય તેમની પાર્ટી લેશે અને પાર્ટી કે પણ કહશે તે કરશે, પાર્ટીનો હુકમ માન્ય ગણવામાં આવશે. આ અંગે ઇન્ડિયા અગેન્ટ કરપ્શનના કાર્યકર્તાઓએ પ્રશ્ન પૂછ્યો હતો કે તેમના દ્રારા કરવામાં આવેલા કાર્યો સાથે કોંગેસને કશું જ લેવાદેવા નથી તો પછી આ અંગે પાર્ટી શું કામ પગલાં ભરે?

આ વાત પરથી સ્પષ્ટ થાય છે કે ખુર્શીદ વાતમાં સંપૂર્ણ સત્ય નથી અને તે પોતાની વાત સ્પષ્ટ કરી શકતા નથી આથી સ્પષ્ટ થાય છે કે તે સાચા નથી. એક વ્યક્તિને મીડિયા સમક્ષ રજૂ કરીને પોતાની પ્રશંસા કરીને તે પોતાની અસલિયત છુપાવી શકે નહી. તે ખોટી વસ્તુઓ દ્રારા લોકોને ગેરમાર્ગે દોરી રહ્યાં છે. હવે સલમાન ખુર્શીદે પોતાનું પદ છોડવું પડશે કે પછી બધાની સમક્ષ પોતાને ભષ્ટ્રાચારી કહેડાવવા પડશે.

ઉલ્લેખનીય છે કે રવિવારે સલમાન ખુર્શીદે પ્રેસ કોન્ફરન્સ યોજીને પોતાના ટ્રસ્ટ વિશે સ્પષ્ટયા કરી છે અને કહ્યું છે કે આજતકનું સ્ટિંગ ઓપરેશન સંપૂર્ણ ખોટું છે. તેમના ટ્રસ્ટ દ્રારા 77 લાખ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યાં છે અને તેમને કોઇ ગોટાળા કર્યાં નથી. પરંતુ તેમની પાસે કોઇ વિકલ્પ નથી માટે તે આજતકના વિરૂદ્ધમાં કોર્ટમાં ગયા છે. સલમાન ખુર્શીદે આજતક પર 100 કરોડનો માનહાનિનો દાવો લગાવ્યો છે.

English summary
Salman Khurshid is Liar,corrupt and Cheater Politician said India Against Corruption After Khurshid Press Conference.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X