યુપીના 17 જિલ્લાઓમાં વિકલાંગ કલ્યાણના કાર્યાલયોમાં દરોડા

રવિવારે સલમાન ખુર્શીદ અને તેમની પત્ની લુઇસ ખુર્શીદે આપેલી સફાઇ બાદ કેજરીવાલે સોમવારે ફરીથી તેમની પર પ્રહારો કર્યા છે. કેજરીવાલે જણાવ્યું કે ખુર્શીદે જે તસવીરો બતાવી છે ખોટી છે. સાથે સાથે તેમણે એવો પણ આરોપ લગાવ્યો હતો કે ખુર્શીદે રવિવારે લોકોને સામાન વહેંચ્યો હતો.
કેજરીવાલે પોતાની પ્રેસ કોન્ફરન્સમાં ઘણા સામાજિક કાર્યકરોની સાથે આસપાસના કેટલાંક વિકલાંગોને પણ મંચ પર બોલાવ્યા હતા. પોતાની ટીમ દ્વારા કરાયેલા સર્વેના આધારે કેજરીવાલે ખુર્શીદ પર આક્ષેપ કર્યો હતો કે તેમની સંસ્થાએ 2 મૃત લોકોને પણ લાભાર્થી બનાવી દીધા છે. તેમણે જણાવ્યું કે જે બહેરા નથી તેમને પણ કાનના મશીન આપવામાં આવ્યા હતા, જેની સામે કેજરીવાલે એક વિકલાંગ વ્યક્તિને પણ મંચ પર બોલાવ્યો હતો, જેણે જણાવ્યું કે કોઇ કેમ્પનું આયોજન કરાયું નથી અને મને કોઇ લાભ મળ્યા નથી.
કેજરીવાલે મીડિયા રિપોર્ટના અહેવાલ અનુસાર જણાવ્યું કે બુલંદશહેરમાં કોંગ્રેસના નેતાઓએ વિકલાંગોની પરેડ કરાવી હતી અને દાવો કર્યો હતો કે ખુર્શીદની એનજીઓએ આ વિકલાંગોને એક વર્ષ પહેલા ટ્રાઇ સાયકલની વહેંચણી કરવામાં આવી હતી. જોકે પરેડમાં ભાગ લેનાર એક લાભાર્થીએ જણાવ્યું કે તેમને એક વર્ષ પહેલા નહી પણ રવિવારે સવારે જ આ સાયકલ આપવામાં આવી છે.
યુપીના 17 જિલ્લાઓમાં વિકલાંગ કલ્યાણના કાર્યાલયોમાં દરોડા
ઉત્તરપ્રદેશના 17 જિલ્લાઓમાં વિકલાંગ કલ્યાણના કાર્યાલયોમાં દરોડા પાડીને જરૂરી તપાસ હાથ ધરી છે. ઉત્તરપ્રદેશના ઇકોનોમિક ઓફેંસેસ વિંગે ખુર્શીદના ટ્રસ્ટ પર લાગેલા આરોપને પગલે આ દરોડા પાડ્યા છે. જોકે આ દરોડમાં અન્ય ટ્રસ્ટોની પણ તપાસ થઇ શકે છે.
ખુર્શીદ અને તેમના પત્ની પ્રધાનમંત્રીને મળશે
ખુર્શીદ અને તેમના પત્ની લુઇશ ખુર્શીદ આજે પ્રધાનમંત્રી મનમોહનસિંહની આ અંગે મુલાકાત કરવાના છે. તેઓ તેમના ટ્રસ્ટ પર લાગેલા આરોપો અંગે પ્રધાનમંત્રીની મુલાકાત કરવાના છે.












Click it and Unblock the Notifications
