કિંગફિશર સોમવારે કર્મચારી પ્રતિનિધિઓ સાથે બેઠક યોજશે

આ અંગે એરલાઇન્સના સૂત્રોએ જણાવ્યું કે કંપનીના સીઇઓ સંજય અગ્રવાલે પત્ર લખીને કર્મચારીઓને બેઠકમાં ભાગ લેવા માટે જણાવ્યું છે. કર્મચારીઓ છેલ્લા 7 મહિનાથી બાકી વેતન ચૂકવી દેવા મુદ્દે હડતાલ પર છે. કર્મચારીઓએ જણાવ્યું છે કે તેમનો બાકીનું બાકી વેતન તેમને ચૂકવાશે પછી જ તેઓ કામ ઉપર આવશે.
કર્મચારીઓની વેતનની માંગણીને જ પગલે કિંગફિશરના મેનેજમેન્ટને વારંવાર તેની સેવાઓ રદ કરવાની ફરજ પડી રહી છે. કિંગફિશરે હડતાલને કારણે ફ્લાઇટ રદ થયા બાદ 28 સપ્ટેમ્બરે 4 ઑક્ટોબર સુધી કામગીરી બંધ રાખવાની જાહેરાત કરી હતી. ત્યાર બાદ તેને 12 ઑક્ટોબર સુધી લંબાવવામાં આવી હતી. છેલ્લે કંપનીએ આ તારીખ 20 ઑક્ટોબર સુધી લંબાવી છે.












Click it and Unblock the Notifications
