
ભાગેડુ વિજય માલ્યાને ઝટકો, લંડનની અદાલતે ફગાવી પ્રત્યાર્પણ સામેની અરજી
ભાગેડુ લિકર કિંગ વિજય માલ્યાને લંડનની હાઈકોર્ટે મોટો ઝટકો આપ્યો છે. લંડનની અદાલતે વિજય માલ્યાની ભારત પ્રત્યાર્પણ સામે કરેલ અરજીને ફગાવી દીધી છે. લંડનની હાઈકોર્ટમાં માલ્યાની પ્રત્યાર્પણ સામેની કરેલ અરજી ફગાવીને તેને ઝટકો આપ્યો છે.
ભારતીય બેંકોને 9000 કરોડ રૂપિયા લઈને ભાગી ગયેલ કિંગફિશરના માલિક માલ્યાને લંડનની અદાલતમાં ભારતમાં પ્રત્યાર્પણનના વિરોધમાં અરજી કરી હતી જેના આજે કોર્ટે ફગાવી દીધી. 64 વર્ષના વિજય માલ્યાએ આ વર્ષે ફેબ્રુઆરીમાં ભારતમાં પોતાના પ્રત્યાર્પણ સામે લંડનની ઉચ્ચ અદાલતમાં અપીલ કરી હતી. આના પર આજે ચુકાદો આવ્યો છે જે માલ્યાના પક્ષમાં ન આવ્યો.
લંડન રૉયલ કોર્ટમાં લૉર્ડ જસ્ટીસ સ્ટીફન ઈરવિન અને જસ્ટીસ એલિઝાબેઝ લિંગે પોતાનો ચુકાદો સંભળાવતા માલ્યાની અપીલ ફગાવી દીધી. આ ચુકાદા સાથે જ ભાગેડુ ઘોષિત કરવામાં આવી ચૂકેલ લિકર વેપારી વિજય માલ્યાની કોશિશો નિષ્ફળ ગઈ છે. વળી, આ ચૂકાદા બાદ હવે માલ્યાના પ્રત્યાર્પણ પર અંતિમ ચુકાદો ત્યીં ગૃહ સચિવ પ્રીતિ પટેલ પાસે જશે. તમને જણાવી દઈએ કે માલ્યાએ હાલમાં જ ટ્વિટ કરીને માહિતી આપી હતી કે તે બેંકોને પૈસા ચૂકવવા ઈચ્છે છે.
United Kingdom Court dismisses Vijay Mallya’s appeal for extradition to India. https://t.co/GMd65qgzOM pic.twitter.com/ghsb9Du1OY
— ANI (@ANI) April 20, 2020
આ પણ વાંચોઃ પાલઘર ઘટના પર CM ઉદ્ધવઃ આ સાંપ્રદાયિક મામલો નથી, અફવા ફેલાવનાર પર થશે કાર્યવાહી