કિન્નર મહામંડલેશ્વર પીએમ મોદી સામે નહિ લડે ચૂંટણી? હિમાંગી સખીએ કહ્યુ - અમારી સાથે ચીટિંગ થયુ
Kinnar Mahamandaleshwar Himangi Sakhi Lok Sabha election 2024: કિન્નર મહામંડલેશ્વર હિમાંગી સાખી હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે ચૂંટણી નહીં લડે કારણ કે અખિલ ભારતીય હિંદુ મહાસભાએ નિર્ણય પાછો ખેંચી લીધો છે. સંત મહાસભાના રાષ્ટ્રીય અધ્યક્ષ સ્વામી ચક્રપાણી મહારાજે એક વીડિયો જાહેર કરીને આ માહિતી આપી છે.
કિન્નર મહામંડલેશ્વર હિમાંગી સાખી કહે છે કે તેcની સાથે જૂઠું બોલવામાં આવ્યું હતું અને છેતરપિંડી કરવામાં આવી હતી. અખિલ ભારત હિંદુ મહાસભા દ્વારા નિર્ણય પાછો ખેંચી લીધા બાદ આગળ શું કરવું તે અંગે હાલ હિમાંગી સખી દ્વારા કોઈ માહિતી આપવામાં આવી નથી, આથી તે હવે ચૂંટણી નહીં લડે તેવી ચર્ચા છે.

જો કે, કેટલાક લોકો એવું પણ કહી રહ્યા છે કે અખિલ ભારત હિંદુ મહાસભા દ્વારા નિર્ણય પાછો ખેંચાયા બાદ કિન્નર મહામંડલેશ્વર હિમાંગી સાખી અન્ય પાર્ટી અથવા અપક્ષમાંથી પણ ચૂંટણી લડી શકે છે.
આ સંદર્ભે એક વીડિયો જાહેર કરીને સ્વામી ચક્રપાણી મહારાજે જણાવ્યું હતું કે, "તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સન્માનમાં એક પગલું છે. તેમણે વડાપ્રધાન પીવી નરસિમ્હા રાવની ચૂંટણીનો પણ ઉલ્લેખ કર્યો હતો. વૈચારિક મતભેદો હોવા છતાં, આવા નિર્ણયો લોકશાહી તરફ એક સમ્માનુ પગલુ છે. તેથી, હું માનું છું કે દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી કે જેમના કાર્યકાળમાં કલમ 370 નાબૂદ કરવામાં આવી હતી અને શ્રી રામ મંદિરનું નિર્માણ થયું હતું, તો આપણા બધાની ફરજ છે કે તમામ રાજકીય પક્ષોએ વૈચારિક મતભેદો હોવા છતાં તેમના ઉમેદવારો પાછા ખેંચવા જોઈએ.''
સ્વામી ચક્રપાણી મહારાજે એમ પણ કહ્યું કે, ''અમે શ્રી રામ મંદિર કેસમાં મુખ્ય પક્ષકાર હતા, પરંતુ અમને ન તો રામ મંદિર ટ્રસ્ટમાં રાખવામાં આવ્યા કે ન તો આમંત્રણ આપવામાં આવ્યું. અમે ઘણું સહન કર્યું પરંતુ તેમ છતાં, જ્યારે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના સન્માનની વાત આવે છે, ત્યારે અમારી બધી ફરિયાદો બહુ નાની થઈ જાય છે, આપણી ફરજ છે કે આપણે નાની નાની બાબતોને ભૂલી જઈએ અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીનું સમ્માન કરીને તેમને બિનશરતી ટેકો અને સમર્થન આપવુ જોઈએ.''
ટિકિટ પાછી ખેંચી લીધા બાદ હિમાંગી સાખીએ સોશિયલ સાઈટ X પર લખ્યું કે, 'તેમને ખોટું બોલીને ચૂંટણી મેદાનમાં ઉતરવામાં આવ્યા છે. તેમની સાથે છેતરપિંડી થઈ હોવાનું પણ તેમણે લખ્યું છે. આ સાથે, તેમણે 2 એપ્રિલ 2024ના રોજ જાહેર કરાયેલા ભારતીય ચૂંટણી પંચ સચિવાલય તરફથી એક પત્ર પણ શેર કર્યો છે.
स्वामी चक्रपाणि ने देश की सभी पार्टियों से अपील की है कि प्रधानमंत्री मोदी का सम्मान करते हुए अपने-अपने प्रत्याशी चुनाव मैदान से हटा लें।
— Mukesh Mathur (@mukesh1275) April 16, 2024
...क्या महान संस्कार और मूल्य हैं।#sarcasm #chakrpani #Election2024
pic.twitter.com/sExjd9DMxs












Click it and Unblock the Notifications
