For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કમલેશ તિવારી મર્ડર કેસ: પત્ની કીરણ તિવારીએ સંભાળી પાર્ટીની કમાન

હિન્દુ સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ કમલેશ તિવારીની હત્યા બાદ તેમની પત્ની કિરણ તિવારીને પાર્ટીની કમાન સંભાળી છે. તેમને હિન્દુ સમાજ પાર્ટીના નવા અધ્યાય જાહેર કરવામાં આવ્યા છે.

|
Google Oneindia Gujarati News

હિન્દુ સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ કમલેશ તિવારીની હત્યા બાદ તેમની પત્ની કિરણ તિવારીને પાર્ટીની કમાન સંભાળી છે. તેમને હિન્દુ સમાજ પાર્ટીના નવા અધ્યાય જાહેર કરવામાં આવ્યા છે. તમને જણાવી દઇએ 18 ઓક્ટોબરે અશ્ફાક અને મોઈનુદ્દીને હિન્દુ સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ કમલેશ તિવારીનુ ગળું દબાવીને હત્યા કરી હતી. તમને જણાવી દઈએ કે બંને હત્યારાઓને ATS દ્વારા ગુજરાત-રાજસ્થાન બોર્ડરથી ધરપકડ કરવામાં આવી હતી.

Kiran Tiwari

કમલેશ તિવારીની હત્યા બાદ હવે તેમની પત્નીને પાર્ટીના નવા પ્રમુખ બનાવવામાં આવ્યા છે. કિરણ તિવારીએ પતિની જવાબદારી સંભાળીને હિન્દુ સમાજ પાર્ટીનું અધ્યક્ષ પદ સંભાળ્યું છે. આપને જણાવી દઈએ કે હિન્દુ સમાજ પાર્ટીએ લખનઉના યુપી પ્રેસ ક્લબ ખાતે શનિવારે બપોરે 2 થી સાંજના 4 વાગ્યે એક પ્રેસ કોન્ફરન્સ બોલાવી છે, જેને કિરણ તિવારી સંબોધન કરશે. અગાઉ કિરણ તિવારીએ પતિની હત્યા બાદ સીએમ યોગી આદિત્યનાથને મળ્યા હતા અને હત્યારાઓને ફાંસીની સજાની માંગ કરી હતી.

સરકારે કરી 15 લાખ રૂપિયાની મદદ

કમલેશ તિવારીની હત્યા બાદ રાજ્ય સરકારે મૃતકના પરિવારને 15 લાખ રૂપિયાની આર્થિક સહાય આપી છે. મુખ્યમંત્રીએ જારી કરેલા આ નિર્દેશમાં એમ કહેવામાં આવ્યું છે કે તેમની પત્નીને 15 લાખ રૂપિયાની આર્થિક સહાય ઉપરાંત સીતાપુરમાં તેમને રહેવાની સુવિધા આપવામાં આવી છે. તેમજ ધરપકડ કરાયેલા હત્યારાઓ સામે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ઝડપી સુનાવણી અને કાવતરામાં સામેલ આરોપી સામે કાર્યવાહી કરવા પણ કહેવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: મહારાષ્ટ્ર: શિવસેના સાથે મળી સરકાર રચવાના પ્રશ્નનો કોંગ્રેસ અધ્યક્ષે આ આપ્યો જવાબ

English summary
kiran wife of former hindu samaj party president kamlesh tiwari declared the new party president
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X