કેન્દ્રના કૃષિ કાનૂન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચ્યું કિસાન યૂનિયન
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાનૂન વિરુદ્ધ પાછલા 16 દિવસથી દિલ્હીની બોર્ડર પર ચાલી રહેલા વિરોધ પ્રદર્શન વચ્ચે ભારતીય કિસાન યૂનિયને સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા છે. ભારતીય કિસાન યૂનિયને પોતાની અરજીમાં કહ્યું કે આ કાનૂનો દ્વારા દેશના ખેડૂતો કોર્પોરેટની લાલચમાં ભેટ ચડી જશે. અગાઉ ભારતીય કિસાન યૂનિયનના પ્રવક્તા રાકેશ ટિકૈતે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે સરકાર અને ખેડૂત બંનેએ પીછે હટ કરવી પડશે. ટિકૈતે કહ્યું કે સરકાર કાનૂન પરત લે અને ખેડૂતો પોતાના ઘરે ચાલ્યા જાય.
જણાવી દઈએ કે ગત 26 નવેમ્બરથી પંજાબ, હરિયાણા અને પશ્ચિમી ઉત્તર પ્રદેશના ખેડૂતો વિશાળ સંખ્યામાં દિલ્હીની બોર્ડર પર કૃષિ કાનૂનની વિરુદ્ધ પ્રદર્શન કરી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે કેન્દ્ર સરકારના નવા કાનૂન સંપૂર્ણતઃ ખેડૂત વિરોધી છે અને તે તરત જ રદ્દ કરવા જોઈએ. સરકાર સતત આ વાત કહી રહી છે કે તેઓ આ કાનૂનમાં સંશોધન માટે તૈયાર છે, પરંતુ રદ્દ નહિ કરે. બુધવારે સરકારે કાનૂનોમાં સંશોધન સંબંધી લેખિત પ્રસ્તાવ પણ કિસાન સંગઠન પાસે મોકલ્યો હતો, જેને ખેડૂતોએ ઠુકરાવી દીધો. સરકાર અને ખેડૂત સંગઠન વચ્ચે અત્યાર સુધી પાંચ તબક્કાની વાતચીત થઈ ચૂકી છે.
ખેડૂત આંદોલનઃ કૃષિ મંત્રીએ ફરીથી કરી પહેલ, પ્રસ્તાવ પર વાતચીત કરવા માટે તૈયાર
જ્યારે શુક્રવારે કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તમરે ફરી એકવાર ખેડૂતોને આંદોલન ખતમ કરવાની અપીલ કરી છે. નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું કે, આંદોલનથી સામાન્ય લોકો પણ પરેશાન થાય છે. દિલ્હીના લોકો પરેશાનીઓનો સામનો કરી રહ્યા છે. માટે ખેડૂતોએ સામાન્ય લોકોના હિતમાં પોતાનું આંદોલન સમાપ્ત કરવું જોઈએ અને વાતચીતના માધ્યમથી આ મુદ્દો ઉકેલવો જોઈએ. ખુદ વડાપ્રધાન આ વિશે વાત કરતા રહ્યા કે આ એમએસપી જાહેર થશે અને કોઈએપણ આ બાબતે ચિંતા કરવાની જરૂરત નથી.