For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તમે પણ જાણો, જમ્મૂ-કાશ્મીરમાં લાગુ ધારા 370 અંગે

|
Google Oneindia Gujarati News

બેંગ્લોર, 28 મેઃ આજે ફરી એકવાર રાજકારણમાં ધારા 370ને લઇને વિવાદ ખડો થઇ ગયો છે. કોઇ તેની તરફેણમાં બોલી રહ્યું છે તો કોઇ વિરોધ કરવાના પર્યાપ્ત આધારો સાથે વિરોધ નોંધાવી રહ્યું છે. કોઇને લાગે છેકે સંવિધાનની આ ધારામાં સંશોધન થવું જોઇએ તો કોઇને તે ચર્ચાનો મુદ્દો લાગે છે.

kashmir
પરંતુ આપણામાંથી ઘણા લોકોને ખબર નથી કે ધારા 370 શું છે, જે સમયાંતરે લોકોની ચર્ચાનું અને વિરોધનું કારણ બની જાયછે, જેના કારણે ધરતીનું સ્વર્ગ કહેવાતા કાશ્મીરને લઇને લોકો વચ્ચે લડાઇ થવા લાગે છે. તો ચાલો તમને જણાવીએ કે ધારા 370 શું છે? જે દેશના વિશેષ રાજ્ય કાશ્મીરમાં લાગુ છે.

1- જમ્મૂ-કાશ્મીરના નાગરીકો પાસે બેવડી નાગરિકતા હોય છે.
2- જમ્મૂ-કાશ્મીરનો રાષ્ટ્રધ્વજ અલગ હોય છે.
3- જમ્મૂ-કાશ્મીર વિધાનસભાનો કાર્યકાળ 6 વર્ષનો હોય છે, જ્યારે ભારતના અન્ય રાજ્યોની વિધાનસભાનો કાર્યકાળ 5 વર્ષનો હોય છે.
4- જમ્મૂ-કાશ્મીરની અંદર ભારતના રાષ્ટ્રધ્વજ અથવા રાષ્ટ્રીય પ્રતીકોનું અપમાન અપરાધ નથી હોતો.
5- ભારતની ઉચ્ચતમ અદાલતના આદેશ જમ્મૂ-કાશ્મીરની અંદર માન્ય નથી હોતા.
6- ભારતની સંસદ જમ્મૂ-કાશ્મીરના સંબંધમાં અત્યંત સીમિત ક્ષેત્રમાં કાયદા બનાવી શકે છે.
7- જમ્મૂ-કાશ્મીરની કોઇ મહિલા જો ભારતના અન્ય કોઇ રાજ્યની વ્યક્તિ સાથે લગ્ન કરે તો એ મહિલાની નાગરિકતા સમાપ્ત થઇ જાય છે. તેનાથી ઉલટું તે પાકિસ્તાનની કોઇ વ્યક્તિ સાથે લગ્ન કરે તો તેને પણ જમ્મૂ-કાશ્મીરની નાગરિકતા મળી જશે.
8- ધારા 370ના કારણે કાશ્મીરમા આરટીઆઇ લાગુ નથી. આરટીઇ લાગુ નથી. સીએજી લાગુ નથી. ભારતનો કોઇ કાયદો લાગુ નથી.
9- કાશ્મીરમાં મહિલાઓ પર શરિયત કાયદો લાગુ છે.
10- કાશ્મીરમાં પંચાયતના અધિકાર નથી.
11- કાશ્મીરમાં ચપરાસીને 2500 જ મળે છે.
12- કાશ્મીરમાં લઘુમતિઓને(હિન્દુ-શીખ) 16 ટકા આરક્ષણ નથી મળતું.
13- ધારા 370ના કારણે કાશ્મીરમાં બહારના લોકો જમીન ખરીદી શકતા નથી.
14- ધારા 370ના કારણે પાકિસ્તાનીઓને ભારતીય નાગરિકતા મળી જાય છે. તેના માટે પાકિસ્તાનીએ માત્ર કોઇ કાશ્મીરી યુવતી સાથે લગ્ન કરવાના હોય છે.

English summary
The Article 370 specifies that the power of the Parliament to make laws for Jammu & Kashmir shall be limited to the matters specified in the 'Instrument of Accession'.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X