For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Coronavirus: શું ગર્ભવતી મહિલાઓ માટે ખતરો છે કોરોના વાયરસ?

એ સવાલ પણ ઉઠી રહ્યો છે કે શું કોરોના વાયરસ ગર્ભવતી માતામાંથી શિશુમાં સંક્રમિત થાય છે.

|
Google Oneindia Gujarati News

ચીન બાદ દુનિયાભરમાં ફેલાઈ રહેલો કોરોના વાયરસ હવે ભારતમાં પણ ખળભળાટ મચાવી રહ્યો છે. દિલ્લી-એનસારમાં નવા કેસ સામે આવ્યા બાદ કેન્દ્ર અને દિલ્લી સરકાર હરકતમાં આવી ગઈ છે. કુલ 28 કેસ પોઝિટિવ આવ્યા છે જો કે આરોગ્ય મંત્રાલય તરફથી નિવેદન જારી કરીને કહેવામાં આવ્યુ છે કે ચિંતા કરવાની કોઈ જરૂર નથી સાવધાન રહેવાની જરૂર છે કારણકે આ વાયરસ એકબીજાના સંપર્કમાં આવવાથી ફેલાય છે.

કોરોના વાયરસથી ગર્ભવતી મહિલાઓને ખતરો નહિ

કોરોના વાયરસથી ગર્ભવતી મહિલાઓને ખતરો નહિ

એ સવાલ પણ ઉઠી રહ્યો છે કે શું કોરોના વાયરસ ગર્ભવતી માતામાંથી શિશુમાં સંક્રમિત થાય છે, તો અમે તમને જણાવી દઈએ કે આ ડરને તમારા દિમાગમાંથી કાઢી નાખો કારણકે લાસેંટમાં પ્રકાશિત શોધમાં કહેવામાં આવ્યુ છે કે કોરોના વાયરસ ગર્ભધારણ કરવા કે ગર્ભાવસ્થા દરમિયાન માતામાંથી શિશુમાં સંક્રમિત નથી થતો એટલા માટે ચિંતા કરવાની જરૂર નથી પરંતુ ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓની ઈમ્યુન સિસ્ટમ થોડી વીક હોય છે માટે મહિલાઓએ થોડા સાવચેત રહેવાની જરૂર હોય છે.

ગર્ભવતી મહિલાઓને ખાસ દેખરેખની જરૂર

ગર્ભવતી મહિલાઓને ખાસ દેખરેખની જરૂર

ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓને શરદી-ખાંસીથી ગ્રસિત લોકોથી દૂર રહેવાની જરૂર હોય છે કારણકે આ દરમિયાન મહિલાઓને હેવી ડોઝની દવા ન આપી શકાય કારણકે આનાથી ગર્ભમાં ઉછરી રહેલા બાળકને જોખમ હોય છે. એવામાં મહિલાઓએ સાવચેતી જ બચાવ છે એમ વિચારીને પોતાનુ અને પોતાના આવનારા બાળકનુ ધ્યાન રાખવુ જોઈએ.

કોરોના વાયરસથી બચવા માટે આ વાતોનુ રાખો ખાસ ધ્યાન

કોરોના વાયરસથી બચવા માટે આ વાતોનુ રાખો ખાસ ધ્યાન

  • કોરોના વાયરસના સંક્રમણથી બચવા માટે હાથને લગભગ 20 સેકન્ડ સુધી ધુઓ.
  • હાથમાંથી બેક્ટેરિયા સાફ કરવા માટે સેનિટાઈઝરનો ઉપયોગ કરી શકાય છે.
  • આના માટ આલ્કોહોલ આધારિત હેન્ડ રબનો પણ ઉપયોગ કરી શકાય છે.
  • ભીડવાળી જગ્યાઓએ ન જવુ.
  • જે લોકોને શરદી-ખાંસી હોય તેમના સંપર્કમાં ન આવવુ.
  • પોતાના નાક-મોઢા અને આંખોને વારંવાર ટચ ના કરો.
  • જો તમને ખાંસી, શરદી કે તાવ હોય તો તરત જ ડૉક્ટર પાસે જાવ.
  • ખાંસતી કે છીંકતી વખતે નાક-મોઢા પર રૂમાલ કે ટિશ્યુ પેપર રાખી દો.

આ પણ વાંચોઃ Coronavirus: શું ‘Sex' કે ‘Kiss' કરવાથી ફેલાય છે કોરોના વાયરસ?આ પણ વાંચોઃ Coronavirus: શું ‘Sex' કે ‘Kiss' કરવાથી ફેલાય છે કોરોના વાયરસ?

English summary
Know about the risk of infection of coronavirus in pregnant women
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X