For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાકિસ્તાનની બોલતી બંધ કરનાર સૈયદ અકબરુદ્દીનને જાણો, પદ્મા સાથે કર્યા છે લગ્ન

મીટિંગ બાદ યુએનમાં ભારતના રાજદૂત સૈયદ અકબરુદ્દીને જે અંદાજમાં મીડિયા સામે દેશનું વલણ સ્પષ્ટ કર્યુ તે બાદ તેમને જોરદાર તાળીઓ મળી રહી છે.

|
Google Oneindia Gujarati News

શુક્રવારે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ એટલે કે યુએનએસસીમાં જમ્મુ કાશ્મીર પર બંધ રૂમમાં મીટિંગ થઈ અને પાકિસ્તાનને પછડાટ ખાવી પડી. મીટિંગ બાદ યુએનમાં ભારતના રાજદૂત સૈયદ અકબરુદ્દીને જે અંદાજમાં મીડિયા સામે દેશનું વલણ સ્પષ્ટ કર્યુ તે બાદ તેમને જોરદાર તાળીઓ મળી રહી છે. અકબરુદ્દીન આ પ્રેસ કૉન્ફરન્સ બાદ દેશમાં ટ્વીટરથી લઈને ફેસબુક સુધી ચર્ચાનો વિષય બની ગયા છે. શુક્રવારે પણ અકબરુદ્દીને પાકિસ્તાનને ઝાટકી દીધુ, 'સ્ટૉપ ટેરર એન્ડ સ્ટાર્ટ ટૉક્સ'. આવો તમને જણાવીએ કે ભારતના આવા રાજદૂત વિશે જે છેલ્લા અમુક વર્ષોથી યુએનમાં પાકિસ્તાનને આકરો જવાબ આપતા આવી રહ્યા છે.

વર્ષ 2016માં યુએનમાં બન્યા રાજદૂત

વર્ષ 2016માં યુએનમાં બન્યા રાજદૂત

સૈયદ અકબરુદ્દીન જાન્યુઆરી 2016માં યુએનમાં ભારતના સ્થાયી રાજદૂત નિયુક્ત થયા હતા. તે ઈન્ડિયન ફોરેન સર્વિસ (આઈએફએસ)ના વર્ષ 1985ની બેચના અધિકારી છે. યુએનમાં પોસ્ટીંગ પહેલા તે વિદેશ મંત્રાલયના પ્રવકતા તરીકે પોતાની જવાબદારી નિભાવી રહ્યા હતા. પ્રવકતા પહેલા અકબરુદ્દીન વર્ષ 2004થી 2005 સુધી વિદેશ સચિવની ઓફિસમાં ડાયરેક્ટર મંત્રાલયમાં તૈનાત હતા. તેમણે સમયે સમયે યુએનમાં પાકિસ્તાનના પ્રોપાગાન્ડા પર જવાબ આપ્યો છે.

પીએમ મોદીના પ્રવકતા હતા અકબરુદ્દીન

પીએમ મોદીના પ્રવકતા હતા અકબરુદ્દીન

તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિદેશ પ્રવાસ પર પ્રવકતાની જવાબદારી નિભાવી હતી. જાન્યુઆરી 2012થી એપ્રિલ 2015 સુધી તેમણે વિદેશ મંત્રાલયના પ્રવકતાની જવાબદારી નિભાવી. વર્ષ 2015માં તેમણે ઈન્ડિયા-આફ્રિકા સમિટને આયોજિક કરવામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. તે આ આયોજન સાથે કો-ઑર્ડિનેટર જોડાયા હતા. આ ઉપરાંત જૈશ-એ-મોહમ્મદના પ્રમુખ મસૂદ અઝહરને યુએનમાં આતંકી ઘોષિત કરવામાં તેમણે મોટી ભૂમિકા નિભાવી હતી.

આ પણ વાંચોઃ જમ્મુ કાશ્મીરઃ નૌશેરામાં પાકિસ્તાનના ગોળીબારમાં લાંસ નાયક સંદીપ થાપા શહીદઆ પણ વાંચોઃ જમ્મુ કાશ્મીરઃ નૌશેરામાં પાકિસ્તાનના ગોળીબારમાં લાંસ નાયક સંદીપ થાપા શહીદ

પહેલી વાર 1995માં પહોંચ્યા યુન

પહેલી વાર 1995માં પહોંચ્યા યુન

વર્ષ 2006થી 2011 સુધી અકબરુદ્દીને ઈન્ટરનેશનલ એટૉમિક એનર્જી એજન્સી (આઈએઈએ) માં ચાર વર્ષનો કાર્યકાળ પૂરો કર્યો. તેમણે અહીં ડેપ્યુટેશન પર મોકલવામાં આવ્યા હતા અને આ દરમિયાન તે વિએનામાં હતા. યુએનમાં અકબરુદ્દી પહેલા પણ પોતાની સેવાઓ આપી ચૂક્યા છે. તેમણે વર્ષ 1995 થી 1998 સુધી ભારતીય મિશનમાં પ્રથમ સચિવની જવાબદારી નિભાવી હતી. પોતાના કાર્યકાળ દરમિયાન તેમણે યુએનએસસીમાં સુધારો અને પીસ કિપીંગ મિશન પર ધ્યાન આપ્યુ હતુ.

અરબી ભાષાના જાણકાર

અરબી ભાષાના જાણકાર

અરબી ભાષાના જાણકાર અકબરુદ્દીન, પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં કાઉન્સિલર તરીકે પણ તૈનાત રહ્યા છે. અકબરુદ્દીનને આ કારણે જ પાકિસ્તાન સાથે જોડાયેલા મુદ્દાઓના વિશેષજ્ઞ માનવામાં આવે છે. તે કતરમાં પણ ભારતના રાજદૂત રહ્યા છે. અકબરુદ્દીને બેગમપેટની હૈદરાબાદ પબ્લિક સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે. તેમના પિતા ઉસ્માનિયા યુનિવર્સિટીના જર્નાલિઝમ અને કમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટના હેડ હતા. અકબરુદ્દીનના લગ્ન પદ્મા સાથે થયા છે અને બંને બે પુત્રોના માતાપિતા છે.

English summary
Know all about Syed Akbaruddin India's Ambassador to UN who slammed Pakistan on Jammu Kashmir.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X