Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

CAA અને NRC વિશેના 13 સવાલોના જવાબ, જે તમે જાણવા ઈચ્છો છો, વાંચો અહીં

સરકારી સૂત્રોએ નાગરિકતા સુધારા અધિનિયન પર ઘણી વાર પૂછાતા પ્રશ્નો પર એક તથ્ય પત્રક જારી કર્યુ છે. આનાથી જોડાયેલા દરેક સવાલોના જવાબ અહીં મેળવો –

નાગરિકતા સુધારા કાયદો (CAA) અને પ્રસ્તાવિત રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર (NRC)ના વિરોધમાં દેશના ઘણા ભાગોમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યુ છે. આ દરમિયાન મુસ્લિમ સમાજ વિશે ઘણી બધી અફવાઓ ફેલાવામાં આવી રહી છે. આ અફવાઓને દૂર કરવા માટે સરકારી પક્ષે આની સાથે જોડાયેલા ઘણા તથ્યોને સામે રાખ્યા છે. અત્યાર સુધી એનઆરસી સાથે જોડાયેલી ના તો કોઈ અધિકૃત ઘોષણા થઈ છે અને ના કોઈ નિયમ કાયદા નક્કી કરવામાં આવ્યા છે.

દરેક સવાલોના જવાબ અહીં મેળવો

દરેક સવાલોના જવાબ અહીં મેળવો

તો એવામાં અફવાઓ પર ધ્યાન આપવાના બદલે આના વિશે પૂરી માહિતી મેળવી લેવી દરેક જણ માટે ખૂબ જરૂરી છે. સરકારી સૂત્રોએ નાગરિકતા સુધારા અધિનિયન પર ઘણી વાર પૂછાતા પ્રશ્નો પર એક તથ્ય પત્રક જારી કર્યુ છે. આનાથી જોડાયેલા દરેક સવાલોના જવાબ અહીં મેળવો -

પ્રશ્ન - 1 શું CAAમાં જ NRC સમાવિષ્ટ છે?

પ્રશ્ન - 1 શું CAAમાં જ NRC સમાવિષ્ટ છે?

જવાબ - એવુ નથી. CAA અલગ કાયદો છે અને NRC એક અલગ પ્રક્રિયા છે. CAA સંસદમાં પાસ થયા બાદ દેશભરમાં લાગુ થઈ ચૂક્યો છે જ્યારે દેશ માટે NRCના નિયમ તેમજ પ્રક્રિયા નક્કી થવાની હજુ બાકી છે. અસમમાં જે NRC પ્રક્રિયા ચાલી રહી છે, તે માનનીય સર્વોચ્ચ ન્યાયાલયના આદેશ અને અસમ સમજૂતી હેઠળ કરવામાં આવી છે.

પ્રશ્ન - 2 શું ભારતીય મુસલમાનોને CAA અને NRC માટે કોઈ રીતે હેરાન થવાની જરૂર છે?

જવાબ- કોઈ ધર્મને માનનારા ભારતીય નાગરિકને CAA કે NRCથી હેરાન થવાની કોઈ જરૂર નથી.

પ્રશ્ન - 3 શું NRC માત્ર મુસલમાનો માટે જ હશે?

પ્રશ્ન - 3 શું NRC માત્ર મુસલમાનો માટે જ હશે?

જવાબ - બિલકુલ નહિ. આને કોઈ ધર્મ સાથે કંઈ લેવા-દેવા નથી. આ ભારતના બધા નાગરિકો માટે હશે. આ નાગરિકોનુ માત્ર એક રજિસ્ટર છે જેમાં દરેક દેશના દરેક નાગરિકે પોતાનુ નામ નોંધાવવાનુ રહેશે.

પ્રશ્ન -4 શું NRCમાં ધાર્મિક આધારે લોકોને બહાર રાખવામાં આવશે?

જવાબ -ના. કોઈ ધર્મ માટે બિલકુલ નહિ. જ્યારે NRC લાગુ કરવામાં આવશે ત્યારે તે ના તો ધર્મના આધારે લાગુ કરવામાં આવશે અને ના તેને ધર્મના આધારે લાગુ કરી શકાય છે. કોઈને પણ માત્ર એ આધારે બહાર ન કરી શકાય કે તે કોઈ વિશેષ ધર્મને માનનારા છે.

પ્રશ્ન - 5 શું NRC દ્વારા મુસલમાનો પાસેથી ભારતીય હોવાના પુરાવા માંગવામાં આવશે?

પ્રશ્ન - 5 શું NRC દ્વારા મુસલમાનો પાસેથી ભારતીય હોવાના પુરાવા માંગવામાં આવશે?

જવાબ - સૌથી પહેલા તમારા માટે એ જાણવુ જરૂરી છે કે રાષ્ટ્રીય સ્તરે NRC જેવી કોઈ ઔપચારિક પહેલ શરૂ થઈ નથી. સરકારે ના તો કોઈ અધિકૃત ઘોષણાકરી છે અને ના આના માટે કોઈ નિયમ-કાયદા બનાવ્યા છે. ભવિષ્યમાં જો આને લાગુ કરવામાં આવશે તો એમ ન સમજવુ જોઈએ કે કોઈની પાસેથી તેની ભારતીયતાનુ પ્રમાણ માંગવામાં આવશે. NRCને તમે એક રીતે આધાર કાર્ડ કે કોઈ બીજા ઓળખપત્ર જેવી પ્રક્રિયા જ સમજી શકો છો. નાગરિકતાના રજિસ્ટરમાં તમારુ નામ નોંધાવવા માટે તમારે પોતાનુ કોઈ પણ ઓળખપત્ર કે અન્ય દસ્તાવેજ આપવા પડશે જેમ કે તમે આધાર કાર્ડ કે મતદાર યાદી માટે આપો છો.

પ્રશ્ન - 6 નાગરિકતા કેવી રીતે આપવામાં આવે છે? શું આ પ્રક્રિયા સરકારના હાથમાં હશે?

જવાબ - નાગરિકતા નિયમ 2009 હેઠળ કોઈ પણ વ્યક્તિની નાગરિકતા નક્કી કરવામાં આવશે. આ નિયમ નાગરિકતા કાયદા, 1955ના આધારે બન્યો છે. આ નિયમ સાર્વજનિક રીતે બધાની સામે છે. કોઈ પણ વ્યક્તિ માટે ભારતના નાગરિક બનવાની પાંચ રીત છે.

1. જન્મના આધારે નાગરિકતા

2. વંશના આધારે નાગરકિતા

3. રજિસ્ટ્રેશનના આધારે નાગરિકતા

4. દેશીયકરણના આધારે નાગરિકતા

5. ભૂમિ વિસ્તારના આધારે નાગરિકતા

પ્રશ્ન - 7 જ્યારે પણ NRC લાગુ થશે તો શું આપણે પોતાની ભારતીય નાગરિકતા સાબિત કરવા માટે પોતાના માતાપિતા કે જન્મના વિવરણ ઉપલબ્દ કરાવવા પડશે?

પ્રશ્ન - 7 જ્યારે પણ NRC લાગુ થશે તો શું આપણે પોતાની ભારતીય નાગરિકતા સાબિત કરવા માટે પોતાના માતાપિતા કે જન્મના વિવરણ ઉપલબ્દ કરાવવા પડશે?

જવાબ - તમારે પોતાના જન્મનુ વિવરણ જેવુ કે જન્મની તારીખ, મહિનો, વર્ષ અને સ્થળ વિશે માહિતી આપવી પૂરતી રહેશે. જો તમારી પાસે તમારા જન્મનુ વિવરણ ઉપલબ્ધ ન હોય તો તમારે તમારા માતાપિતા વિશેની આ જ માહિતી ઉપલબ્ધ કરાવવાની રહેશે. પરંતુ કોઈ પણ દસ્તાવેજ માતાપિતા દ્વારા જ ઉપલબ્ધ કરાવવાની જ અનિવાર્યતા બિલકુલ નહિ હોય. જન્મની તારીખ અને જન્મસ્થળ સાથે સંબંધિત કોઈ પણ દસ્તાવેજ જમા કરાવીને નાગરિકતા સાબિત કરી શકાય છે. જો કે હજુ સુધી આવા સ્વીકાર્ય દસ્તાવેજો વિશે નિર્ણય થવાનો બાકી છે. આના માટે વોટર કાર્ડ, પાપસપોર્ટ, આધાર, લાયસન્સ, વીમાના પેપર, જન્મ પ્રમાણપત્ર, સ્કૂલ છોડ્યાનુ પ્રમાણપત્ર, જમીનકે ઘરના કાગળ કે પછી સરકારી અધિકારીઓ દ્વારા જારી આ પ્રકારના અન્ય દસ્તાવેજોને શામેલ કરવાની સંભાવના છે. આ દસ્તાવેજોની યાદી વધુ લાંબી હોવાની સંભાવના છે જેથી કોઈ પણ ભારતીય નાગરિકને અનાવશ્યકરીતે પરેશાની ઉઠાવવી પડે.

પ્રશ્ન - 8 જો NRC લાગુ થાય તો શું મારે 1971 પહેલાની વંશાવલિને સાબિત કરવી પડશે?

જવાબ - એવુ નથી. 1971 પહેલાની વંશાવલી માટે તમારે કોઈ પ્રકારના ઓળખપત્ર કે માતાપિતા-પૂર્વજોના જન્મ પ્રમાણપત્ર જેવા કોઈ પણ દસ્તાવેજને રજૂ કરવાન જરૂર નથી. આ માત્ર અસમ NRC માટે માન્ય હતુ, તે પણ અસજ સમજૂતી અને માનનીય સર્વોચ્ચ ન્યાયલયના નિર્દેશના આધારે. દેશના બાકીના ભાગો માટે The Citizenship (Registration of Citizens and Issue of National Identity Cards) Rules, 2003 હેઠળ NRCની પ્રક્રિયા સંપૂર્ણપણે અલગ છે.

પ્રશ્ન - 9 જો ઓળખ સાબિત કરવાની આટલી જ સરળ છે તો પછી અસમમાં 19 લાખ લોકો કેવી રીતે NRCમાંથી બહાર થઈ ગયા?

પ્રશ્ન - 9 જો ઓળખ સાબિત કરવાની આટલી જ સરળ છે તો પછી અસમમાં 19 લાખ લોકો કેવી રીતે NRCમાંથી બહાર થઈ ગયા?

જવાબ - અસમની સમસ્યાને આખા દેશ સાથે જોડવી યોગ્ય નથી. ત્યાં ઘૂસણખોરીની સમસ્યા લાંબા સમયથી ચાલતી આવે છે. આના વિરોધમાં ત્યાં 6 વર્ષો સુધી આંદોલન ચાલ્યુ છે. આ ઘૂસણખોરીના કારણે રાજીવ ગાંધી સરકારને 1985 એક સમજૂતી કરવી પડી હતી. જે હેઠળ ઘૂસણખોરોની ઓળખ કરવા માટે 25 માર્ચ, 1971ને કટ ઑફ ડેટ માનવામાં આવી, જે NRCનો આધાર બન્યુ.

પ્રશ્ન - 10 શું NRC માટે મુશ્કેલ અને જૂના દસ્તાવેજો માંગવામાં આવશે, જેને મેળવવા બહુ મુશ્કેલ હોય?

જવાબ - ઓળખ પ્રમાણિત કરવા માટે બહુ સામાન્ય દસ્તાવેજની જરૂર હશે. રાષ્ટ્રીય સ્તરે NRCની ઘોષણા થાય તો તેના માટે સરકાર એવા નિયમ અને નિર્દેશ નક્કી કરશે જેનાથી કોઈને કોઈ પ્રકારની મુશ્કેલી ન થાય. સરકારની ઈચ્છા એ ન હોઈ શકે કે તે પોતાના નાગરિકોને હેરાન કરે કે કોઈ મુશ્કેલીમા નાખે.

પ્રશ્ન - 11 જો કોઈ વ્યક્તિ ભણેલો નથી અને તેની પાસે સંબંધિત દસ્તાવેજ નથી તો શું થશે?

પ્રશ્ન - 11 જો કોઈ વ્યક્તિ ભણેલો નથી અને તેની પાસે સંબંધિત દસ્તાવેજ નથી તો શું થશે?

જવાબ - આ બાબતે અધિકારી એ વ્યક્તિને સાક્ષી લાવવાની પરવાનગી આપશે. સાથે અન્ય પુરાવા અને કમ્યુનિટી વેરિફેકેશન વગેરેની પણ અનુમતિ આપશે. એક યોગ્ય પ્રક્રિયાનું પાલન કરવામાં આવશે. કોઈ પણ ભારતીય નાગરિકને અયોગ્ય રીતે મુશ્કેલીમાં નાખવામાં નહિ આવે.

પ્રશ્ન - 12 ભારતમાં મોટી સંખ્યામાં એવા લોકો છે જેમની પાસે ઘર નથી, ગરીબ છે અને ભણેલા નથી અને તેમની પાસે ઓળખનો કોઈ આધાર પણ નથી, આવા લોકોનુ શું થશે?

જવાબ - આવુ વિચારવુ સંપૂર્ણપણે યોગ્ય નથી. આવા લોકો કોઈને કોઈ આધારે જ મત આપે છે અને તેમને સરકારની અન્ય કલ્યાણકારી યોજનાઓનો લાભ મળે છે. તેના આધારે તેમની ઓળખ સ્થાપિત થઈ જશે.

પ્રશ્ન - 13 શું NRC કોઈ ટ્રાન્સજેન્ડર, નાસ્તિક, આદિવાસી, દલિત, મહિલા અને ભૂમિહીન લોકોને બહાર કરશે જેમની પાસે દસ્તાવેજ નથી?

જવાબ - ના, NRC જ્યારે પણ ક્યારેય લાગુ કરવામાં આવશે, ઉપર જણાવેલ કોઈ પણ સમૂહને પ્રભાવિત નહિ કરે. પોતાનો સ્વાર્થ સાધનારાની વાતોમાં ન આવીને જાતે વાંચો, સમજો અને પછી આ બાબતે પોતાની વિવેક બુદ્ધિથી પોતાનુ મંતવ્ય બનાવો.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X