For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો કોણ છે આર્મી ચીફ મનોજ મુકુંદ નરવણે? જેમણે સંભાળ્યુ ચીફ ઓફ સ્ટાફ કમિટિનું પદભાર

આર્મી ચીફ જનરલ મનોજ મુકુંદ નરવણે (એમએમ નરવણે) એ "ચીફ ઓફ સ્ટાફ કમિટિ" ના અધ્યક્ષ તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે. જેમાં દેશની ત્રણેય સેનાઓના વડા સામેલ છે. આર્મી અધિકારીઓએ બુધવારે (15 ડિસેમ્બર) આ માહિતી આપી છે. 8 ડિસેમ્બરે ભા

|
Google Oneindia Gujarati News

આર્મી ચીફ જનરલ મનોજ મુકુંદ નરવણે (એમએમ નરવણે) એ "ચીફ ઓફ સ્ટાફ કમિટિ" ના અધ્યક્ષ તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે. જેમાં દેશની ત્રણેય સેનાઓના વડા સામેલ છે. આર્મી અધિકારીઓએ બુધવારે (15 ડિસેમ્બર) આ માહિતી આપી છે. 8 ડિસેમ્બરે ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટર દુર્ઘટનામાં ભારતના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપિન રાવતના મૃત્યુ બાદ આ પદ ખાલી થયું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર જનરલ નરવણે સૌથી વરિષ્ઠ હોવાને કારણે તેમને સમિતિના અધ્યક્ષનો હવાલો આપવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે CDSના પદની રચના પહેલા, સામાન્ય રીતે દેશના સશસ્ત્ર દળોના સૌથી વરિષ્ઠ વડાઓને ચીફ ઓફ સ્ટાફ કમિટીના અધ્યક્ષનું પદ સોંપવામાં આવતું હતું.

નરવણે આઝાદી બાદ દેશના 28માં આર્મી ચીફ

નરવણે આઝાદી બાદ દેશના 28માં આર્મી ચીફ

લેફ્ટનન્ટ જનરલ મનોજ મુકુંદ નરવણે હાલમાં આર્મી સ્ટાફના વડા છે અને "ચીફ ઓફ સ્ટાફ કમિટિ"ના અધ્યક્ષ પણ છે. નરવણે આઝાદી બાદ દેશના 28મા આર્મી ચીફ છે. આર્મી ચીફ પહેલા લેફ્ટનન્ટ જનરલ મનોજ મુકુંદ નરવણે આર્મી સ્ટાફના ડેપ્યુટી ચીફ તરીકે ફરજ બજાવતા હતા. તે પહેલા નરવણે આર્મીના ઈસ્ટર્ન કમાન્ડનું નેતૃત્વ કરી રહ્યા હતા, જે ચીન સાથેની ભારતની લગભગ 4,000 કિમીની સરહદનું ધ્યાન રાખે છે.

એમએમ નરવણે ઘણા મોટા મિશનનો હિસ્સો રહ્યાં

એમએમ નરવણે ઘણા મોટા મિશનનો હિસ્સો રહ્યાં

એમએમ નરવને તેમની 39 વર્ષની સેવામાં જમ્મુ અને કાશ્મીર અને પૂર્વોત્તરમાં શાંતિ જાળવણી, પ્રદેશ અને અત્યંત સક્રિય આતંકવાદ વિરોધી વાતાવરણમાં અનેક કમાન્ડ અને સ્ટાફની નિમણૂંકોમાં સેવા આપી છે. તેમણે જમ્મુ અને કાશ્મીરમાં રાષ્ટ્રીય રાઈફલ્સ બટાલિયન અને પૂર્વી મોરચા પર પાયદળ બ્રિગેડની કમાન્ડ પણ કરી છે. તેઓ શ્રીલંકામાં ભારતીય પીસ કીપિંગ ફોર્સનો પણ ભાગ હતા અને મ્યાનમારમાં ભારતીય દૂતાવાસમાં ત્રણ વર્ષ સુધી ભારતના સંરક્ષણ એટેચ તરીકે સેવા આપી હતી.

જનરલ નરવણે NDA અને IMAના ભૂતપૂર્વ વિદ્યાર્થી

જનરલ નરવણે NDA અને IMAના ભૂતપૂર્વ વિદ્યાર્થી

લેફ્ટનન્ટ જનરલ નરવણે નેશનલ ડિફેન્સ એકેડમી (NDA) અને ઈન્ડિયન મિલિટરી એકેડમી (IMA)ના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. જનરલ નરવણેને જૂન 1980માં શીખ લાઇટ ઇન્ફન્ટ્રી રેજિમેન્ટની 7મી બટાલિયનમાં કમિશન આપવામાં આવ્યું હતું. જનરલ એક આદરણીય અધિકારી છે જેમને જમ્મુ અને કાશ્મીરમાં તેમની બટાલિયનને અસરકારક રીતે કમાન્ડ કરવા બદલ 'સેના મેડલ' (પ્રતિષ્ઠિત) એનાયત કરવામાં આવ્યો છે.

જનરલ નરવણેને નાગાલેન્ડમાં ઈન્સ્પેક્ટર જનરલ આસામ રાઈફલ્સ (ઉત્તર) તરીકેની તેમની સેવાઓ બદલ 'વિશિષ્ટ સેવા મેડલ' અને પ્રતિષ્ઠિત સ્ટ્રાઈક કોર્પ્સને કમાન્ડ કરવા માટે 'અતિ વિશિષ્ટ સેવા મેડલ' પણ મળ્યો છે.

CDSની રેસમાં જનરલ નરવણેનું નામ આગળ

CDSની રેસમાં જનરલ નરવણેનું નામ આગળ

ભૂતપૂર્વ ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતના અવસાન પછી, સરકાર આગામી સીડીએસની નિમણૂકની પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ કરવાનું વિચારી રહી છે. આ રેસમાં આર્મી ચીફ જનરલ નરવણેનું નામ સૌથી આગળ છે. કેટલાક નિવૃત્ત લશ્કરી કમાન્ડરોએ કહ્યું છે કે જનરલ નરવણેને સીડીએસના પદ પર નિમણૂક કરવી એ સમજદારીભર્યું પગલું હશે.

English summary
Know who is Army Chief Manoj Mukund Narwane? Who took over the post of Chief of Staff Committee
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X