Kolkata Doctor Case: આજે દર્દીઓનો ઈલાજ કરશે AIIMSના ડૉક્ટર્સ, જાણો અત્યાર સુધીની મોટી અપડેટ્સ
Kolkata Doctor Case Updates: કોલકત્તાની આરજી કાર હૉસ્પિટલમાં મહિલા તાલીમાર્થી ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાના કેસ સામે ડૉકટરોનો વિરોધ યથાવત છે.
આ કેસમાં ન્યાયની માંગણી સાથે તબીબોનું આંદોલન ચાલુ છે. આજે પણ દેશના વિવિધ ભાગોમાં ડૉક્ટરો હડતાળ પર છે.

અત્યાર સુધીની મોટી અપડેટ
એઈમ્સ અને દિલ્હીની અન્ય હૉસ્પિટલોના રેસિડેન્ટ ડૉકટરોએ આરોગ્ય મંત્રાલયની સામેના રોડ પર નિર્માણ ભવનમાં મફત ઓપીડી સેવાઓ પૂરી પાડવાની જાહેરાત કરી છે.
સુપ્રીમ કોર્ટે આ ગુનાનુ સુઓ મોટુ સંજ્ઞાન લીધુ છે અને 20 ઓગસ્ટે કેસની સુનાવણી કરશે.
ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની બેંચ કાર્યવાહી પર નજર રાખશે.
બંગાળના ગવર્નર ડૉ. સીવી આનંદ બોઝ સોમવારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને આરોગ્ય પ્રધાન જેપી નડ્ડા સાથે મુલાકાત કરવા દિલ્હી જવાની યોજના બનાવી રહ્યા છે. રાજભવને ગૃહમંત્રીને મળવાનો સમય પણ માંગ્યો છે.
બીજેપી નેતા અમિત માલવિયાએ દાવો કર્યો છે કે ગઈકાલે રાત્રે કોલકત્તાની પ્રતિષ્ઠિત SSKM હૉસ્પિટલમાં ટોળાએ બીજા ફરજ પરના ડૉક્ટરને માર માર્યો હતો, બંગાળમાં જંગલરાજ છે, CM મમતાએ તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ.
કોલકત્તા બળાત્કાર કેસમાં સીબીઆઈની તપાસ પણ આરોપી સંજય રૉય પર અટકી છે, મૃતક સાથે બર્બરતામાં અત્યાર સુધીની તપાસમાં સંજય રૉય મુખ્ય આરોપી છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મૃતકના શરીર પર 14થી વધુ ઈજાના નિશાન હતા અને શરીર સાથે ઘણી ક્રૂરતા જોવા મળી હતી.












Click it and Unblock the Notifications
