For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

KKRના ચાહકોનો ઇડન ગાર્ડન બહાર હંગામો; પોલીસનો લાઠીચાર્જ

|
Google Oneindia Gujarati News

કોલકત્તા, 3 જૂન : ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની સાતમી સીઝન જીતનારી કોલકત્તા નાઇટ રાઇડર્સ (કેકેઆર)ના સન્માન સમારોહ દરમિયાન ઇડન ગાર્ડનની બહાર ભાગદોડ મચી ગઇ હતી અને હંગામો મચી ગયો હતો. કોલકત્તાના સ્ટેડિયમ ઇડન ગર્ડનની બહાર એવા સમયે ભાગદોડની સ્થિતિ સર્જાઇ જ્યારે સ્ટેડિયમની અંદર પહેલા પહોંચી જવાની હોડમાં અનેક પ્રસંશકોએ પોલીસ દ્વારા લગાવેલા સુરક્ષા ઘેરાને તોડીને અંદર જવાનો પ્રયત્ન કર્યો હતો. આ સ્થિતિને કારણે હંગામો મચ્યો હતો.

આ દોડભાગમાં અનેક મહિલાઓ અને બાળકો ભીડમાં પાછળ છુટી ગયા હતા અને તેમને ઇજાઓ પહોંચી હતી. ત્યાર બાદ પોલીસ અને રેપિડ એક્શન ફોર્સ (આરએફ)એ ભીડને નિયંત્રણ કરવા માટે લાઠીચાર્જની મદદ લેવી પડે એમ છે.

સ્ટેડિયમમાં પ્રવેશને નિ:શુલ્ક રાખવામાં આવ્યો હતો. જેના કારણે ભારે ભીડ સર્જાઇ હતી. સન્માન સમારોહમાં ભાગ લેવા માટે હજારોની સંખ્યામાં પ્રસંશકો ઇડન ગાર્ડન પહોંચ્યા હતા. બપોરે એક વાગ્યા પછી અનેક પુરુષો અને મહિલાઓ તથા બાળકો સ્ટેડિયમમાં અંદર જવાની રાહ જોઇ રહ્યા હતા.

kkr-eden-garden-lathi-chagre

જો કે ઇડન ગાર્ડન્સમાં નિર્ધારિત કાર્યક્રમ અનુસાર સાંસ્કૃતિક કાર્યક્રમ શરૂ થઇ ગયા અને પ્રશંસક કેકેઆર ટીમ અને તેના માલિક શાહરૂખ ખાન તથા જુહી ચાવલાના આવવાની રાહ જોઇ રહ્યા હતા.

આ પહેલા ટીમના માલિક શાહરૂખ ખાને પોતાના આગમનમાં વિલંબ થશે તેની જાણ ટ્વીટર દ્વારા કરી હતી. શાહરૂખે જણાવ્યું કે તેઓ કોલકત્તા વિલંબથી પહોંચશે. શાહરૂખ ખાને આ પાછળ એવું કારણ જણાવ્યું કે તેઓ જે વિમાનથી કોલકત્તા આવનારા છે તેમાં ટેકનિકલ ખામી આવી ગઇ છે.

કેકેઆર ટીમે રવિવારે બેંગલોરમાં થયેલા મુકાબલામાં કિંગ્સ ઇલેવન પંજાબની ટીમને ત્રણ વિકેટથી હરાવીને બીજીવાર આઇપીએલ ખિતાબ જીત્યો છે. આ પહેલા વર્ષ 2012માં જ્યારે આ ટીમે પહેલીવાર આ ખિતાબ જીત્યો હતો ત્યારે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ સ્વયં કેકેઆર ટીમનું સન્માન કર્યું હતું.

English summary
Kolkata Knight Rider's fans ruckus at Eden Garden; Police charge lathis.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X