For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોટામાં 100 બાળકોના મોત મામલે વળતરના સવાલ પર આરોગ્ય મંત્રી - કોઈ પહેલી વાર મર્યુ છે શું?

રાજસ્થાનના કોટા સ્થિત જે કે લોન હોસ્પિટલમાં બાળકોના મોતનો આંકડો 100 સુધી પહોંચી ગયો છે ત્યારે આરોગ્ય મંત્રી રઘુ શર્માનુ અસંવેદનશીલ નિવેદન આવ્યુ છે.

|
Google Oneindia Gujarati News

રાજસ્થાનના કોટા સ્થિત જે કે લોન હોસ્પિટલમાં બાળકોના મોતનો આંકડો 100 સુધી પહોંચી ગયો છે. 100 શિશુઓના મોત પર વિપક્ષ સતત અશોક ગહેલોત સરકાર પર નિશાન સાધી રહ્યુ છે અને આના પર બેદરકારી માટે જવાબદાર ગણાવી રહ્યુ છે. તો બીજી તરફ, રાજસ્થાનના આરોગ્ય મંત્રી રઘુ શર્માનુ કહેવુ છે કે ડૉક્ટરોની બેદરકારીનો કોઈ કેસ સામે આવ્યો નથી.

આરોગ્ય મંત્રીનું અસંવેદનશીલ નિવેદન

આરોગ્ય મંત્રીનું અસંવેદનશીલ નિવેદન

એક ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં રઘુ શર્માએ એવુ કેઈ કહ્યુ જેના પર રાજકારણ ગરમાઈ શકે છે. તેમને સવાલ કરવામાં આવ્યો હતો કે 100 બાળકોના મોત થઈ ગયા છે, તેમનો આખો પરિવાર શોકમાં છે, તો શું તે કોઈ આર્થિક મદદનુ એલાન કરશે. આના પર રાજસ્થાનના આરોગ્ય મંત્રીએ કહ્યુ, ‘કોઈ પહેલી વાર મર્યા છે શું? વળતરના સવાલ પર હું કંઈ ના કરી શકુ.' આ સવાલ પર રઘુ શર્મા એટલા ભડક્યા કે ઈન્ટરવ્યુને વચમાં જ તેમણે અટકાવી દીધો.

સીએએથી ધ્યાન હટાવવા માટે કોટાના મુદ્દાને ઉઠાવવામાં આવી રહ્યોઃ સીએમ

સીએએથી ધ્યાન હટાવવા માટે કોટાના મુદ્દાને ઉઠાવવામાં આવી રહ્યોઃ સીએમ

કોટાના જે કે લોન હોસ્પિટલમાં 100 બાળકોના મોત બાદ અશોક ગહેલોત સરકાર વિપક્ષના નિશાના પર છે. વળી ગુરુવારે રાજ્યના સીએમ અશોક ગહેલોતનુ પણ નિવેદન આવ્યુ. કોટામાં બાળકોના મોત મામલે મીડિયા સાથે વાત કરતા મુખ્યમંત્રી ગહેલોતે કહ્યુ કે નાગરિકતા સુધારા કાયદા સામે આખા દેશમાં જે માહોલ છે તેનાથી ધ્યાન હટાવવા માટે આ મુદ્દાને ઉઠાવવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચોઃ ઈરાકઃ બગદાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર રોકેટથી હુમલો, 8ના મોતઆ પણ વાંચોઃ ઈરાકઃ બગદાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર રોકેટથી હુમલો, 8ના મોત

5 વર્ષમાં આ સૌથી ઓછો આંકડોઃ ગહેલોત

5 વર્ષમાં આ સૌથી ઓછો આંકડોઃ ગહેલોત

ગહેલોતે કહ્યુ, હું પહેલા જ કહી ચૂક્યો છુ કે આ વર્ષે નવજાત શિશુઓના મોતના આંકડામાં ગયા વર્ષની તુલનામાં ઘણો ઘટાડો થયો છે. અશોક ગહેલોતે કહ્યુ કે આ સમગ્ર મામલે મીડિયામાં જે ચાલી રહ્યુ છે તેમાં કોઈ દમ નથી. ગયા 5 વર્ષમાં આ સૌથી ઓછો આંકડો છે. તમને જણાવી દઈએ કે રાજસ્થાનની અશોક ગહેલોત સરકારની તપાસ કમિટીએ હાલમાં જ જે રિપોર્ટ સોંપ્યો છે તેમાં બાળકોના મોત પાછળ હોસ્પિટલના વેંટિલેટર અને વૉર્મર ખરાબ હોવા સહિત અન્ય કારણ જણાવવામાં આવ્યા હતા.

English summary
kota infants death: rajasthan health minister raghu sharma gave shocking reaction
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X