For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદીની લોકપ્રિયતાથી ભયભીત નીતિશે લીધો રાષ્ટ્રપતિનો સહારો!

|
Google Oneindia Gujarati News

પટણા, 7 ઓક્ટોબર: ભારતીય જનતા પાર્ટીની બિહાર પ્રદેશ સમિતિએ આરોપ લગાવ્યો છે કે પાર્ટીના વરિષ્ઠ નેતા અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાથી ભયભીત થઇને નીતિશ કુમારે 27 ઓક્ટોબરના રોજ આયોજિત ભાજપાની હુંકાર રેલીમાં અડચણ ઉભી કરવા માગે છે. આજ દિવસે નીતિશ કુમારે રાષ્ટ્રપતિને બિહારમાં આમંત્રિત કર્યા છે.

ભાજપાના પ્રદેશ અધ્યક્ષ અને વિધાન પાર્ષદ મંગલ પાંડેયે આજે જણાવ્યું કે તેમની પાર્ટી તરફથી 27 ઓક્ટોબરના રોજ પટણાના ઐતિહાસિક ગાંધી મેદાનમાં આયોજીત થનાર હુંકાર રેલીમાં નરેન્દ્ર મોદીને લઇને મોટી સંખ્યામાં લોકો ઉમટી પડશે માટે બિહાર સરકારે જાણીજોઇને 26-27 ઓક્ટોબરના રોજ રાષ્ટ્રપતિનો કાર્યક્રમ ગોઠવી દીધો.

nitish kumar
તેમણે જણાવ્યું કે ભાજપાએ હુંકાર રેલી માટે સાત મહિના પહેલા આ તારીખની જાહેરાત કરી રાખી હતી અને રેલીની જાણકારી પણ સરકારને આપી દીધી હતી. પાંડેયએ જણાવ્યું કે એક મહિનામાં કુમારે રાષ્ટ્રપતિના કાર્યક્રમને નક્કી કરી નાખ્યો જે યોગ્ય નથી. તેમણે જણાવ્યું કે રાજ્યની જનતાની સાથે તેમની પાર્ટી પણ ઇચ્છે છે કે બિહારના સપૂત સ્વ. જગજીવન રામની પ્રતિમાનું અનાવરણ માટે રાષ્ટ્રપતિ આવી રહ્યા છે તો તેમનો આ કાર્યક્રમ વિવાદિત ના બને, બલ્કે બધા જ લોકો મળીને તેમનું સ્વાગત અને અભિનંદન કરે.

ભાજપાના પ્રદેશ અધ્યક્ષે જણાવ્યું કે આ આશ્ચર્યનો વિષય છે કે પટણામાં જે દિવસે પાંચથી સાત લાખ લોકો જમા થશે એ સમયમાં રાષ્ટ્રપતિનો કાર્યક્રમ પટણાના રવિન્દ્ર ભવનમાં નિર્ધારિત કરવામાં આવ્યો છે.

તેમણે જણાવ્યું કે રવિન્દ્ર ભવનની નજીક બધી જ રાજનૈતિક ગતિવિધિઓનું સંચાલન થાય છે અને ત્યાં વિધાયકોનું નિવાસસ્થાન પણ છે જ્યાં રેલીમાં આવેલ લોકો જમા થશે. વિધિ વ્યવસ્થાની દ્રષ્ટિએ પણ એ યોગ્ય નથી. તેમણે રાષ્ટ્રપતિને કાર્યક્રમની તિથિ પર વિચાર કરવાનો આગ્રહ કર્યો છે.

English summary
Nitish Kumar is afraid of Narendra Modi, Nitish Kumar invited Pranab Mukherjee same day in Bihar for inauguration.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X