એકનાથ શિંદેને 'ગદ્દાર' કહેતા કુણાલ કામરાના વીડિયોથી મહારાષ્ટ્રમાં તંગદિલી, શિવસેનાના કાર્યકરોએ હોટલમાં તોડફોડ
સ્ટેન્ડ-અપ કોમેડિયન કુણાલ કામરા ફરી એકવાર વિવાદોમાં ફસાયા છે. તેમણે શિવસેનાના નેતા અને મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે પર અભદ્ર ટિપ્પણી કરી છે. કુણાલ કામરાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ અને યુટ્યુબ ચેનલ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેમણે મહારાષ્ટ્રના રાજકારણ પર ટિપ્પણી કરી છે, અને તેમનું નામ લીધા વિના, ડેપ્યુટી સીએમ એકનાથ શિંદે પર આકરા પ્રહારો કર્યા છે.
મુંબઈના ખારમાં હોટેલ યુનિકોન્ટિનેન્ટલમાં પોતાના શો દરમિયાન કુણાલ કામરાએ એકનાથ શિંદે વિશેના ગીતના શબ્દો બદલી નાખ્યા હતા અને તેમને 'દેશદ્રોહી' કહીને તેમની મજાક ઉડાવી હતી.
આ અભદ્ર ટિપ્પણી બાદ શિવસેનાના નેતાઓ ગુસ્સે ભરાયા છે અને તેમણે કુણાલ કામરાને કડક ચેતવણી આપી છે. પાર્ટીના નેતાઓએ તેમને ગંભીર પરિણામોની ધમકી આપી છે.
આ વીડિયો વાયરલ થયા બાદથી શિવસૈનિકોનો ગુસ્સો ફાટી નીકળ્યો છે. 23 માર્ચે મુંબઈના ખાર વિસ્તારમાં આવેલા સ્ટુડિયો અને હોટેલ યુનિકોન્ટિનેન્ટલમાં તોડફોડ કરવામાં આવી હતી.

આ કેસમાં શિંદે સેનાના ધારાસભ્ય મુરાજી પટેલ દ્વારા MIDC પોલીસ સ્ટેશનમાં કુણાલ કામરા વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે.
શિવસેના નેતા સંજય રાઉતે કુણાલ કામરાનો વીડિયો તેમના એક્સ એકાઉન્ટ પર "કુણાલ કા કમલ" કેપ્શન સાથે શેર કર્યો.
કુણાલ કામરાની કવિતા
''ठाणे की रिक्शा, चेहरे पर दाढ़ी, आंखों पर चश्मा हाय!
एक झलक दिखलाए कभी, गुवाहाटी में छुप जाए।
मेरी नजर से तुम देखो, गद्दार नजर वो आए,
ठाणे की रिक्शा, चेहरे पर दाढ़ी, आंखों पर चश्मा हाय!
मंत्री नहीं है वो, दल बदलू हैं और कहा क्या जाए,
जिस थाली में खाए उसमें ही वो छेद कर जाए।
मंत्रालय से ज्यादा फडणवीस की गोदी में मिल जाए।
तीर कमान मिला है इसको, बाप मेरा ये चाहे,
ठाणे की रिक्शा, चेहरे पर दाढ़ी, आंखों पर चश्मा हाय!'
સ્ટેન્ડ-અપ કોમેડિયન કુણાલ કામરા ફરી એકવાર વિવાદોમાં ફસાયા છે. તેમણે શિવસેનાના નેતા અને મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે પર અભદ્ર ટિપ્પણી કરી છે.
કુણાલ કામરાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ અને યુટ્યુબ ચેનલ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેમણે મહારાષ્ટ્રના રાજકારણ પર ટિપ્પણી કરી છે, અને તેમનું નામ લીધા વિના, ડેપ્યુટી સીએમ એકનાથ શિંદે પર આકરા પ્રહારો કર્યા છે.
મુંબઈના ખારમાં હોટેલ યુનિકોન્ટિનેન્ટલમાં પોતાના શો દરમિયાન કુણાલ કામરાએ એકનાથ શિંદે વિશેના ગીતના શબ્દો બદલી નાખ્યા હતા અને તેમને 'દેશદ્રોહી' કહીને તેમની મજાક ઉડાવી હતી.
આ અભદ્ર ટિપ્પણી બાદ શિવસેનાના નેતાઓ ગુસ્સે ભરાયા છે અને તેમણે કુણાલ કામરાને કડક ચેતવણી આપી છે. પાર્ટીના નેતાઓએ તેમને ગંભીર પરિણામોની ધમકી આપી છે.
આ વીડિયો વાયરલ થયા બાદથી શિવસૈનિકોનો ગુસ્સો ફાટી નીકળ્યો છે. 23 માર્ચે મુંબઈના ખાર વિસ્તારમાં આવેલા સ્ટુડિયો અને હોટેલ યુનિકોન્ટિનેન્ટલમાં તોડફોડ કરવામાં આવી હતી.
આ કેસમાં શિંદે સેનાના ધારાસભ્ય મુરાજી પટેલ દ્વારા MIDC પોલીસ સ્ટેશનમાં કુણાલ કામરા વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે.શિવસેના નેતા સંજય રાઉતે કુણાલ કામરાનો વીડિયો તેમના એક્સ એકાઉન્ટ પર "કુણાલ કા કમલ" કેપ્શન સાથે શેર કર્યો.

Click it and Unblock the Notifications