લખીમપુરઃ લખીમપુર ખીરી હિંસાનો આરોપી આશિષ મિશ્રા પોલિસ સમક્ષ હાજર, ખેડૂતોની મોત મામલે થશે પૂછપરછ
લખીમપુર ખીરી હિંસાના આરોપી અજય મિશ્રાનો પુત્ર આશિષ મિશ્રા આજે શનિવાર(9 ઓક્ટોબર)ના રોજ સવારે ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ હાજર થયો છે.
નવી દિલ્લીઃ લખીમપુર ખીરી હિંસાના આરોપી અજય મિશ્રાનો પુત્ર આશિષ મિશ્રા આજે શનિવાર(9 ઓક્ટોબર)ના રોજ સવારે ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ હાજર થયો છે. માહિતી મુજબ મોડી રાતે કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા લખીમપુર ખીરીમાં તેમના ઘરે પહોંચ્યા હતા જ્યાં શુક્રવારે તેમણે પુત્રનો બચાવ કર્યો હતો. આશિષ મિશ્રાને આજે 11 વાગ્યા સુધી ક્રાઈમ બ્રાન્ચ સામે હાજર થવા માટે કહેવામાં આવ્યુ હતુ. આશિષ મિશ્રા 10.38 મિનિટે ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ હાજર થઈ ગયો હતો.

તમને જણાવી દઈએ કે લખીમપુર ખીરીમાં થયેલી હિંસા મામલે કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રા ટેનીનો પુત્ર આશિષ મિશ્રા મુખ્ય આરોપી છે. આશિષ મિશ્રાને પોલિસે સમન કર્યા હોવા છતાં તે તપાસ ટીમ સામે હાજર થયો નહોતો. જેના પગલે આશિષના નેપાળ ભાગી ગયા હોવાની ચર્ચાઓ પણ તેજ બની હતી. જો કે આશિષના પિતા અને કેન્દ્રીય મંત્રી અજય મિશ્રા ટેનીએ સામે આવીને કહ્યુ હતુ કે તે ક્યાંય ભાગી નથી ગયો. આશિષ પુરાવાઓ સાથે તપાસ ટીમ સામે હાજર થશે.
ઉલ્લેખનીય છે કે આશિષ પર આરોપ છે કે તેણે ખેડ઼ૂત આંદોલન દરમિયાન ખેડૂતો પર ગાડી ચડાવી દીધી.
નોંધનીય છે કે લખીમપુર ખીરીમાં ખેડૂત આંદોલન દરમિયાન હિંસા ભડકી ઉઠી હતી જેમાં ચાર ખેડૂતો અને એક પત્રકાર સહિત કુલ આઠ લોકોના મોત થઈ ગયા હતા. આ ઘટનાને લઈને ખેડૂતો તરફથી નોંધાવાયેલ એફઆઈઆરમાં આશિષ મિશ્રા પર આરોપ લગાવવામાં આવ્યો છે કે ખેડૂતો પર તેણે ગાડી ચડાવી. અજય મિશ્રા ટેનીએ બચાવ કરીને દાવો કર્યો હતો કે આશિષ ત્યાં નહોતો.












Click it and Unblock the Notifications
